પરીઓ જેવી સુંદર લાગે છે બોલિવૂડનાં આ સિંગરની પત્ની,નંબર ત્રણ તો છે સૌથી વધુ હોટ

0
192

બૉલીવુડમાં ફિલ્મો હિટ થવા માટે ઘણી બધી વસ્તુઓ મહત્વની હોઇ છે એ પછી એક્શન હોઈ કે રોમેન્સ એમાં સૌથી વધારે ગીતો સાંભળવામાં વધારે મજા આવતી હોય છે.જોકે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારા સિંગરની ખોટ નથી. ઈન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા દિગ્ગજ સિંગર રહેલા છે. જેમની દુનિયા દિવાની છે. સોનુ નિગમ, ઉદીત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોશાલ વગેરે એવા ખૂબ જ સારા સિંગરના ઉદાહરણ છે. જેને લોકો સાંભળવાનું પસંદ કરે છે. તેમના અવાજ લોકોના દિલો પર એક ખાસ છાપ છોડે છે. પોતાના મહેનતના દમ પર આ લોકોએ આજે એક અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. તેમનો અવાજ સાંભળતા જ લોકો પોતાના પસંદગીના સિંગરને ઓળખી લે છે.

પરંતુ શું તમે ક્યારેય તેમની સુંદર પત્નીઓને જોઈ છે ? બોલિવૂડમાં એવા સિંગર્સ રહેલા છે જેમની પત્નીઓ કોઈ અપ્સરાથી ઓછી નથી. હકીકતમાં આ સિંગર્સની પત્નીઓ લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરતી નથી તેથી ઘણા જ ઓછા લોકો તેમના વિશે જાણતા હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના અમુક મશહૂર સિંગર્સની સુંદર પત્નીઓ વિશે જણાવીશું. તેમની સુંદરતા આગળ તો બોલિવૂડની અભિનેત્રીઓ પણ કંઈ નથી.

આતીફ અસલમઆતીફ અસલમ એક એવા સિંગર છે જેમણે પોતાના અવાજનો જાદુ ફક્ત પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ બતાવી ચૂક્યા છે. ભારતમાં પણ આતિફ અસલમના કરોડો ફેન્સ રહેલા છે. જેટલો પ્રેમ તેમને પાકિસ્તાનના લોકો કરે છે તેમનાથી ઘણો વધારે પ્રેમ તેમને ભારતના લોકો કરે છે. આતીફ અસલમ એ બોલિવૂડમાં અનેક હીટ ગીતો આપ્યા છે. વર્ષ ૨૦૧૩ માં આતિફ એ સારા સાથે લગ્ન કર્યા હતા. સારા પાકિસ્તાનના લાહોર શહેરની રહેવા વાળી યુવતી છે. જેમકે તમે જોઈ શકો છો કે સારા ખૂબ જ સુંદર છે અને તે પોતાની સુંદરતાથી મોટી મોટી હીરોઈનોને માત આપે છે.

આતિફ અસલમે જણાવ્યું છે કે તેમની પાસે સંગીતની કોઈ પ્રારંભિક ઓપચારિક તાલીમ નહોતી, અને તે રમતમાં એક કરતા વધારેમાં સંગીતની કારકિર્દી બનાવવાના વિચારમાં અસ્પષ્ટ હતો. તેમના કોલેજના દિવસો સુધી જ તેમણે વિવિધ મ્યુઝિકલ સ્પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લેવાનું શરૂ કર્યું અને આખરે તેના મિત્રો દ્વારા પોતાને સંગીત ઉદ્યોગમાં સ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું છે કે નુસરત ફતેહ અલી ખાનની કૃતિ તેમની પ્રથમ સંગીતની પ્રેરણા હતી.

આતિફ અસલમની કારકિર્દીની શરૂઆત બેન્ડ જલની રચનાથી અને 2003 માં પાકિસ્તાનમાં ગોહરમુમતાઝ સાથે ‘ આડત ‘ ગીત રજૂ કરવાથી થઈ હતી. આ ગીતનું મૂળ સંસ્કરણ ગોહર મુમતાઝ દ્વારા લખાયું હતું અને આતિફ અસલમે ગાયું હતું. તે દરમિયાન, આતિફ અસલમ જલના મુખ્ય ગાયક હતા. તેણે 17 વર્ષની ઉંમરે પોકેટ મની સાથે આડત રેકોર્ડ કરી. બેન્ડ દ્વારા 2003 માં ઇન્ટરનેટ પર ગીત રજૂ કરાયું, જે યુવા ગીત બની ગયું.જલથી અલગ થયા પછી, 17 જુલાઈ 2004 ના રોજ, અસલમે સરમદ અબ્દુલ ગફૂર દ્વારા ઉત્પાદિત જલ પરી નામનું પોતાનું પહેલું આલ્બમ બહાર પાડ્યું , જેમાં 11 ટ્રેક હતા , જે ત્વરિત હિટ હતું. આલ્બમે 2005 માં “બેસ્ટ આલ્બમ” ની કેટેગરીમાં ચોથો લક્સ સ્ટાઇલ એવોર્ડ પણ જીત્યો.

સોનુ નિગમસોનુ નિગમ બોલિવૂડના એક મશહૂર સિંગર છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે ઘણા હિટ ગીતો આપ્યા છે. સોનુના અવાજે લોકોના દિલો પર એક અલગ જ છાપ છોડેલી છે. આજે ફક્ત તેમનો અવાજ સાંભળતા જ લોકો તેમને ઓળખી લેતા હોય છે જણાવી દઈએ કે સોનુ નિગમ પોતાના શરૂઆતના દિવસોમાં પાર્ટી અને સ્ટેજ શોમાં ગાતા હતા. સોનુએ વર્ષ ૨૦૦૨માં એક્ટ્રેસ મધુરીમાં સાથે લગ્ન કર્યા હતા. મધુરિમા ઉંમરમાં સોનુથી ૧૫ વર્ષ નાની છે અને દેખાવમાં તે ખૂબ જ સુંદર છે.સોનુ નિગમ હિન્દી ફિલ્મોનો જાણીતો ગાયક છે.

હિન્દી ઉપરાંત કન્નડ, તમિળ, તેલુગુ,મરાઠી તેમજ ઉડિયા જેવી અન્ય ભારતીય ભાષાની ફિલ્મમાં પોતાનો સ્વર આપ્યો છે.ગાયક અગમકુમાર નિગમનો સોનુ પુત્ર છે. ઉપરાંત સોનુના બહેન નિકિતા નિગમ પણ જાણીતા ગાયિકા છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે સોનુએ શાસ્ત્રીય ગાયનની તાલીમ મેળવી છે.સોનુ નિગમે ઈન્ડિયન પોપ મ્યુઝિક આલ્બમ પણ આપ્યા છે તો હિન્દી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.એક સમયે સોનુ નિગમ હિન્દી સિનેજગતમાં સૌથી વધુ ફી લેતો પાર્શ્વગાયક હતો.મોહમ્મદ રફીને સોનુ નિગમ પોતાનો પ્રેરણાસ્રોત ગણાવે છે. સોનુની ગાયનની શૈલી મોહમ્મદ રફીની શૈલીને મળતી આવતી હોવાનું સંગીતના જાણકારો કહે છે.

વર્ષ ૧૯૯૨માં સોનુ નિગમનું પ્રથમ મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતુ જેનું નામ ‘રફી કી યાદેં‘ હતું. ૧૯૯૯માં સોનુ નિગમનું આલ્બમ દિવાના યુવાવર્ગમાં બેહદ લોકપ્રિય થયું હતું. ખાસ કરીને આલ્બમનું એક ગીત ‘અબ મુજે રાત દિન‘  જે તે સમયે યુવાનોના હોઠ પર લાંબો સમય રમતૂ રહ્યુ હતું.ટેલિવિઝન શો ‘સારેગામા‘(૧૯૯૫)ના એન્કરિંગથી સોનુનો ચહેરો દર્શકોમાં જાણીતો થયો.બેવફા સનમ‘ ફિલ્મનું ‘અચ્છા સિલા દિયા‘ અને ‘બોર્ડર‘નું ‘સંદેશે આતે હૈ‘ અને ‘પરદેસ‘નું ‘યે દિલ દિવાના‘ જેવા ગીતોથી સોનુ નિગમ પ્લેબેક સિંગર તરીકે ખ્યાતનામ થઈ ગયો. ‘કલ હો ના હો‘ અને ‘અગ્નિપથ‘ (૨૦૧૩)ના ગીતોને સોનુ નિગમે સ્વર આપ્યો છે. જે ખાસ્સા લોકપ્રિય થયા. ‘કલ હો ના હો‘માં પાર્શ્વગાયન બદલ સોનુને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.ભારતના લોકપ્રિય ગાયકોમાં ગણાતા સોનુ નિગમને અભિનય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ નહીં.

હની સિંહહની સિંહનો જન્મ ૧૫ માર્ચ ૧૯૮૩ ના રોજ પંજાબના હોશિયારપુરમાં થયેલ છે. હની સિંહએ પોતાના બાળપણની મિત્ર સાથે લવમેરેજ કર્યા છે. હની સિંહ અને તેમની પત્ની શાલીની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેમણે પહેલી વાર પોતાની પત્નીને એક રિયાલિટી શો દરમિયાન લોકો સાથે પરિચય કરાવ્યો હતો. જણાવી દઈએ કે શાલિની સુંદરતામાં બોલિવૂડની કોઈ અભિનેત્રીથી ઓછી નથી. શાલીનીનું પૂરું નામ શાલીની તલવાર સિંહ છે.

વળી હની સિંહનું પૂરું નામ હ્રદેશ સિંહ છે.યો યો હની સિંહ તરીકે જાણીતા, આ ગાયકનું અસલી નામ હ્રિદેશ સિંહ છે અને તેનો જન્મ પંજાબમાં થયો હતો. હની સિંઘ ખરેખર કોઈ સિંઘર નહીં પણ મ્યુઝીક પ્રોડ્યુસર બનવા માંગતા હતા.
શું તમે જાણો છો હની સિંહનું અત્યાર સુધીનું સૌથી મોંઘું ગીત કયું છે? ‘કુડિયે ને તેરે બ્રાઉન રંગ’ ગીત તમે સાંભળ્યું જ હશે, તે આજનું તેનું સૌથી મોંઘું ગીત છે. તેનું શૂટિંગ દુબઈમાં થયું હતું અને તેની કિંમત લગભગ 100,000 ડૉલર હતી. સૌથી વધુ ફી લેનાર સંગીત કલાકાર છેતમને જાણીને આશ્ચર્ય થશે કે હનીસિંહે ફિલ્મ ‘મસ્તાન’ ના ગીત ‘મુઝે નીટ પીલા દે સઝના’ માટે 70 લાખ રૂપિયા લીધા હતા.

બાદશાહબાદશાહ પણ બોલિવૂડના સફળ રૈપર્સમાંથી એક છે. તે અત્યાર સુધીમાં ઘણા સુપરહિટ ગીતોમાં રૈપ કરી ચૂક્યા છે. ૩૩ વર્ષના બાદશાહનુ અસલી નામ આદિત્ય પ્રતિકસીંઘ સિસોડીયા છે. બાદશાહે જસ્મીન સાથે લગ્ન કર્યા છે. જૈસ્મીન પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે જેમ કે તમે જોઈ શકો છો કે બાદશાહની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે પોતાની સાદગીથી કોઈનું પણ દિલ ચોરી શકે છે.

અરિજીત સિંહઅરિજિત સિંહ બોલિવૂડના એક પ્રસિદ્ધ ગાયક છે. અરિજીત સૌથી પહેલા પ્રેમ ગુરુકુળ નામના એક રિયાલિટી શોમાં આવ્યા હતા. જો કે આ શોમાં તે બીજા નંબર પર રહ્યા હતા તેમ છતાં પણ આજે તે બોલિવૂડના સૌથી પોપ્યુલર સિંગરમાંથી એક છે. ખાસ કરીને યુવાનો વચ્ચે તેમનો ખૂબ જ ક્રેઝ છે. આજે અરિજિતના ગાયેલા ગીતો લગભગ બધા જ સુપરહિટ છે. જણાવી દઈએ કે એ પોતાના બાળપણની મિત્ર કોયલ રોહિત સાથે વર્ષ ૨૦૧૪માં બીજા લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની રૂપરેખા બેનર્જી હતી. અરિજિતની પત્ની કોયલ પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે.