PM મોદી સહિત આ 5 મોટા નેતાઓને મળે છે એટલો પગાર,જાણો કોને મળે છે સૌથી વધુ…..

0
190

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે આપણા દેશમા નરેંદ્ર મોદી સહિતના બીજા ઘણા મોટા નેતાઓને જાણો કેટલો પગાર મળે છે તો તમે પણ નથી જાણતા તો આવો આ લેખના માધ્યમથી તમને જણાવીએ વિશ્વના તમામ નેતા મોટી જવાબદારી સંભાળી રહ્યાં છે. કોઈપણ દેશને ચલાવવાની જવાબદારી અને ખુબ વધુ જવાબદારી આ નેતાઓની છે.

તેવામાં ઘણીવાર મનમાં સવાલ થાય કે નેતા દેશ ચલાવે છે પરંતુ તેનું ઘર કઈ રીતે ચાલતું હશે કે તેનો પગાર કેટલો હશે? ચોક્કસ પણે નેતાઓને પણ ઘર ચલાવવા માટે પગારની જરૂરીયાત હોય છે. તેનું તાજુ ઉદાહરણ છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન નું નિવેદન બોરિસે કહ્યુ કે, તે કંઈક અન્ય કામ કરવાની યોજના બનાવી રહ્યા છે કારણ કે વર્તમાન પગારમાં જીવન પસાર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. બોરિસનું આ નિવેદન કેટલુ ચાલુ છે તે સમજવા માટે આપણે જાણીએ વિશ્વના પાંચ મોટા નેતાનો પગાર.

ડોનાલ્ડ ટ્રમ્પ.રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડતા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે વેતન લેશે નહીં. પરંતુ અમેરિકી બંધારણે તેમને મંજૂરી આપી નહીં. તેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેતન લે છે પરંતુ ઘણા ફેડરલ વિભાગોને દાન કરે છે. જોન એફ કેનેડી અને હર્બર્ટ હૂવર જેવા પૂર્વ રાષ્ટ્રપતિ, જે ધનીક પરિવારથી આવ્યા હતા તેમણે પણ પોતાનું વેતન દાન કર્યુ હતું. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ નૈનહટ્ટન, ન્યૂયોર્ક અને અન્ય જગ્યાઓ પર ચાલી રહેલા તેમના વ્યવસાયથી કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 2.5 બિલિયન ડોલર છે, આ પ્રમાણે તે પ્રથમ અબજોપતિ અમેરિકી રાષ્ટ્રપતિ છે. યૂએસએ ટુડેની એક યાદી અનુસાર, તે સૌથી વધુ વેતન મેળવનારા વિશ્વ નેતાઓમાં ચોથા સ્થાન પર છે. વેતન: ₹ 2.94 કરોડ પ્રતિ વર્ષ.

નરેન્દ્ર મોદી.12 ઓક્ટોબર 2020ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂન 2020 સુધી પોતાની નાણાકીય સ્થિતિનો સ્વેચ્છાએ ખુલાસો કર્યો હતો. તે રિપોર્ટ અનુસાર, પાછલા નાણાકીય વર્ષમાં તેમની ચલ સંપત્તિ 26.26 ટકા વધીને 1.39 કરોડથી 1.75 કરોડ થઈ ગઈ છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે.

પીએમે પોતાના વેતનનો મોટો ભાગ ખર્ચ કર્યો નથી, આ કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. આ વર્ષે પીએમ મોદી અને તેમના મંત્રીમંડળ ના સહયોગીઓએ કોવિડ સંકટને કારણે પોતાના વેતનમાં 30 ટકા ઘટાડાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને મહિને બે લાખ રૂપિયા મળે છે, જે વિશ્વના તમામ નેતાઓ ની તુલનામાં ખુબ ઓછા છે વેતનઃ 24 લાખ રૂપિયા, પ્રતિ વર્ષ.

બોરિસ જોનાસ.આ સપ્તાહની શરૂઆતમાં, યૂકેના પીએમ બોરિસ જોનસનએ દાવો કર્યો હતો કે તે પદ પરથી સેવાનિતૃત થવા પર વિચાર કરી રહ્યાં છે કારણ કે આ વેતનમાં જીવન પસાર થતું નથી. કાર્યભાર સંભાળતા પહેલા, બોરિસ જોનસને અંગ્રેજી દૈનિકધ ટેલીગ્રાફમાં કામ કર્યું અને ત્યાં તેમનો પગાર 2.5 કરોડ વાર્ષિક હતો. તેમણે માત્ર બે ભાષણ આપીને એક મહિના માં 1,17,98,128 રૂપિયા કમાયા જે એક વર્ષમાં યૂનાઇટેડ કિંગડમના પીએમની સેલેરીથી વધુ છે. વેતન: ₹ 1.43 કરોડ.

જસ્ટીન ટ્રૂડો.કેનેડા સૌથી સારૂ વેતન પેકેજ અપાતા દેશ તરીકે જાણીતો છે. અહીં નિયમ પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો પર પણ લાગૂ થાય છે.વાઇનો અનુસાર પીએમને મળનાર સેલેરીમમાં હાઉસ ઓફ કોમન્સ, બેસિક સેશનલ ક્ષતિપૂર્તિ, વેતન અને પરિવારના ભથ્થા સામેલ છે. દુનિયામાં 20 સૌથી વધુ પગાર મેળવનાર લોકોમાં અહીંના પીએમ સામેલ છે જેમનું વેતન ₹ 1.96 કરોડ પ્રતિ વર્ષ છે.

જેસિન્ડા અર્ડન.પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નના પદ સંભાળ્યા બાદથી ખુબ પ્રશંસા થઈ છે. તે ન  માત્ર દેશના આંતરિક મામલામાં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ તેમની સરકારે કોવિડ-19 સંકટોનો મજબૂતી સાથે મુકાબલો કર્યો છે. પોતાની કાર્યશૈલીને કારણે અર્નર્ડે ફરી ચૂંટણી જીતી છે. 80 વર્ષોમાં ન્યૂઝીલેન્ડના ચૂંટણી ઈતિહાસમાં જેસિન્ડાની ચૂંટણી ઘણી રીતે મહત્વની રહી. ન્યૂઝીલેન્ડના પીએમ સૌથી વધુ પગાર મેળવનાર નેતાઓની યાદીમાં સાતમાં સ્થાને છે.પગારઃ ₹ 2.06 કરોડ પ્રતિ વર્ષ

મિત્રો તમને જણાવી દઇએ કે ભારતમાં રાજનીતિક સૌથી શાનદાર રોકાણ ગણાય છે. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાથી નેતા બની શકે છે અને પૈસાદાર ન હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઈ શકે છે. બિહારમાં ગઈકાલે વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થયું. પ્રથમ તબક્કામાં 1066માંથી 375 એટલે કે 35 ટકા કરોડપતિ ઉમેદવાર છે. એક ઉમેદવારની સરેરાશ સંપત્તિ અંદાજે 2 કરોડ રૂપિયા છે. બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસસને એક વર્ષમાં 1.44 કરોડ રૂપિયાનો પગાર મળે છે.

તેનાથી વધારે સરેરાશ સંપત્તિ તો બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની છે.રાજનીતિમાં નેતાઓની સંપત્તિી દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી વધે છે. વર્ષ 2019માં ફરી લોકસભા ચૂંટણી લડનાર ભાજપના 170 સાંસદોની સંપત્તિ 13 કરોડથી 17 કરોડ રૂપિયા સુધી વધી. 5 વર્ષમાં શિરોમણી અકાલી દલના બે સાંસદોની સંપત્તિ સરેરાશ 115 કરોડ રૂપિયા સુધી વધી ઈ. આ જ રીતે એનસીપીના 4 સાંસદોની સંપત્તિ 102 કરોડ રૂપિયા સુધી વધી અને કોંગ્રેસના 38 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 60 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો નેતાઓ ની સંપત્તિનાં વધારાના આંકડો તો જાહેરમાં છે પરંતુ આ સંપત્તિ કેવી રીતે વધી તેના વિશે કોઈને નથી ખબર.