દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે અગમ્યા કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. આ ઘટનાની જાણ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પંચનામું કર્યા બાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુરના રથનગરના બુધોલીયા વિસ્તારમાંથી સામે આવી રહી છે.
સુસાઈડ કરનાર યુવકનું નામ શિવા હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે શિવાએ અગમ્યા કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. પરિવારના સભ્યો જ્યારે દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું ત્યારે તેઓ ચોકી ઉઠ્યા હતા.
પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. શિવા ત્રણ ભાઈઓમાં બીજા નંબરે આવે છે. શીવાએ કયા કારણોસર સુસાઇડ જેવું પગલું ભરી લીધું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેના સુસાઇડ પાછળનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.