પતિને ધંધે મોકલીને પત્ની તેના પ્રેમીને ઘરે બોલાવતી, સાંજે ઘરે આવેલા પતિએ બેડરૂમમાં જોઈ લીધું એવું કે કુહાડી લઈને તૂટી પડ્યો, હોશ ઉડાવતો બનાવ..!

પતિને ધંધે મોકલીને પત્ની તેના પ્રેમીને ઘરે બોલાવતી, સાંજે ઘરે આવેલા પતિએ બેડરૂમમાં જોઈ લીધું એવું કે કુહાડી લઈને તૂટી પડ્યો, હોશ ઉડાવતો બનાવ..!

આ આખી દુનિયા વિશ્વાસ અને ઈમાનદારીના ભરોસે ચાલે છે, જો એક બીજા વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ મૂકવામાં ન આવે તો કોઈ પણ વ્યક્તિની પ્રગતિ થતી નથી. પરંતુ અત્યારે ઘણા બધા વ્યક્તિઓ વિશ્વાસ તોડીને આગળ નીકળી જાય છે અને તે અન્ય વ્યક્તિઓને પણ નીચા દેખાડવા માટે ન કરવાના કામો પણ કરી બેસતા હોય છે..

લગ્ન જીવનમાં પણ જો પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ ન હોય તો લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી, અત્યારે એક પતિ અને પત્નીના સુખી લગ્નજીવન ઉપર આફતોના આભ ફાટી નીકળ્યા છે, આ મામલો કરચાલી વિસ્તાર પાસે આવેલી ઈશ્વર નગર સોસાયટીની છે. આ સોસાયટીમાં ઉમેશ કુમાર નામનો યુવક તેની પત્ની રત્નાની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો..

ઉમેશકુમાર રબર બનાવવાની ફેક્ટરી ચલાવે છે, તે સવારના સમયે જ પોતાના ધંધે ચાલ્યો જતો હતો અને મોડી રાત્રે તે પોતાની ઘરે પરત આવતો, તેના લગ્ન થયા તેના માત્ર ત્રણ જ વર્ષો વીત્યા છે. અને આ સમયની અંદર અંદર જ તેની પત્નીએ ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો છે. તે જ્યારે સવારે તેના ધંધે જવા માટે નીકળી ગયો ત્યારબાદ તેની પત્ની રોજ રોજ તેના પ્રેમીને પોતાને ઘરે બોલાવતી હતી..

અને તેની સાથે આખો દિવસ દરમિયાન સમય વિતાવતી હતી. રત્ના એક પણ વાર તેના પતિ ઉમેશનો વિચાર કર્યો નહીં કે ઉમેશ બિચારો આખો દિવસ તનતોડ મહેનત કરીને તેના દરેક સ્વપ્નને પૂરા કરવા માટે મહેનત અને મથામણ કરી રહ્યો છે, જ્યારે બીજી બાજુ રત્ના તેના પતિને પ્રેમ કરવા ને બદલે તેના અન્ય પ્રેમી ને ઘરે બોલાવીને ખૂબ જ ખરાબ કારનામાઓ પણ કરવા લાગી હતી..

આ બાબતની જાણકારી કોઈપણ વ્યક્તિને હતી નહીં એક દિવસ સાંજના સમયે અચાનક જ ઉમેશ ઘરે વહેલા આવી ગયો હતો અને ત્યારે તેણે ઘરની અંદર ઘુસતાની સાથે જ તેના બેડરૂમની અંદર એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેનો પિત્તો ફાટી ગયો અને તે કુહાડી લઈને તેની પત્ની ઉપર તૂટી પડ્યો હતો..

તે જ્યારે ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેણે જોયું કે, કોઈ અજાણ્યા વ્યક્તિના ચપ્પલ તેના ઘરની બહાર પડ્યા છે. તેને લાગ્યું કે ઘરે કોઈ મહેમાન આવ્યું હશે પરંતુ જ્યારે ઘરના બેડરૂમની અંદર પ્રવેશ કર્યો ત્યારે ઉમેશ કુમારની પત્ની રત્ના તેના પ્રેમી સાથે બેડ ઉપર સૂચેલી નજરે ચડી હતી અને તેના પ્રેમી સાથે ખૂબ જ ખરાબ હાલતમાં દેખાઈ આવતાની સાથે જ ઉમેશકુમારએ પિત્તો ગુમાવી દીધો..

અને તેના રૂમની બહારની બાજુએ પડેલી કુહાડી લઈને તે તેની પત્ની ઉપર તૂટી પડ્યો હતો અને તેનું કાસળ કાઢી નાખ્યું હતું, આ મામલામાં રત્ના લોહી લુહાણ થઈ ગઈ હતી, આસપાસના પડોશીઓ થઈને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પણ લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી..

તો બીજી બાજુ જ્યારે આ ઘટના બની ત્યારે રત્નાનો પ્રેમી તાત્કાલિક ધોરણે આ ઘર મૂકીને ત્યાંથી રવાના થઈ ગયો હતો. સુખી લગ્ન જીવનમાં પણ વધુ એક પ્રેમ પ્રકરણ અડચણરૂપ બનતાની સાથે જ અત્યારે એક મહિલાનો જીવ ગયો છે, રોજબરોજ આવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ જ્યારે આવા બનાવો આપણે સાંભળીએ ત્યારે આપણું પણ મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

અને આપણે પણ વિચારવા મજબૂર બની જઈએ છીએ કે, હવે આગળના સમયમાં આવા બનાવો ક્યારે બનવાના ઓછા થશે, હકીકતમાં આ મામલો ખૂબ જ હોશ ઉડાવતો સાબિત થઈ ગયો છે, આવા બનાવો ભલભલા લોકોને વિચારતા કરી દેતા હોઈ છે..

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *