પીતાં સૈફનાં લગ્નમાં આવી દેખાતી હતી સારા અલી ખાન,એક નજરેતો તમે પણ નહીં ઓળખી શકો,જુઓ તસવીરો……

0
970

બોલીવૂડ ફિલ્મ ની સાચી મજા ત્યારે જ આવે છે જયારે પડદા પર દેખાવા વાળી હીરો હિરોહીનો ની જોડી માં દમ હોય.કદાચ બંને ની વચ્ચે કેમેસ્ટ્રી સારી ન હોય તો દર્શકો ને પણ કઈ ખાસ મજા ન આવે.એવા માં બોલીવૂડ માં કેટલીક એવી જોડીઓ પણ થઇ જેને દર્શકો ની સાથે ખુબ જ પસંદ કરી.આ જોડીઓ જ્યાં સુધી એક સાથે સ્ક્રીન પર આવતી હતી તો દર્શકો પાગલ થઇ જતા હતા.એનું પરિણામ એ થયું કે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એ આ જોડિયો ને સૌથી વધુ વખત પોતાની ફિલ્મ માં લીધા.

બોલિવૂડમાં ઘણી બધી જોડિયો એવી છે જેમની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને જગ્યાએ કેમેસ્ટ્રી પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક સુંદર જોડી છે સૈફ અને કરિનાની, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સૈફ અને કરીના ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટર છે, પરંતુ બંને વચ્ચે પ્રેમ થોડો મોડો થયો. જોકે હવે બંને એકબીજા સાથે લગ્ન કરીને ઘણા ખુશ છે. વળી ફેન્સને પણ તેમના લગ્ન સાથે જોડાયેલી વાતો જાણવામાં ખૂબ જ દિલચસ્પી હોય છે. હાલના દિવસોમાં સૈફ અને કરીના નાં લગ્નની જૂની તસ્વીરો સામે આવી રહી છે, જેમાં સારા અને ઇબ્રાહીમ ખૂબ જ ક્યુટ નજર આવી રહ્યા છે.

બોલિવૂડની સુપર હોટ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના હોટ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે હાલ જ કરીના કપૂર પોતાની આવેલી ફિલ્મ ગૂડ ન્યુઝમાં પોતાની એક્ટીંગ જાદુ દેખાડી ચુકી છે અને ચાહકોને તેમનો અભિનય ખુબ પસંદ પડ્યો છે. અને હાલમાં કરીનાએ સૈફ સાથે લગ્ન કરવાના નિર્ણય પર ખુલાસો કર્યો છે.

તાજેતરમાં પોતાનાં લગ્ન પહેલાંની યાદને તાજા કરતાં કરીનાએ ઘણી બધી વાતો કરી. તેણે કહ્યું કે પહેલી વાર સૈફ અલી ખાને કેવી રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે સમય ‘ટશન’ ફિલ્મના શૂટિંગનો હતો, જ્યાં કરીના અને સૈફની લવસ્ટોરી શરૂ થઇ હતી. બંનેએ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને ફિલ્મ ‘ટશન’ વર્ષ ૨૦૦૮માં આવી હતી. કરીનાએ જણાવ્યું કે અમે ગ્રીસમાં ‘ટશન’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં અને સૈફે મને કહ્યું કે હું વિચારું છું કે આપણે બંનેએ લગ્ન કરી લેવાં જોઇએ.

લગ્નની તસવીર થઇ રહી છે વાયરલ.

જણાવી દઈએ કે સૈફનાં લગ્ન પહેલા અમૃતા સિંહ સાથે થઈ ચૂક્યા હતા, જેનાથી તેને બે બાળકો થયા સારા અને ઇબ્રાહિમ. ઇબ્રાહિમ જ્યાં હાલમાં ફક્ત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલ છે, તો વળી સારા ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે. સેફ અને કરીનાના જે લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તેમનો સમગ્ર પરિવાર નજર આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ૮ વર્ષ જૂની આ તસ્વીરમાં સારા અને ઇબ્રાહીમ ખૂબ જ નાના અને ક્યૂટ નજર આવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે જે સમયે સૈફ અને કરીનાનાં લગ્ન થયા હતા, તે સમયે સારા ૧૭ વર્ષની હતી અને ઇબ્રાહીમ ૧૧ વર્ષનો હતો. વળી આ ૮ વર્ષોમાં બંને ખુબ જ મોટા થઈ ગયા છે. આ તસ્વીરમાં સેફની સાથે તેમની બહેન સોહા અલી ખાન અને માં શર્મિલા પણ રહેલા છે. સમગ્ર પરિવારમાં સુંદર ડ્રેસમાં ખૂબ જ રોયલ નજર આવી રહ્યો છે. જણાવી દઈએ કે સૈફ અને કરીનાએ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ મા લગ્ન કર્યા હતા.

સૈફ સાથે લગ્ન કરવા કરીના માટે સરળ ન હતા.

દિલચસ્પ બાબત છે કે થોડા દિવસ પહેલા કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં સૈફ સાથે લગ્નને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કરીનાએ કહ્યું હતું કે સૈફ સાથે લગ્ન કરવા મને દરેક વ્યક્તિ મનાઈ કરી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે હું સૈફ સાથે લગ્ન કરવા જઈ રહી હતી તો દરેક વ્યક્તિ મને કહી રહ્યો હતો કે તે છુટાછેડા લીધેલ છે અને તેના પહેલાથી જ બે બાળકો છે. સાથોસાથ અમુક લોકો તો એવું પણ કહેતા હતા કે લગ્ન બાદ મારી કારકિર્દી ખતમ થઇ જશે.

કરીનાએ આગળ કહ્યું હતું કે તે સમયે હું બધાની વાત સાંભળીને એવું વિચારતી હતી કે શું પ્રેમ કરવો આટલો મોટો અપરાધ છે અથવા લગ્ન કરવા કોઈ ગુનો છે. જોકે તે સમયે પણ એવું વિચારી લીધું હતું કે ચાલો આવું કરીને જોઈએ. હવે તેમાં કોઈ શંકા નથી કે લગ્ન બાદ સૈફ અને કરીના ખૂબ જ ખુશ છે. બંને વારંવાર વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

મહત્વપૂર્ણ છે કે કરીનાના સંબંધો સારા અને ઇબ્રાહિમ સાથે કેવા છે તેના ઉપર હંમેશા સવાલો ઉઠતા આવી રહ્યા છે. તેના જવાબમાં સારા એ ઘણી વખત કહ્યું છે કે કરિના સાથે તેમની સારી બોન્ડિંગ છે. સારા એ કહ્યું હતું કે જ્યારે અમે લોકો મુંબઈ થી દૂર જઈએ છીએ તો તેમને દુઃખ થાય છે અને અમે સાથે સમય પસાર કરવાનું પસંદ કરીએ છીએ. જણાવી દઈએ કે જ્યારે કરિના તેમુરને જન્મ આપવાની હતી, તો પ્રેગનેન્સી સમયે તેમણે સારા અને ઇબ્રાહિમની સાથે તસવીર શેયર કરી હતી, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

કરીનાની ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે જણાવ્યું કે સુપર હોટ લુક મેળવવા કરીનાએ એક ખાસ ડાયટ પ્લાન ફોલો કર્યો હતો. આઠ મિલ ડાયટ હેઠળ એક અઠવાડિયા સુધી દિવસમાં ત્રણ વાર ભોજન કરવાના બદલે થોડું થોડું આઠ વખત ખાવાનું. ફિટ અને હેલ્ધી રહેવા સાથે તે જિમમાં ૧૦ કલાક પરસેવો પણ વહાવે છે. તે અઠવાડિયામાં ૪ થી ૫ કલાક ટ્રેનિંગ અને વર્કઆઉટ કરે છે.