ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડના બનાવો વધી રહ્યા છે. આ ઘટનામાં એક 23 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ભાવેશ અમિતભાઈ સોલંકી હતું. ભાવેશ શાપરમાં શીતળા મંદિર પાસે રહેતો હતો. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ આવે છે, પોતાના ઘરમાં રૂમમાં પંખાના હુકમાં ચુંદડી બાંધીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો તાત્કાલિક ભાવેશને સૌપ્રથમ સાપરની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને એત્રીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ભાવેશની સારવાર થાય તે પહેલા તો તેનું કરુણ મોત થયું હતું. ભાવેશના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ ભાવેશના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ભાવેશને pubg ગેમ રમવાની લત લાગી ગઈ હતી
એટલા માટે ભાવેશના પિતાએ તેને pubg ગેમ રમવાની ના પાડી હતી. આ વાતનું ખોટું લાગતા ભાવે છે સુસાઇડ કર્યું છે જ હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલો ભાવેશ બે ભાઈઓ અને એક બહેનમાં મોટો હતો અને તે આઇઆઇટીમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ભાવેશ મોબાઇલમાં pubg ગેમ વધુ પડતી રમતો હતો એટલે તેના પિતાએ તેને ગેમ ઓછી રમવાનું અને અભ્યાસમાં ધ્યાન દેવા માટે ઠપકો આપ્યો હતો. આ વાતનું ભાવેશને માઠું લાગ્યું હતું અને તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું હાલમાં તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.