પાવરબેન્ક સાથે રાખનાર માટે આંખ ઉઘાડનાર કિસ્સો, યુવતીનો જીવ મુકાઈ ગયો જોખમમાં, જુઓ તસવીરો…

0
956

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને મિત્રો તમે આજે જાણશો કે કેવી રીતે એક પાવર બેંક એ એક મહિલા ની જાન લીધી , તો ચાલો વાહલા મિત્રો જાણીએ સુ થયું એ મહિલા જોડે.

આજકાલ મોબાઈલ ફોન સંચારનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ગયું છે અને આ મોબાઈલ ફોન ફક્ત વાતચીત જ નહીં પણ મનોરંજનની સાથે સાથે સંદેશાવ્યવહારનું એક મહાન માધ્યમ પણ બની ગયું છે. આજે વધારે પ્રમાણમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે.  મોટેભાગે બસ, ટ્રેન, મેટ્રો, કારમાં વિડિઓ જુએ ​​છે અને કાન માં ઇયર ફોન્સ વડે ગીત સાંભળે છે, વોટ્સએપ અને ફેસબુક દરેક યુવાનોના હૃદયના ધબકારા બની ગયા છે, મુસાફરી દરમિયાન બાળકો પણ રમતો રમે છે, મોબાઇલ બેટરીનો ખર્ચ ઝડપી થાય છે અને આવા સ્થળોએ બેટરી ચાર્જ કરવી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ તમે પાવર બેંકનો ઉપયોગ કરીને  ફોને ચાર્જ કરી શકો છો.

ખરેખર તે એક ખાસ પ્રકારની બેટરી છે.  જે તમે ગમે તે સમયે વાપરી શકો છો, તે ખૂબ જ સરળ છે.  તમે તેને ઘરે જ ચાર્જ કરવાનું રહેશે અને પછી જો જરૂરી હોય તો તેમાંથી તમારો મોબાઇલ ચાર્જ કરો.  તમે પાવર બેંક થી ગમે ત્યાં ચાર્જ કરી શકો છો. આજે દરેક જણ પાવર બેંકનો ઉપયોગ મોબાઇલ ફોનને ચાર્જ કરવા માટે કરી રહ્યા છે કારણ કે તેના દ્વારા તમે કોઈપણ સમયે ગમે ત્યાં સરળતાથી તમારા ફોનને ચાર્જ કરી શકો છો, પરંતુ આપણામાંથી ઘણા લોકો આ વસ્તુને જાણે છે, કે આ પાવર બેંક પણ તમારો જીવ લઈ શકે છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે કોઈનું મૃત્યુ થતું હોય ત્યારે મૌત તેને કેહવા રહેતી નથી જેના મૃત્યુ લખાયેલ છે, તે નિશ્ચિતરૂપે તે મૃત્યુ પામે છે તેથી, જે કેસ હાલમાં જાણવામાં આવ્યો છે તે એવી વસ્તુ છે જેમાં એક પાવર બેંકે પોતે જ એક છોકરીની હત્યા કરી હતી.  અમે તમારી સગવડ માટે જે પાવર બેંક ખરીદો છો, તે જ ગેજેટ કેટલીકવાર દુર્ભાગ્યે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.  આ પાવર બેંક તમારા જીવન માટે જોખમી બની શકે છે.  હા, એક નાઇજિરિયન યુવતી સાથે પણ આવું જ કંઈક થયું.

ખરેખર કંઈક એવું બન્યું કે નાઇજીરીયાની એક યુવતી, જ્યારે તેની પાવર બેંક થી ચાર્જ કરતી હતી, ત્યારે તેને તેની છાતી પર રાખી સૂઈ ગઈ.  પાવર બેંક થી ચાર્જ કરતી વખતે, તે વધુ ગરમ થઈ ગઈ , તેની ત્વચા બળી ગઈ અને પછી તેને ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો અને તેની નિંદ્રામાં અવસાન પામી.

જ્યારે બીજા દિવસે સવારે તે બન્યું અને તેના માતાપિતા તેને જગાડવા માટે આવ્યા, ત્યારે તે મૃત હાલતમાં મળી આવી હતી અને તેના પર લગાવેલી પાવર બેંક તેના શરીરમાં ઘૂસી ગઈ હતી , તેણે મહિલા નો જીવ લીધો  જેનાથી શરીર પર ઘણા મોટા ઘા થઈ ગયા હતા, તેથી જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખૂબ જ સાવચેતી પૂર્વક વાપરવું જોઈએ.

સ્માર્ટ ફેનની બેટરી ખતમ થઇ જાય અને આપણા કામ અટકી જાય તેવામાં પાવર બેંક સૌથી મોટો સહારો હોય છે. તમે કોઇ એવી જગ્યાએ જાઓ જ્યાં વીજળી ન હોય અને ફેનને ચાર્જ કરવાની સુવિધા ન હોય ત્યારે પાવર બેંક તમારી સમસ્યાનું સમાધાન કરી દેશે. પરંતુ માર્કેટમાં હવે અઢળક નકલી પાવર બેંક પણ ફ્રતી થઇ ગઇ છે અને આવી પાવર બેંકને ઓળખવી મુશ્કેલ હોય છે.

નકલી પાવર બેંકથી ખતરો એ રહેલો છે કે, જ્યારે તમે તમારા મોબાઈલ ફોનને પાવર બેંક સાથે આખી રાત કનેક્ટ કરો તો ગરમ થઈને તે ફાટવાના ચાન્સીસ રહેલા છે જ્યારે નકલી પાવર બેંક તમે ઓવર નાઈટ ચાર્જ કરો ત્યારે પણ આ જ રીતે ફાટવાનો ડર છે. માટે બને ત્યાં સુધી વિશ્વસનીય બ્રાન્ડની પાવર બેંક જ વાપરો.

પાવર બેંક ખરીદતા પહેલાં કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. ત્યારે જાણો નકલી અને અસલી પાવર બેંક વચ્ચનો તફવત જાણવો જરૂરી છે.સૌથી પહેલાં એ ચેક કરો કે પાવર બેંક પર બ્રાન્ડનું નામ લખ્યું છે કે નહીં. જો કોઇ બ્રાન્ડનું નામ ન દેખાય તો સમજી લો કે પાવર બેંક નકલી છે.પાવર બેંક ખરીદતી વખતે તેના વજન પર ખાસ ધ્યાન આપવું જોઇએ. ૫૦૦૦ એમએએચ ક્ષમતાવાળી નકલી પાવર બેંક પણ વજનમાં હળવી હશે. ત્યારે પાવર બેંક હળવી જણાય તો સમજી જવું કે તે નક્લી છે. અસલી પાવર બેંક થોડી વજનદાર હોય છે. જો તમે ૫૦૦૦ કે ૧૦૦૦૦ એમએએચ ક્ષમતાવાળી પાવર બેંક ખરીદશો તો તે વજનદાર હશે.

કિંમત પરથી પણ તમે પાવર બેંક અસલી છે કે નકલી તે જાણી શકો છો. મોટા ભાગે નકલી પાવર બેંકની કિંમત સાવ સસ્તી હોય છે. ત્યારે સસ્તાના ચક્કરમાં તમે પણ ક્યાંક નકલી પાવર બેંક તો નથી વાપરી રહ્યાંને! એ જાણવું ખૂબ જરૂરી છે.ખાસ ધ્યાન રાખવું કે બજારમાં મોટાભાગની કંપનીઓની પાવર બેંક ૫૦૦૦ કે, ૧૦૦૦૦ એમએએચ કે પછી ૨૦૦૦૦ એમએએચ ની ક્ષમતાવાળી જ ઉપલબ્ધ છે. જો તમને બજારમાંથી ૧ લાખ કે ૫ લાખ એમએએચની ક્ષમતાવાળી પારવ બેંક ઓફ્ર કરવામાં આવી રહી છે તો સમજી જવું કે તે પાવર બેંક નકલી છે.

અસલી પાવર બેંક વજનદાર હોય છે અને તેમાં વધુ ફીચર્સ નથી હોતા. એટલે કે મ્યુઝિક પ્લેયર, ડિસ્પ્લે સ્ક્રીન, એલઇડી લાઇટ જેવા ફીચર્સ પાવર બેંકમાં નથી હોતા. જો તમે પણ આવી કોઇ પાવર બેંક ખરીદી હોય તો સમજવું કે તમારા પૈસા પાણીમાં ડૂબી ગયા.

પાવરબેંક ખરીદવા જઇ રહ્યા છો તો આ બાબતોનો ચોક્કસ ધ્યાન રાખો:તમે સ્માર્ટફોન કેટલો પણ મોંઘો ખરીદી લો પરંતુ બેટરી ઘણી ઓછી ચાલવા જેવી પરેશાનીથી તમે મુક્તી નહી મળી હોય. હા પાવર બેંક્સ આવ્યા બાદ થોડી પરેશાની જરૂર ઓછી થઇ છે. હવે સ્માર્ટફોનની સાથે સાથે પાવર બેંક સામાન્ય બાબત બની ગઇ છ. મુસાફરીમાં જતા સમયે આ બેંક કામમાં આવે છે. જો તમે પણ પાવર બેંક ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

ફોનથી વધારે કેપિસિટીની પાવરબેંક ખરીદો:ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. તમારા ફોનની બેટરીનું ધ્યાન રાખો અને તેનાથી વધારે કેપિસીટીની જ પાવર બેંક ખરીદો. તેનો ફાયદો એ છે કે તમે એકવાર પાવરબેંક ચાર્જ કર્યા બાદ કોઇ ચિંતા વગર મુસાફરી કરી શકો છો. ઓછામાં ઓછું એટલું હોય કે એક વખત ચાર્જ કર્યા બાદ તમે તમારા ફોનને બે વખત ચાર્જ કરી શકો.

બ્રાંડેડ કંપનીની પાવર બેંક જ ખરીદો:માર્કેટમાં ઘણા પ્રકારની પાવર બેંક ઉપલબ્ધ હોય છે. શક્ય છે કે કેટલીક નાની કંપનીઓ તમને સસ્તામાં પાવર બેંક આપી રહી હોય. એવામાં જ્યાં સુધી શક્ય હોય કોઇ બ્રાંડેડ કંપનીનું પાવર બેંક જ ખરીદો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે પાવર બેંક મોંઘી ડિવાઇસ ચાર્જ કરવા માટે ખરીદી રહ્યા હો.

કરંટ ડ્રો ચેક કરો:પાવર બેંક ખરીદતા સમયે પાવર બેંકનું કરંટ ડ્રો પણ ચેક કરો. જુના સ્માર્ટફોન્સ પોતાની બેટરી ચાર્જ કરવા માટે 1 એમ્પીયર કરતા વધારેનો કરંટ નથી લેતા. આજકાલ નવી ડિવાઇસ 2.1 એમ્પીયર કરંટ ઇનપુટથી ચાર્જ થાય છે. તેના માટે તમે તમારી મોબાઇલ પર લખેલ કરંટ ડ્રો જુઓ. જ્યાં સુધી શક્ય હોય બે પ્રકારનાં યુએસબી પોર્ટ્સ 1A અથવા 2.1 A વાળા પોર્ટેલ ચાર્જર ખરીદો. અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એ.એચ પાવરની સાથે સાથે કરંટ ડ્રો પણ ખુબ જ કામની વસ્તું હોય છે.

બેટરીના પ્રકાર પર પણ ધ્યાન આપો:આ વાતો ઉપરાંત ધ્યાન આપો કે બેટરી કયા પ્રકારની છે ? લિથિયમ આયન છે કે લિથિયમ પોલીમર. લિથિયમ આયન સેલ્સ સસ્તા હોય છે અને સરળતાથી મળી જાય છે જ્યારે લિથિયમ પોલિમર સેલ્સ મોંઘા હોય છે. કોઇ સારી બ્રાંડની પાવર બેંક જ ખરીદો. થોડા પૈસા બચાવવા માટે સસ્તી પાવર બેંક ખરીદવી તમારા માટે નુકસાનકારક પણ હોઇ શકે છે.

પાવર બેંકના સેફ્ટી ઓપ્શન:પાવર બેંકની કેપેસિટી જ નહી તેની બિલ્ડ ક્વોલિટી પણ ખુબ જ કામની વસ્તું છે. નબળી બિલ્ટ ક્વોલિટી વાળી પાવર બેંક તમારા ડિવાઇસને ખરાબ કરી શકે છે. યોગ્ય બિલ્ડ ક્વોલિટીની સાથે તમારી પાવર બેંક ફોનને  ઝડપથી ચાર્જ તો કરશે જ સાથે સાથે લાંબો સમય સુધી ટકી પણ રહેશે.

ખરીદતા પહેલા પાવર ચેક કરો:માર્કેટમાં 5000 એમ.એ.એચ, 10,000 એમ.એ.એચ અને 20,000 એમ.એ.એચ ની જ પાવર બેંક મળે છે. જો કોઇ આનાથી વધારેની પાવર બેંક આપવાની વાત કરતું હોય તો સ્પષ્ટ છે કે તે તદ્દન ખોટી વાત છે.

આ બાબતોનું પણ રાખો ખાસ ધ્યાન:વજન: પાવર બેંક ખરીદતા સમયે વજન પર ધ્યાન આપો. નકલી પાવરબેંક વજનમાં હલ્કી હોય છે. જો પાવર બેંક નકલી હોય તો 5000 એમ.એ.એચ વાળી પાવર બેંક પણ વજનમાં હળવી હશે. એવામાં જો પાવર બેંક તમને વજનમાં વધારે હળવી લાગે તો તે ખરીદવાનું ટાળવું.એલ.ઇ.ડી લાઇટ : પાવર બેંક એવી ખરીદો જેમાં એલ.ઇ.ડી ઇંડિકેટર આપવામાં આવ્યું હોય. તેના પરથી જાણવા મળે છે કે તમારી પાવર બેંક કેટલા ટકા ચાર્જ થઇ ગઇ હોય અથવા તમારા પાવર બેંકમાં અત્યાર સુધી કેટલું ચાર્જિંગ બાકી છે.