પત્નીએ એક કારણને લીધે 6 મહિના સુધી ના બાંધ્યા સંબંધ, આવો આવો ખતરનાક અંત.

0
542

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

સવાલ: ૨૮ વરસનો છું. ૨૧ વરસની એક યુવતી સાથે મને પ્રેમ છે. અમે પહેલાં પાડોશી હતા. પરંતુ તેનો પરિવાર અમારા જેટલો શ્રીમંત ન હોવાથી મારા ભાઈઓ અમારા લગ્ન કરાવવા તૈયાર નથી. પરંતુ મને આ છોકરી સુંદર, પ્રેમાળ અને સમજું લાગે છે. ઘણીવાર મને લાગે છે કે હું તેની સાથે લગ્ન કરીશ તો લોકો શું વિચારશે? મારી મૂંઝવણ દૂર કરવાનો કોઈ ઉપાય દેખાડો.

જવાબ: તમારા સવાલ પરથી લાગે છે કે તમે તમારા જીવનના મહત્ત્વના અને અંગત નિર્ણયો બાબતે પણ તમારા પરિવાર પર આધાર રાખો છો. તમને એ છોકરી બધી રીતે યોગ્ય લાગતી હોય તો તમે તમારી મરજી મુજબ આગળ વધી શકો છો. આ તમારો અંગત મામલો છે અને એ યુવતી સાથે તમારે જીવન ગાળવાનું છે. શરૃઆતમાં આનો થોડો વિરોધ થશે. પરંતુ ધીરે-ધીરે મામલો શાંત પડી જશે. એ છોકરી તમારા જેટલી શ્રીમંત નથી આથી તમારા ઘરમાં એનું અપમાન થાય નહીં એ વાતનો ખ્યાલ રાખવાની તમારી ફરજ છે અને લોકો શું કહેશે એવો વિચાર કરી તમારું મન પાછું પડે તો મહેરબાની કરીને એવો કોઇ નિર્ણય લેતા નહીં. જેથી પસ્તાવું પડે. તમને લાગે કે એ યુવતીને તમે ખરા દિલથી ચાહો છો અને તમે તેને સુખી કરી શકશો તો જ લગ્ન કરો.

સવાલ:હું ૨૫ વરસની પરિણીત મહિલા છું. મારો પતિ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ હું તેનું કહ્યું માનું નહીં. તો તે મને એક જાનવરની જેમ મારે છે. તે એક સારા પરિવારનો છે અને તેની નોકરી પણ સારી છે. પરંતુ તેની આ આદતને કારણે જ મને તેના પર ધિક્કાર ઉપજે છે. માટે શું કરવું તે જણાવજો.શું તમે તમારા પતિ સાથે આ વિષય પર ચર્ચા કરી છે? કરી હોય તો આ બાબતે તેમનો ખુલાસો શું છે?

જવાબ:આ પાછળ કોઇ સાયકોલોજીકલ સમસ્યા હોઈ શકે છે.શું તેમણે કોઇ ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે? શું તેમણે તેમની માતાને તેના પતિ કે કોઇ બીજા અંગત સગા દ્વારા માર ખાતી જોઈ છે? તમારા પતિ શાંત હોય ત્યારે તેમની સાથે આ બાબતે વાત કરો અને તેમની પાસેથી આનું કારણ જાણવા પ્રયાસ કરો. શક્ય હોય તો તેમને કોઇ કાઉન્સેલર પાસે લઈ જાવ. આપણા સમાજમાં સ્ત્રીઓ સામે થતી હિંસા સામાન્ય છે. ઘણા પુરુષો પોતાનો અહમ સંતોષવા પણ આમ કરે છે. પરંતુ સ્ત્રીઓએ આનો સામનો કરવો જોઈએ. તમારે ઘરના કોઇ વડીલને આ બાબતની વાત કરીને ઉકેલ લાવવાની જરૃર છે. પરંતુ તમારા પતિને કોઇ મનોચિકિત્સક પાસે જરૃર લઈ જજો. તેમની સલાહથી પરિસ્થિતિ સુધરી જશે.

સવાલ:હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. લગ્નના પ્રથમ દિવસથી જ મને સેક્સમાં રસ નથી. મને સેક્સની ઇચ્છા જ થતી નથી. જોકે મને બીજા કોઈ સાથે અફેર નથી. પતિ સાથેના સંબંધો પણ સામાન્ય છે. પરંતુ લગ્નના છ મહિના પછી પણ અમારી વચ્ચે સંબંધ બંધાયો નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ:ઘણી સ્વસ્થ અને નોર્મલ સ્ત્રીઓને સેક્સમાં રસ હોય નહીં એવું બની શકે છે. આ પાછળ બાયોજીનિક કે સાયકોલોજીકલ કારણો હોઈ શકે છે. સંકુચિત માનસ ધરાવતા ઘરમાં ઉછેર થયો હોય એવી છોકરીઓ પણ સેક્સને ખરાબ નજરથી જોતી હોય છે. સેક્સ પાપ કે ખરાબ હોવાની માન્યતા તેમના મનમાં દ્રઢ થઈ ગઈ હોય છે. આ ઉપરાંત અમુક દવાઓને કારણે પણ આમ થઈ શકે છે. તમારે કોઇ થેરાપિસ્ટની સલાહ લેવાની જરૃર છે. યોગ્ય માર્ગદર્શન મળ્યા પછી બધુ ઠીક થઇ જશે. તબીબી તપાસ પછી યોગ્ય કારણ જાણ્યા પછી ઉપરવટ કરાવવાથી તમે સામાન્ય જીવન જીવી શકશો. ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ:હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. બીજા સંતાનના જન્મ પછી મેં કોપર-ટી બેસાડી હતી. આ પછી મારું વજન વધી ગયું છે. મારે મારું વજન ઉતારવું છે.યોગ્ય સલાહ આપશો.

જવાબ:કોપર-ટી અને વજન વધવા સાથે કોઈ સીધો સંબંધ નથી. પરંતુ કોપર-ટી બેસાડયા પછી સ્ત્રીઓ સેક્સ બાબતે નચિંત બની જાય છે. તેમ જ વધુ કેલેરી લેવા માંડે છે. આથી આડકતરી રીતે વજન અને કોપર-ટી વચ્ચે સંબંધ બંધાઈ જાય છે. તમારે તમારા આહાર પર નિયંત્રણ રાખવું જોઈએ અને નિષ્ણાત ડાયેટિશિયનની સલાહ મુજબ આહાર લેવાની શરૃઆત કરો. તેમ જ નિષ્ણાત પ્રશિક્ષકની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. તમે કોઇ જીમ કે યોગ ઇન્સ્ટિટયુટમાં નામ નોંધાવી શકો છો. ચાલવું, દોરડા કૂદવા અને સાયકલ ચલાવવી એ સારા વ્યાયામ છે.

સવાલ:મારી પત્નીની ઉંમર ૪૭ વર્ષ છે. તેને છેલ્લા નવેક મહિનાથી ખૂબ માસિક જતું હતું એટલે તે શરીરે સાવ જ નબળી પડી ગઈ હતી. તપાસ કરાવતાં ટ્યુબમાં અને ઈંડાં પેદા કરતી થેલીમાં કડક ગાંઠો થઈ ગયેલી. ડૉક્ટરે ઈંડાંની થેલી અને ટ્યુબ કાઢવાનું ઑપરેશન કર્યું છે. એ વાતને હવે દોઢ મહિનો થશે, પણ હજી તેની કામેચ્છા ઠીક નથી થઈ. પહેલાં તેને નબળાઈને કારણે મન નહોતું થતું એ સમજી શકાય એવું છે, પણ હવે બધું બરાબર થતાં કેટલો સમય લાગશે? ડૉક્ટરે ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજીયે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી? અમારાં બાળકો મોટાં છે અને હવે આગળ સંતાન નથી જોઈતાં. તો શું હવે ગર્ભનિરોધ ન વાપરીએ તો ચાલે?

જવાબ:લાંબા સમયની માંદગી અને નબળાઈ પછી વ્યક્તિની શારીરિક સ્થિતિ કથળી જાય એ સ્વાભાવિક છે. મહિનાઓની બીમારીમાંથી પાછા બેઠા થવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે. એટલે હજી માત્ર દોઢ મહિનો જ થયો છે. પહેલાં તો શરીરનો ઘસારો રિકવર થાય એટલી તંદુરસ્તી તો આવવા દો. બીજું, જ્યારે ઓવરી કાઢી નાખવામાં આવી હોય ત્યારે શરીરમાં સ્ત્રી-હૉર્મોન્સની કમી થઈ જાય છે. આને કારણે મેનોપૉઝ વખતે જેવી શરીર-મનની સ્થિતિ હોય એવી પેદા થાય છે. હૉર્મોન્સની અચાનક કમીને પણ સેટલ થવા માટે થોડોક સમય જોઈશે. લોહીની કમી હોય તો વિટામિન્સ, આયર્નની વધુ જરૂરિયાત પેદા થાય છે. મોટા ભાગે ગાયનેકોલૉજિસ્ટે આ દવાઓ આપી જ હશે. જો ન આપી હોય તો નબળાઈ માટે આ સપ્લિમેન્ટ્સ લખી આપવા ડૉક્ટરને કહો. થોડોક સમય જવા દો. સેક્સને બદલે રોજ માત્ર સંવનનમાં સમય ગાળો. રોમૅન્ટિક સમય પસાર કરવાથી આપમેળે મન થશે.જો સર્જરી દરમ્યાન બન્ને ઓવરી કાઢી નાખી હોય તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નથી. સ્ત્રીબીજ પેદા કરતું અવયવ જ ન હોય ત્યારે ગર્ભાશય હોય કે ન હોય, પ્રેગ્નન્સી રહી શકતી નથી. એ બાબતે ભલે નચિંત રહો, પણ કૉન્ડોમનો ઉપયોગ કરવાનું ટાળશો નહીં. કૉન્ડોમ માત્ર ગર્ભનિરોધ જ નથી, એમાં આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ હોય છે જે મૂવમેન્ટ દરમ્યાન ઘર્ષણ પેદા થવા નથી દેતું.

સવાલ:અમારાં લગ્નને હજી પાંચ જ મહિના થયાં છે. અને નવાં લગ્નને કારણે ઘણી વાર પિરિયડ્સ દરમ્યાન પણ નજદીકી આવી જાય છે. અમે બાળક ઇચ્છતાં નથી એટલે હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ લઉં છું. મને ક્યારેક વિચિત્ર લાગે છે, પણ મારા હસબન્ડને પિરિયડ્સ દરમ્યાન ઇન્ટિમસીની ઇચ્છા થાય છે. એકાદ વાર અમે આ સમય દરમ્યાન સંભોગ કર્યો પણ હતો. જોકે સમાગમ પછી એ દિવસે મને વધુ બ્લીડિંગ થયું. શું આ એબ્નૉર્મલ કહેવાય? પિરિયડ્સ દરમ્યાન સમાગમને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડેને? પિરિયડ્સ દરમ્યાન ઇન્ટર્નલ ડૅમેજ થાય એવું સંભવ છે? આવું કરવાનું કેટલું સેફ છે?

જવાબ:નવાં લગ્ન થયાં હોય ત્યારે યુગલોમાં માસિક દરમ્યાન પણ સંબંધ બાંધવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવાથી થોડુંક બ્લીડિંગ વધારે થાય તો એનાથી ગભરાવા જેવું નથી. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સમાગમ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો અોવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે. પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવો સુરક્ષિત છે, પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સમાગમ કરવામાં વધુ આનંદ આવતો હોય છે. પિરિયડ્સ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ-ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ ઇઝ મસ્ટ.

જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.

સવાલ: હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.

જવાબ: યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય. લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરો. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ: હું ૨૬ વર્ષની યુવતી છું. નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું.

જવાબ:તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે. જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.

સવાલ:હું ૨૭ વર્ષનો યુવક છું. શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.

જવાબ:તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.

સવાલ: હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું. મારા બંને બાળકો ૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરીના સ્વભાવથી દુ:ખી છું. બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં. કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે. અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.

જવાબ:તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે.આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે.વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી. તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો. તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.

સવાલ:૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે. હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.

જવાબ:પતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.

સવાલ:હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે. હું શું કરું.

જવાબ:તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.

સવાલ:વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ. શું કરીએ.

જવાબ: તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.