પીરિયડ્સ નાં અનિયમિત ટાઈમિંગથી કંટાળી ગયાં છો તો કરીલો આ ખાસ ઉપાય,થશે ઘણી રાહત…..

0
348

એક તંદુરસ્ત મહિલાના શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોરોન જેવાં ત્રણ હોર્મોન્સ રહેલા હોય છે. આ હોર્મોન્સમાં ફેરફાર થવાથી અનિયમિત માસિકની સમસ્યા ઉત્પન્ન થાય છે. હોર્મોન્સમાં પરિવર્તન થવાથી એકા એક વજન વધે છે અથવા ઘટે છે. ધુમ્રપાન, કોફી અને દવાની અતોશયોક્તિથી પણ આ પ્રકારની સમસ્યાનું સર્જન થાય છે. અનિયમિત પીરિયડ્સમાં સ્ત્રીઓનું માસિક એક કે બે મહિનામાં માત્ર એકવાર અથવા એક મહિનામાં બે-ત્રણ વાર થવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાથી બીજી અનેક પ્રકારની સમસ્યા ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે. માટે આ તકલીફ્થી બચવા માટે ઉપાય કરવા જોઇએ. તમારા રોજિંદા આહારમાં અમુક ખાધ્ય પદાર્થનો સમાવેશ કરવાથી આ સમસ્યાનો નિકાલ કરી શકાય છે.

તેમાં કોઈ શંકા નથી કે છોકરીઓને દર મહિને પીરિયડ્સની સમસ્યામાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન, તેઓને ખૂબ પીડા પણ સહન કરવી પડે છે. આનાથી તેમના શરીરમાં લોહીનો અભાવ પણ થાય છે. કેટલીકવાર એવું બને છે કે જો પીરિયડ્સ નિયમિત રીતે ન આવે, તો તે સમસ્યાને વધારે બનાવે છે. આવી સ્થિતિમાં, તમે અનિયમિત પીરીયડની સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. હા, આજે અમે તમને જણાવા જઈ રહેલા ઘરેલુ ઉપાય તમારા માટે ખૂબ મદદગાર સાબિત થશે. નોંધપાત્ર વાત એ છે કે તમે આ સમસ્યાને દૂર કરવા માટે આદુનો ઉપયોગ પણ કરી શકો છો.

આ માટે પહેલા આદુ પીસીને તેનો પાવડર બનાવો. ત્યારબાદ તેને પાણીમાં ઉકાળો. તે પછી તેમાં એક ચમચી ખાંડ નાખો. અંતે આ મિશ્રણનું સેવન કરો. આ ચોક્કસપણે તમારી સમસ્યા હલ કરશે. આ સિવાય તમે કાચા પપૈયાનો રસ પણ લઈ શકો છો. આના કારણે પીરિયડ્સ નિયમિત રીતે આવે છે અને પીરિયડ્સ દરમિયાન થતી પીડા પણ ઓછી થાય છે.

તમારી માહિતી માટે, બતાવી દઈએ કે તલ અને ગોળ સમાન પ્રમાણમાં લેવાથી લોહીની કમી દૂર થાય છે. આ ઉપરાંત આ બંને વસ્તુનું સેવન કરવું પણ ખૂબ ફાયદાકારક છે. તમે ઇચ્છો તો હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે અડધી ચમચી હળદર લઈ દૂધમાં મિક્ષ કરીને પી લો.

તમારે લગભગ એક મહિના સુધી તેનું સેવન કરવું પડશે. આ ચોક્કસપણે તમારી અનિયમિત પીરીયડની સમસ્યાનું નિરાકરણ લાવશે. આનાથી શારીરિક નબળાઇ પણ દૂર થાય છે. જો તમે ઇચ્છો, તો તમે આમાંથી કોઈપણ વસ્તુ નું સેવન કરી શકો છો.

અનિયમિત પીરીયડ માટેના અન્ય ઘરેલુ નુસ્ખા :તજ :તજ માસિક ચક્રને નિયમિત કરવામાં અને માસિક દરમિયાન થતા સંકોચનને ઓછું કરવામાં ઉપયોગી બને છે. તેમાં રહેલા હાઇડ્રોક્સીકેલ્કોન ઇન્સ્યુલિનના લેવલને નિયમિત કરવા અને માસિક ચક્રને સમયસર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી તજનો પાઉડર મિક્સ કરી થોડા સપ્તાહ માટે પીવું. આ ઉપરાંત ચા તેમજ ભોજનમાં મિક્સ કરી તેમજ કાચું પણ ખાઇ શકાય છે.

તલ અને ગોળ :હોર્મોન્સ બેલેન્સ કરવામાં મદદરૂપ બને છે તેમજ માસિક નિયમિત કરવામાં સહાયકરૂપ બને છે. તે શ્રેષ્ઠ હોર્મોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ગોળ પણ પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે. ગોળનો એક કટકો ખાવાથી પણ માસિક નિયમિત બને છે. તેમજ સૂકા તલનો ભૂકો અને ગોળ મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી અને થોડા મહિના સુધી ખાલી પેટ ખાવું. પરંતુ ધ્યાન એ રાખવું કે માસિક દરમ્યાન આ પ્રયોગ ન કરવો.

ધાણા :તેના ઇમમેનાગોગ્સ ગુણના કારણે માસિક ચક્રમાં સહાયક બને છે. તેના માટે બે કપ પાણીમાં એક ચમચી ધાણા ત્યાં સુધી ઉકાળવા જ્યાં સુધી તે ઉકળીને એક કપ ન થાય, આ પાણીને માસિકના થોડા દિવસો પહેલા લેવું અને દિવસમાં ૩ વાર પીવું.

વરિયાળી :વરિયાળી અનિયમિત માસિક માટે ખૂબ જ ઉપયોગી ષધ છે. શક્તિશાળી ઇમમેનાગોગ્સની હાજરીના કારણે તે માસિક ચક્રમાં મદદ કરે છે. ૨ ચમચી વરિયાળી રાતે પાણીમાં પલાળી સવારે એ પાણી ગાળીને પી જવું. અમુક મહિનાઓ સુધી આ પ્રયોગ કરવો.

ગાયનું ઘી :સંસ્કૃતમાં ફળ એટલે સંતાન. ફળઘૃત ને આયુર્વેદમાં સંતાનનું વરદાન આપનાર ઔષધ માનવામાં આવે છે. આયુર્વેદમાં દેવોના વૈદ્ય અશ્વિની કુમારોએ આ ઘી બનાવ્યું હોવાની માન્યતા છે. વૈદ્ય પ્રવીણભાઈ હીરપરા જણાવે છે, “ગર્ભાશયને લગતી કોઈપણ સમસ્યામાં ફળઘૃત રામબાણ ઈલાજ છે. ગાયના ઘીમાં 45 જેટલા ઔષધો મિક્સ કરીને આ ઘી તૈયાર કરવામાં આવે છે. પ્રેગનેન્સીથી માંડીને અનિયમિત માસિક સુધી બધી જ સમસ્યામાં આ ઘીથી ઘણા સારા રિઝલ્ટ મળે છે.”

જો હાર્મોન ડિસબૈંલેસ છે તો ડૉક્ટર તમને હોર્મોન અંગે સલાહ આપશે જે માસિક ધર્મને રેગ્યુલર કરવાની સાથે હોર્મોન્સનું સ્તર પણ સંતુલનમાં લાવશે. પણ, આ સિવાય તમારા ડૉક્ટર દ્વારા નિર્દેશિત તણાવ ઓછા કરવાની કસરત પણ કરો.