પિતા આપવાનો છે 1200 કરોડ રૂપિયા,છતાં એની દીકરી સાથે કોઈ લગ્ન કરવા નથી તૈયાર,જાણો શુ છે કારણ…

0
637

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.એવું કહેવામાં આવે છે કે લગ્ન 2 લોકો વચ્ચે નહીં પણ 2 પરિવારો વચ્ચે થાય છે, તેથી લગ્નજીવનનો સંબંધ વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે.  દરેક માતાપિતાનું સપનું છે કે તેમની પુત્રીને એવા મકાનમાં સંબંધ હોવો જોઈએ જ્યાં તેમને તેમની પુત્રી તેમના ઘરે જેટલો પ્રેમ મળે અને માતાપિતા આવા છોકરાને શોધવા માટે ખૂબ જ મહેનત કરે છે.

ઘણા માતા-પિતા તેમની પુત્રીને તેઓની મરજી મુજબ દહેજ આપે છે, જેથી તેમની પુત્રીને પછી કોઈની તાનાઓ સાંભળવી ન પડે.તે જ સમયે કેટલાક પિતા પણ છે, જેમણે મજબૂરીમાં આવીને છોકરાઓની માંગ પ્રમાણે દહેજ આપવું પડ્યું, પરંતુ આજે અમે તમને એક એવા પિતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેની પુત્રી સાથે લગ્ન કરનારને 1200 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. હા તમે તે બરાબર સાંભળ્યું છે  ખરેખર, આ 77 વર્ષીય વ્યક્તિ, જેનું નામ જીગી ચાઓ છે, તે તેની પુત્રી સાથે લગ્ન કરનારને 1200 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે.

તમે કદાચ નહીં જાણતા હોવ કે જીગી ચાઓ હોંગકોંગનો રહેવાસી છે અને ત્યાં અનેક જહાજોની માલિકી પણ ધરાવે છે.જીગી ચાઓ ઘણા લાંબા સમયથી તેની પુત્રી સેસિલ ચાઓનાં લગ્ન માટે છોકરાની શોધમાં છે અને જ્યારે તેની શોધ કર્યા પછી પણ તેને કોઈ છોકરો મળ્યો નથી, ત્યારે તેણે તેને પ્રપોઝ કર્યું છે.  તેમની પુત્રીની ઉંમર આશરે 33 વર્ષ છે અને તે વધુ પડતી સુંદર છે.  લગ્નનો આ પ્રસ્તાવ સાંભળીને દૂર-દૂરથી છોકરાઓ સેસિલ ચાઓ સાથે લગ્ન કરવા આવતા હતા.

પરંતુ સેસિલ ચાઓએ કોઈ પણ છોકરા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો.જ્યારે પિતા વારંવાર સેસિલ ચાઓને લગ્નનો ઇનકાર કરવાનું કારણ પૂછે છે, ત્યારે સેસિલ પિતાને કહે છે કે તે ગે છે અને તે છોકરાઓને નહીં પણ છોકરીઓને પસંદ કરે છે.તેણે તેના પિતાને એમ પણ કહ્યું કે તે છેલ્લા 6 વર્ષથી એક યુવતી સાથેના સંબંધમાં રહે છે.સત્ય જાણ્યા પછી, પિતાએ ફરીથી પ્રસ્તાવ જાહેર કર્યો કે જે કોઈ તેની પુત્રી સાથે લગ્ન કરશે તેને 400 કરોડ આપશે, પરંતુ સેસિલ ચાઓની સત્યતા જાણ્યા પછી.

કોઈ પણ છોકરાએ તેની સાથે લગ્ન કરવા સંમતિ આપી ન હતી.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આવી જ અન્ય ઘટના.આપણે ત્યાં લગ્નમાં કોઈપણ વસ્તુ લેવાની હોય અથવા તે નક્કી કરવાની હોય ત્યારે મોટાભાગે વડીલો બધું નક્કી કરતા હોય છે, અને ઘણા ખરા લગ્નમાં પતિપત્ની પોતે પણ બધું નક્કી કરતા હોય છે. પરંતુ મોટાભાગે કોઇપણ પતિ પત્ની તેના પરિવાર સામે શરત રાખતા હોતા નથી, તે આટલી શરત મંજૂર કરે તો જ લગ્ન કરે.આવી જ એક અજીબોગરીબ ઘટના હમણાં હરિયાણા ના એક ગામમાં બની.

અને સારી વાત તો એ છે કે લગ્ન પહેલા વરરાજા- વહુ એ જે શરતોને મંજુર કરવા માટે જણાવ્યું હતું તેને તેના મા-બાપે ખુશી ખુશી મંજુર કરી દીધી. પરંતુ આ તો સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. અને સાથે સાથે ખુશી પણ થશે.તેઓ બંને એ નક્કી કરીને સમાજના રીતિરિવાજો થી અલગ શરતો રાખી હતી. એટલે કે પહેલી શરત હતી કે લગ્નમાં જે બેન્ડવાજા વગાડીએ છીએ, તે વગાડવામાં અહીં આવે. આથી લગ્નને બેન્ડવાજાના અવાજ અને નાચકૂદ વગર સંપન્ન કરવામાં આવશે.

બીજી શરત રાખી હતી કે પંડિતને નહિ બોલાવવામાં આવે, ત્રીજી શરત રાખી હતી કે દહેજ લેવામાં નહિ આવે, એટલે કે કોઈ પણ પક્ષ તરફથી દહેજ ની લેવડ દેવડ થશે નહીં. આજકાલ હજુ પણ અમુક ભારતના વિસ્તારોમાં કદાચ દહેજની લેવડદેવડ થતી હોય છે, પરંતુ આ લગ્નમાં એ પણ કરવામાં ન આવી.અને આ બંનેની ચોથી શરત એ હતી કે કન્યાદાનની વિધિ વખતે એક રૂપિયો અને શ્રીફળ આપીને વિધિ પૂર્ણ કરવામાં આવશે.

એટલે કે મોટાભાગના લગ્નમાં જે રીતે હોય છે તેમ નહીં પરંતુ તેનાથી વિરુદ્ધ આ બંને પતિ પત્ની ઓ એ આ શરતો રાખી અને તેના મા-બાપે ખુશી ખુશી આ શરતોને માની પણ લીધી.અને અમુક રિપોર્ટ અનુસાર જાનમાં પણ ગણતરીના લોકો ને જ સામેલ કરવામાં આવ્યા હતા. અને ખૂબ સાદગીથી જાન રવાના કરવામાં આવી હતી. તદુપરાંત લગ્નમાં આવેલા મહેમાનો જોડે થી કોઈપણ જાતનો ઉપહાર, ભેટ વગેરે સ્વીકારવામાં આવ્યું ન હતું. એટલે કે માત્ર એક રૂપિયો અને શ્રીફળ માં જ લગ્ન સંપન્ન થઇ ગયા.

ખરેખર આ બંને એ સમાજને એક મોટો સંદેશો આપ્યો છે, કે જેને દરેક પરિવારોએ સમજીને અમલ કરવાની જરૂર છે. કારણકે ઘણી વખત લગ્ન પ્રસંગ વખતે દેખાડો કરવામાં ઘણા લોકો પોતાની માથે દેવું કરી લેતા હોય છે, જે સમય જતા ચૂકવાતું નથી અને તેઓની સમસ્યાઓ વધવા લાગે છે.જો તમને પણ આ સંદેશ ગમ્યો હોય અને આ શરતો સાથે સહમત હોવ તો આ પોસ્ટ ને લાઈક કરી ને દરેક લોકો સુધી પહોંચાડજો એવી નમ્ર વિનંતી છે. જેથી દરેક લોકોને ખબર પડે કે આપણે કેટલો વ્યર્થ ખર્ચો કરી રહ્યા છીએ.

સાથે સાથે આપણા જ સમાજને એક નવી દિશામાં લઈ જવાની જવાબદારી આપણી જ છે.ત્યારબાદ મિત્રો આવી જ અન્ય માહિતી સામે આવી છે તો ચાલો.દર વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે બદલાતા વૈશ્વિક તાપમાનમાં એ સમયની માગ બની ગઈ છે. પરંતુ તેમ છતાં દર વર્ષે વૃક્ષારોપણ માટે જે જોશપૂર્વક પહેલ કરવામાં આવે છે તેટલી તે પછી તેના માટે તેના સંરક્ષણ માટે ધ્યાન અપાતું નથી. પરંતુ વૃક્ષારોપણની વાત જ્યારે સામાજિક રિવાજ સાથે જોડાઈ જાય છે ત્યારે પર્યાવરણના જતનની ઊજળી આશા ઊભી થાય છે.

આવી જ કંઈ વાત સામે આવી છે મધ્યપ્રદેશનાં ગ્વાલિયર શહેરથી, જ્યાં એક કન્યાએ લગ્ન પહેલા સાસરીપક્ષ સામે 100 વૃક્ષો રોપવાની માંગ કરી અને સાસરી પક્ષે આ શરત હોંશે હોશે વધાવી પણ લીધી. ત્યારે જોઈએ લગ્નની અનોખી ઉજવણીનો આ અહેવાલ.મધ્યપ્રદેશ નાં ગ્વાલિયર શહેરમાં થયેલા એક લગ્ન એ ખાસી ચર્ચા જગાવી છે. ગ્વાલિયરના ઈંદ્રમણિનગર રહેતા પંડિત અશોક દુબેની પુત્રી નીતુના લગ્ન મધ્યપ્રદેશનાં શ્યોપુર નિવાસી ડો. આશુ સાથે નક્કી થયા હતા. પરંતુ નીતુએ પોતાના ભાઈ કમલદુબેનાં માધ્યમથી વરપક્ષ સામે વૃક્ષારોપણની શરત રાખી.

ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી કન્યા નીતુએ વરપક્ષ સામે એ શરત રાખી કે, પહેલા વરપક્ષ તરફથી સો ફળદાર અને છાંયડો આપનાર વૃક્ષો રોપે. તે પછી જ તે જાન લઈને પરણવા આવે.પ્રકૃતિ સંરક્ષણની ચિંતા કરતી નીતુનું કહેવું છે કે, અખબાર અને ચેનલોમાં દરરોજ એ ખબર જોવા અને સાંભળવા મળે છે કે, દર વર્ષે અનેક લોકો ભીષણ ગરમીના કારણે મૃત્યુને ભેટી રહ્યાં છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકો એક બાલટી પાણી માટે તરસી રહ્યાં છે.

એ વાત તેણીને ઘણી  દુખી કરી રહી છે. આથી તે પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટા ભાગે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે. ત્યારે હવે તે પોતાના જ લગ્નમાં વૃક્ષારોપણ કરાવીને પર્યાવરણ માટે સારું કામ કરી શકે છે. તેની આ વૃક્ષારોપણની માગને તેના પતિ આશુ દીક્ષિત એક શરત તરીકે નથી જોઈ રહ્યાં પરંતુ તેને એક ઉમદા વિચાર ગણી રહ્યાં છે. જો કે આ તરફ નીતુની વૃક્ષારોપણની શરત વરપક્ષે હોંશે હોંશે વધાવી લીધી.

વરરાજા આશુ દીક્ષિતના પિતા પંડિત ઉપેન્દ્ર દીક્ષિત પોતે પણ પ્રકૃતિ સંરક્ષક છે. તેઓ સમયે સમયે વૃક્ષારોપણ કરે છે. આથી પુત્રવધૂની વૃક્ષારોપણની ઈચ્છા જાણીને તેમને પણ આનંદ થયો. તેમણે તરત જ પોતાના પુત્ર અને પુત્રવધૂનાં લગ્નપ્રસંગને વૃક્ષારોપણથી શોભાવવા ઈચ્છા દર્શાવી. એટલું જ નહીં સાસરી પક્ષ તરફથી સૌ વૃક્ષો રોપવા અને તેનું જીવનભર સંરક્ષણ કરવાનું વચન આપવામાં આવ્યું. વૃક્ષારોપણ એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. ત્યારે આવા શિક્ષિત યુવકોની પ્રકૃતિ સંરક્ષણની પહેલથી ધરતી ફરી વાર નંદનવન બની શકે છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.