પત્નીએ આપ્યો 8 વર્ષ બાદ પતિ ને દગો, પતિના મિત્ર સાથે જ બાંધ્યા શારીરિક સંબંધ અને કર્યું એવું કામ કે….

0
382

આજે આ કિસ્સામાં પતિ પત્ની અને વો નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિને 8 વર્ષના લગ્નના સમય ગાળા બાદ દગો આપી પતિના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલું રેકોર્ડિંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવાને 8 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો.

જો કે આ આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, આ આત્મહત્યા પાછળ ભરત મારુની પત્ની દક્ષા અને ભરતના જ મિત્ર જિગ્નેશ વચ્ચે પ્રેમ સંબંધો જવાબદાર છે. યુવકના મોત બાદ તેના પરિવારજનોને મોબાઈલ અને પેન ડ્રાઇવ મળ્યા છે, જેમાં યુવકની પત્ની દક્ષાના જિગ્નેશ સાથે પ્રેમ સંબંધ હોવાની ઓડિયો ક્લિપ મળતા પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આશરે આઠ વર્ષ પહેલા ભરતે દક્ષા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને ત્રણ વર્ષનો પુત્ર છે. દક્ષાના પહેલા લગ્ન ભરતના પાડોશમાં રહેતા એક વ્યકિત સાથે થયા હતા. પરંતુ તેને ભરત સાથે પ્રેમ થઈ જતા બંનેએ લગ્ન કરી લીધા હતા.

અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દીપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો.

તેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભરતની પત્ની દક્ષાને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું.આખરે આ મામલે ભરતની માતાએ પુત્રવધુ દક્ષા અને તેના પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાપીમાં એક શર્મસાર ઘટના બનવા પામી છે. પતિ તેની પત્નીને પોતાના મિત્રો સાથે સેક્સ બાંધવા માટે માંગણીઓ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં પતિ યુવતી સાથે પરાણે સેક્સ બાંધવા મજૂર કરતો જો યુવતી ના પાડે તો અન્ય યુવતી સાથે સેક્સ સંબંધ બાંધવાની ધમકી આપતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2011માં મુંબઈના ગોરેગાંવમાં રહતેા રયુમન બરજોરજી ચીવલવાલા સાથે પારડીમાં રહેતી સેજલ (નામ બદલ્યું છે)ના લગ્ન થયા હતા. લગ્ન પછી સેજલ પાસે સાસરીયા દ્વારા રૂ.5.50 લાખની દહેજની માગણી કરવામાં આવી હતી. તેમજ સેજલને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલું કરી દીધું હતું.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રયોમદ સાથે લગ્ન બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. જે હાલમાં મારી સાથે રહે છે. મારો પતિ આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, મુંબઇમાં એક જ રૂમમાં ચાર બિલાડીઓને ઉછેરી ગંદકી ફેલાવે છે. એટલું જ નહીં, તું તારા માતા-પિતા અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો ઘર છોડીને ભાગી જશે અને ફરી ક્યારેય પાછો નહીં આવે તેવી ધમકી આપે છે.

યુવતીએ ફરિયાદ કરી છે કે, મારો પતિ મને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે અને ધમકી આપે છે કે, જો હું તેમ નહીં કરૂ તો અન્ય યુવતી સાથે સંબંધ બાંધશે. તે મારા મિત્રને પણ તફલીફ આપી જાતિય સંબંધ બાંધવા માટે માગણી કરતો હતો. જોકે, અમે બંનેએ તેનો ઇનકાર કર્યો હતો.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તેની માસૂમ દીકરી પર મુંબઇમાં જાતિય સતામણી થઇ હતી ત્યારે એક પિતા તરીકે તે કશી જ મદદ કરતો ન હતો.

સસરા બરજોર ચીવલવાલા, સાસુ જરીન ચીવલવાલાએ મારા પાસે દબાણ કરીને રૂ.5.50 લાખ માગતાં મેં લોન લઇને આપ્યા હતા. આ રકમ લગ્ન પહેલા અપાઇ હતી. મારા માતા-પિતાને પણ મોંઘી ગિફટ તથા પૈસા આપવા માટે દબાણ કરાયું હતું.સહન કરવાની એક હદ વટી જતા સેજલ પુત્રી સાથે પિયર આવી ગઈ હતી અને પિયરમાં જ રહેવા લાગી હતી. યુવતીએ પારડી પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સાસરીયા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મિત્રો બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મદદની લાલચમાં પતિએ પત્નિને મિત્ર સાથે સેક્સ સંબંધ બંધાવ્યા, પછી આવ્યો એવો વળાંક કે જાણીને લાગી જશે આંચકો, મહુવા તાલુકાનાં એક ગામમાં પ્રેમિકાના વિરહમાં ઝઝૂમતા પતિ માટે તેની પત્નીએ ચોંકાવનારુ પગલું ભર્યું હતું. પત્નીએ પતિની પરણિત પ્રેમિકાને તેના જ ઘરેથી પોતાની સાથે ઘરે લઇ આવતાં ચકચાક મચી ગઇ હતી. ભાગેડુ પ્રેમિકાના પતિએ મહુવા પોલીસમાં ફરિયાદ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, લગ્નેતર સંબંધોમાં પતિ પત્નીના ઝઘડા આજના સમયમાં સામાન્ય બાબત છે. પરંતુ એક વ્યક્તિની પત્નીએ પોતાના પતિ માટે તેની પ્રેમિકાને ભગાડીને ઘરે લઇ આવી હતી. એટલું જ નહી પ્રેમિકાના સંતાનોને પણ સાથે લેતી આવી હતી.મહુવા તાલુકામાં બનેલો આ પ્રણય ત્રિકોણનો ઉકેલ લાવવો પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હિતેશ (નામ બદલ્યુ છે) અને જીગર (નામ બદલ્યુ છે) બંન્ને સારા મિત્રો હતા. હિતેશ ખેતીનું કામ કરતો હતો જ્યારે જીગર શાકભાજીનો વેપાર કરતો હતો. ત્રણ સંતાનના પિતા એવા હિતેશની આર્થિક હાલત નબળી હોવાથી જીગર અવારનવાર હિતેશને મદદ કરતો હતો. બે વર્ષ અગાઉ લાલચમાં આવેલા હિતેશે પોતાની પત્ની શીલાને (નામ બદલ્યુ છે) જીગર સાથે સંબંધ બાંધી આર્થિક રીતે લાભ લેવા મનાવી લીધી હતી. પતિની મરજીથી જ આ સંબંધો ચાલતા હોવાથી શીલાએ જીગરને પ્રેમ જાળમાં ફસાવી લીધો હતો.

બીજી તરફ જીગરની પત્ની રૂપા (નામ બદલ્યુ છે)ને આ સંબંધની જાણ થતાં શરૂઆતના આનાકાની બાદ એણે એના પતિનો પ્રેમ સંબંધ સ્વીકારી લીધો હતો. સમય જતાં હિતેશની આર્થિક સ્થિતિ સારી થતાં એણે તેની પત્ની શીલાને જીગર સાથે સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું. પરંતુ સમય જતાં જીગર અને શીલા પ્રેમ કરવા લાગ્યા હતા.

આ મામલે હિતેશ શીલાને માર પણ મારવા લાગ્યો હતો. હિતેશ શીલાને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમ મળવાનું ઓછું થતાં જીગર શીલાને મળવા માટે તડપવા લાગ્યો હતો. પતિ પ્રેમિકા વિના રહી શકતો ન હોવાના કારણે રૂપા શીલાના ઘરે પહોંચી હતી અને એ શીલાને સમજાવીને ઘરે લાવી હતી. રૂપાએ શીલાને કહ્યુ કે, તારા અને તારા બાળકોનું ભરણપોષણ મારો પતિ જ કરે છે તો તું મારા ઘરે રહેવા આવી જા.

પત્ની અને પ્રેમિકાને એક જ ઘરમાં જોઇને પતિ જીગર ખુશ થઇ ગયો હતો. બીજી તરફ પત્ની ભાગી જતાં હિતેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે મહિલા હેલ્પ લાઇન 181ના કાઉન્સિલની મદદથી બંન્ને મહિલાનું કાઉન્સિલિંગ કરાવી બાળકોનાં ભવિષ્ય માટે સંસાર ન તોડવા રાજી કરી લીધી હતી. અંતે સમાધાન થતાં પોલીસ બંન્ને દંપતિને પોતપોતાના ઘરે મોકલી દીધી હતી. જોકે, આ ઘટના સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.