પડોશી પાસેથી કાર લઈને યુવક પડોશીની જ પત્ની સાથે કરતો એવી હરકતો કે જાણીને અક્કલ ગોથું ખાઈ જશે, હચમચાવતો કિસ્સો..!

પડોશી પાસેથી કાર લઈને યુવક પડોશીની જ પત્ની સાથે કરતો એવી હરકતો કે જાણીને અક્કલ ગોથું ખાઈ જશે, હચમચાવતો કિસ્સો..!

અત્યારના આ સમયની અંદર કોઈના ઉપર મન મૂકીને આપણે વિશ્વાસ કરી શકતા નથી કારણ કે, અત્યારે કયો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેની આપણને ખબર રહેતી નથી, વારંવાર આપણે નાની-નાની ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. અત્યારે એક પરિવાર સાથે અતિશય હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

આ ઘટનાને જાણ્યા બાદ તમારું પણ મગજ કામ કરતું બંધ થઈ જશે, આ ઘટના ચંદ્રનગર વિસ્તારની પાસે આવેલી કરસન પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીના મકાન નંબર 41માં બીપીનચંદ્ર નામના હોલસેલના વેપારી તેમના પરિવારજનોની સાથે રહે છે. તેમના પડોશમાં ગૌરવભાઈ નામના વ્યક્તિ પણ તેમના પરિવારજનોની સાથે વસવાટ કરે છે..

છેલ્લા કેટલાક સમયથી ગૌરવભાઈ અવારનવાર બીપીનચંદ્રભાઈના ઘરે આવી પહોંચતા હતા, રોજબરોજની મુલાકાતથી બંને વચ્ચે મિત્રતા જોડાઈ ગઈ હતી અને ગૌરવભાઈ વારંવાર તેમના ઘરે લાંબો સમય સુધી બેસી રહેતા. એ વખતે ગૌરવભાઈએ બીપીનચંદ્ર ભાઈની પત્નીની આંખોમાં આંખ નાખીને મનમેળ બનાવી લીધો હતો..

તો બીજી બાજુ બીપીનચંદ્રભાઈની પત્ની પણ ગૌરવભાઈને પસંદ કરવા લાગી હતી. આ મામલો છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો પરંતુ આ ઘટનાની જાણકારી કોઈપણ વ્યક્તિને હતી નહીં, એક દિવસ ગૌરવભાઈ બીપીનચંદ્ર ભાઈને જણાવ્યું કે તેને કોઈ અંગત કારણોસર તેમની ફોરવીલર કારની જરૂરિયાત ઊભી થઈ છે..

બીપીનચંદ્ર ભાઈએ એક પડોશી હોવાને ખાતર ગૌરવભાઈને તેમના ફોરવીલરની ચાવી પણ આપી દીધી હતી અને કહ્યું કે, તમે તમારું કામ શાંતિથી પતાવી શકો છો અને તેમની કાર પણ વાપરી શકો છો, ગૌરવભાઈ મનના આટલા બધા મેલા હતા કે, તેણે બીપીનચંદ્ર ભાઈની કાર વાપરવા માટે માંગી અને એ કારની અંદર જ બીપીનચંદ્રભાઇની પત્ની પરીતાને બેસાડીને ફરવા લઈ ગયો હતો..

સાંજના સમય સુધી પણ પરીતા ઘરે આવી નહીં ત્યારે બીપીનચંદ્ર ભાઈએ પરીતાને ફોન કરવાની કોશિશ કરી ત્યારે તેનો ફોન નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર આવતો હતો, તેનો સંપર્ક થઈ શક્યો નહીં. જ્યારે બીજી બાજુ ગૌરવભાઈ પણ તેમની કાર લઈને ઘરે પરત આવ્યા હતા નહીં જ્યારે ગૌરવભાઈને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનોને શંકા ગઈ કે..

નક્કી પડોશમાં રહેતી પરીતાબેનની સાથે ગૌરવભાઈ કંઈક કાળો ધોળું કરી રહ્યા છે, આ શંકાને આધારે તેઓએ તપાસ ચલાવી હતી અને ખબર પડી કે આ બંને વ્યક્તિ એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા છે અને તેઓ હવે ઘર મૂકીને ભાગી ગયા છે. ગૌરવભાઈએ પરિતાને તેમની જ કારની અંદર બેસાડીને ભગાવીને લઈ ગયો હતો..

તો બીજી બાજુ પરીતા પણ તેના પરિવારજનોનું ધ્યાન રાખ્યા વગર તેના પાડોશીને પ્રેમ કરી બેઠી અને તેની સાથે નવું લગ્નજીવન રચાવા માટે ઘર મૂકીને ભાગી ગઈ હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સમગ્ર સોસાયટીમાં પણ હલ્લો મચી ગયો અને ચારેકોર ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા હતા..

આ ઘટનાને લઈને બંને વ્યક્તિના પરિવારજનો ખૂબ જ ચિંતા ના માહોલમાં સરી પડ્યા છે, કારણ કે તેઓએ ક્યારેય વિચાર્યું હતું નહીં કે તેમના જ પરિવારના સભ્યો એક દિવસ એવું કામ કરી બેસે જેનાથી સૌ કોઈ લોકોની ઈજ્જતના કાંકરા થઈ જશે, આ મામલાએ ભલભલા લોકોને વિચારતા કરી દીધા છે..

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *