પાડોશી યુવક સાથે યુવતીને થઈ ગઈ આંખમીચોલી,હવે યુવક શારીરિક સંબંધની માંગણી કરતા મહિલાએ કર્યું આવું કામ.

0
267

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો મહિલાને પરંતુ આ યુવક મહિલાને વારંવાર સમાગમ કરવાની માંગણી કરતો હતો ચાલો જાણીએ આગળ શુ થયુ.

સવાલ:હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે.મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી.અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ.પરંતુ અમને આમા સફળતા મળી નથી.સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે.અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ:હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે.યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ:હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ:હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે.પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી. આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

સવાલ:હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું.

જવાબ:શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો. તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

સવાલ:આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે. આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ:હું એક ૩૦ વર્ષની એક યુવતી છું અને મારા લગ્ન થઈ ગયા છે જે સાથે મારા પતિ ની મારી ઉંમર ૩૨ વર્ષની છે અને અમારા લગ્નને ૮ વર્ષ થઈ ગયા છે આ લગ્નજીવનમાં અમારે બે બાળકો પણ છે અને અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે.મારા પતિના એક મિત્ર છે જે અમારા ઘરની બાજુમાં જ રહે છે અને એમના પણ લગ્ન થઈ ગયા છે અને તેમની ઉંમર ૩૭ વર્ષ છે અને તેમની પત્ની ની ઉમર ૩૪ વર્ષ છે અમે ચારેય એક વાર એવો નિર્ણય લીધો કે આપણે આપણા જીવનસાથીની અદલાબદલી કરી ને સમાગમ કરીએ અને આવુ ઘણી વખત કર્યું છે અને આમ કરવું અમને ચારેય ને ગમે છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે અમને યોગ્ય જવાબ આપવા વિનંતી.

જવાબ:લગ્ન એક પવિત્ર સબંધ માનવામાં આવે છે અને લગ્ન કરતી વખતે પતિ પત્ની અગ્નિ સમક્ષ એકબીજાને સાત વચનો પણ આપે છે પરંતુ પહેલાના જમાનામાં આપણે ત્યાં લગ્નની પ્રથા જ નહોતી.ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૂ કરી.એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા.શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, આ શું છે ઋષિ ઉદ્દાલકે કહ્યું આ ગોધર્મ છે ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી.ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે.આ ત્રણ આર છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ.તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે.પણ હકની જોડે જવાબદારી રહેલી છે અને જવાબદારી સાથે તમારે પોતાના પતિ પ્રત્યે સભ્યતા પણ રાખવી જોઈએ. આ ત્રણ આર જ તમારા લગ્ન જીવનનો મુખ્ય પાયો.

છે જો તમે આ ત્રણ આર સાથે ચાલો તો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ઉભી થશે નહીં અને આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં એ તમારા ઉપર આ ત્રણેય આર મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે.એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ રૂમમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની આવે એ સ્વાભાવિક છે.પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે. જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ.આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે.સંભોગ પહેલાંની ગતિવિધિનો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે તો તમારે આ પ્રકરણ બંધ કરી દો આ અને ઋષિ વતસ્યાયના જણાવ્યા મુજબ તમે સમાગમાં નવીનતા લાવો.

સવાલ:મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૨૭ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૨૨ વર્ષ છે પહેલા અમારે સમાગમ બઉ આનંદ મળતો ન હતો પરંતુ પહેલા હું અને મારી પત્ની બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે.હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે.શું આ બટાટાને કારણે હશે.આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:તમાને જો સમાગમ દરમિયાન આનંદ નથી આવતો તો તમે કહો છો તેમ બટાટા ખાવાથી તમારો સેક્સપાવર વધ્યો છે તો તે બિલકુલ સાચું નથી કારણ કે બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે.બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે.લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં.ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળત.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી.હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.