પહેલીવારે તારક મહેતાની બબીતાએ બતાવ્યો પોતાના કરોડોનાં આલિશાન બંગલા નો અંદરનો નજારો…

0
102

આપણને સૌ કોઈને કલાકારોની લાઈફ સ્ટાઈલ અને તેમનાં અંગત જીવન વિશે ખૂબ જ જાણવું ગમતું હોય છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બબીતાજીના આલીશાન ઘરની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ તેમને સૌ કોઈને પોતાનું અતિ આલીશાન અને ભવ્ય ફેલટ નો વીડિયો શેર કર્યો છે અને દર્શકોને પોતાનું ઘર બતાવ્યું છે અને ખાસ આ ઘરની અંદર બે એવા લોકો રહે છે જેના વિશે કોઈ નથી જાણતું.

ચાલો અમે આપને આ ઘર વિશે અને ખાસ ને સભ્યો વિશે જણાવીએ.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તા માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. બબીતાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. દિવાળી પર બબીતાએ પોતાના નવા ઘરની કેટલીક તસવીરો શૅર કરી હતી. હવે તેણે સો.મીડિયામાં ચાહકોને હોમ-ટૂર કરાવી છે. માનવામાં આવે છે કે ફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે.

બે બેડરૂમનું ઘર.બબીતાએ હોમ-ટૂર કરાવતી વખતે ઘર અંગે કેટલીક ખાસ વાતો પણ કહી હતી. મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેણે આ ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. આટલું જ નહીં, તેણે ઘરનું ફર્નિચર તૈયાર લીધું નથી, પણ બનાવડાવ્યું છે.ઘરમાં ચાર સભ્યો રહે છે.

તેણે વધુમાં કહ્યું હતું કે તેના ઘરમાં ચાર સભ્ય રહે છે, જેમાં તે, તેનાં મમ્મી અને બે બિલાડી (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાએ ડ્રોઇંગ રૂમમાં વધુમાં વધુ લોકો બેસી શકે એ રીતે સોફા બનાવ્યા છે. દીવાલ પરના પેઇન્ટિંગ તથા વોલ આર્ટ છેલ્લી ઘડીએ ખરીદ્યા હતા.

ઘરમાં વ્હાઇટ-ગ્રે-ગોલ્ડન રંગનો ઉપયોગ.મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.બેડરૂમમાં ગોલ્ડન રંગ.મુનમુન દત્તાએ પોતાના મમ્મીના બેડરૂમને ગેસ્ટ રૂમ પણ કહ્યો છે. મુનમુનના મતે, તેનાં મમ્મી અહીં બહુ રહેતાં નથી અને તેઓ ગેસ્ટની જેમ જ આવે છે. તેથી જ તેણે મમ્મીના રૂમને ગેસ્ટ બેડરૂમ પણ કહ્યો છે.

સમજીવિચારીને હોમ-ટૂર કરાવવાનો નિર્ણય લીધો.વીડિયોમાં અંતે મુનમુન દત્તાએ કહ્યું હતું કે આ ઘર તેની મહેનતનું પરિણામ છે. તેને તેની પ્રાઇવસી ઘણી જ પસંદ છે અને એનો કોઈ ભંગ કરે એ વાત તેને બિલકુલ પસંદ નથી. જોકે તેણે સમજીવિચારીને ચાહકોને હોમ-ટૂર કરાવવાનો નિર્ણય લીધો હતો.

બબીતાજી હજુ સુધી લગ્ન નથી કર્યા પરતું તે તેમની મા સાથે રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર બે જ નહીં ઓણ ઘરમાં ચાર સભ્ય રહે છે, જેમાં તે, તેનાં મમ્મી અને બે બિલાડી (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાએ ડ્રોઇંગ રૂમમાં વધુમાં વધુ લોકો બેસી શકે એ રીતે સોફા બનાવ્યા છે. દીવાલ પરના પેઇન્ટિંગ તથા વોલ આર્ટ છેલ્લી ઘડીએ ખરીદ્યા હતા.

મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ ટેબલની ચેર ગોલ્ડન રંગની છે તો લાઇટ તથા શો પીઝ ગોલ્ડન અને રોઝ ગોલ્ડનના છે.નાં મમ્મી અહીં બહુ રહેતાં નથી અને તેઓ ગેસ્ટની જેમ જ આવે છે. તેથી જ તેણે મમ્મીના રૂમને ગેસ્ટ બેડરૂમ પણ કહ્યો છે.ખરેખર આ ઘર જોઈને દર્શકો પણ ખૂબ જ ખુશ થયા છે કારણ કે ભાગ્યે જ એવા કલાકારો હોય છે જેઓ પોતાનું ઘર બતાવતા હોય છે જાહેર.