પત્નીને હવે પોતાનોજ પતિ ગમતો ન હતો બન્ને વચ્ચે 12 વર્ષનો તફાવત હતો, પત્નીને કરી નાખી પતિની આવી હાલત…….

0
284

મિત્રો ઘણા પતિ અને પત્ની ના એવા સબંધ હોય છે જેમાં એક બીજા જોડે બનતી નથી અને તેમના માં જગડા થતા હોય છે અને બેવ બચ્ચે નફરત પેદા થતી હોય છે આવા ઘણા કિસ્સા છે આપણા દેશ માં પરંતુ મિત્રો આજે અમે એક કિસ્સા વિશે જણાવા જઇ રહ્યા છે પત્ની એ કરી હતી પતિ ની હત્યા તો ચાલો મિત્રો જાણીએ.બરેલીમાં સુપારી આપીને કોલેજનાં પ્રોફેસર અવધેશની હત્યા કરનારા હિસ્ટ્રીશીટર ચીકૂએ પોલીસની પુછપરછ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

તેણે જણાવ્યુકે, વિનીતા પોતાના પતિને એટલી નફરત કરતી હતી કે, તેની હત્યા બાદ તેની સામે જ તેની લાશને ઘણી લાતો મારી હતી.પત્ની એ બધો જ ગુસ્સો તેના પતિ પર કાઢી નાખ્યો અને પતિ ની હત્યા થી ખુશ થઈ.પોલીસ તપાસ મુજબ, ઉંમરમાં મોટું અંતર અને સરળ મીજાજી અવધેશનું લગ્ન જીવન કરાબ બનાવી દીધુ હતુ. અવધેશ 43 વર્ષ તો વિનીતા ઉર્ફે બિંદુ ફક્ત 31 વર્ષની જ હતી. બ્યુટીપાર્લર ચલાવતી વિનીતા બિંદાસ જીવન જીવવાની આદી હતી.

સરકારી નોકરીનાં ચક્કરમાં 12 વર્ષ પહેલાં વિનીતાએ અવધેશ સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તેમના વિચારો ક્યારેય મેલ ખાતા ન હતા.આમ ક્રૂર સ્વભાવ વાળી પત્નીએ કરી પતિ ની હત્યા જે કાનૂની અપરાધ છે અને આ માટે તેને સજા મળશે.મૈનપુરીના વેબરમાં લગ્ન કરનાર વિનિતાની બહેન જ્યોતિએ પણ છ વર્ષ પહેલા પતિને છોડી પિયર રહેવા લાગી હતી. ઘણીવાર તે તેની બહેન પાસે રહેવા માટે બરેલી આવતી હતી.

ત્રણ મહિનાથી તે સતત બરેલીમાં રહેતી હતી. આ પછી, અવધેશની મુશ્કેલીઓમાં વધારો થયો.અવધેશની માતા અન્નપૂર્ણાએ આક્ષેપ કર્યો છે કે બંને બહેનોનું વર્તન સારું નહોતું. પુત્ર કોલેજમાં જતાની સાથે જ કેટલાક લોકો ઘરે આવતાં હતાં. પડોશીઓને ચેતવણી આપ્યા બાદ દીકરાએ ઘરમાં બહારનાં લોકોને ઘણીવાર પકડ્યા, ત્યારબાદ પત્ની અને સાળી તેના પર સવાર થઈ.અવધેશે તેમને 20 દિવસ પહેલા ફોન પર સતત બગડી રહેલી પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું,

ત્યારે તેણે વિચાર્યું હતું કે, તે દિવાળી પર પરિવાર સાથે ઘરે આવશે ત્યારે તે પુત્રવધૂ સાથે વાત કરશે પણ તે પહેલાં જ તેણીએ તેની હત્યા કરી હતી.હત્યારા ચિકુ વિરુદ્ધ 14 કેસ.પોલીસે ફરિહાની પાયલ જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરેલાં ઘરેણા શેરસિંહ ઉર્ફે ચીકુ પાસથી કબજે કર્યા છે. તે 4 અને 5 ડિસેમ્બર, 2019 ના રોજ ચોરી કરી હતી. ચીકુ નારખી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે.

તેની સામે હત્યા, લૂટ અને ચોરી સહિત ગેંગસ્ટર, ગુંડા એક્ટ સહિત લગભગ 14 મામલા નોંધાયેલાં છે.કોલેજમાં થઈ શોક સભા.કુંવર ઢાકન લાલ ઈન્ટર કોલેજ સહોડાના હિન્દી પ્રવક્તા અવધેશ કુમારની હત્યાની માહિતી અંગે સોમવારે કોલેજમાં એક શોકસભા મળી હતી. મેનેજર મહિપાલસિંહે કહ્યું કે અવધેશ ખૂબ સૌમ્ય પ્રવક્તા હતા. આચાર્ય પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે હત્યાની માહિતીથી સમગ્ર કોલેજનો સ્ટાફ ચોંકી ગયો છે.

આમ આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.ત્યારબાદ મિત્રો આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી, બનાવી એવી વાર્તા કે દિયર ભરાઈ ગયો તો ચાલો મિત્રો જાણીએ.રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ

પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે. તારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી

જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે.બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા.

અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.જેના આઘારે 8 મી નવેમ્બરે જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.આમ મિત્રો ઘણા કિસ્સા આવા જોવા મળતા હોય છે.