ઓમિક્રોનને હરાવનાર વ્યક્તિનો ઈન્ટરવ્યુ : ઓમિક્રોન સંક્રમણ થાય તો શું થાય?.

0
314

ગુજરાતમાં ઓમિક્રોનની ખતરનાક એન્ટ્રી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 16 કેસ સામે આવતા હવે કુલ આંકડો 30 પર પહોંચ્યો છે. પરંતુ હવે સવાલ તે ઉભો થાય છે કે શું ગુજરાત ઓમિક્રોન સામે લડવા કેટલું તૈયાર છે.રાજ્યમાં ઓમિક્રોન નામની નવી આફત ફૂંફાડા મારી રહી છે. વડોદરામાં ગુરુવારે ઓમિક્રોનના 7 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. બીજી બાજુ કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો પણ થઇ રહ્યો છે. છેલ્લાં 6 મહિના બાદ 111 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 47 વર્ષીય અશોક અગ્રવાલ 25 નવેમ્બરે પરિવાર સાથે જયપુર પહોંચ્યા હતા.

ભારત પહોંચતા પહેલા તેમનો કોવિડ ટેસ્ટ 4 વખત નેગેટિવ આવ્યો હતો, પરંતુ જ્યારે અહીં 2 ડિસેમ્બરે તેમની તપાસ કરવામાં આવી ત્યારે તે કોવિડ પોઝિટિવ મળી આવ્યા અને પછી તે જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટમાં પણ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા. એક ક્ષણ માટે પણ આ પરિવારને એવું લાગ્યું નહીં કે તેઓ બીમાર છે. 4 લોકોના પરિવારમાં, એક પણ સભ્યને કોઈ લક્ષણો જણાતા ન હતા, પરંતુ ડૉક્ટરો કહી રહ્યા હતા કે તેઓ ઓમિક્રોન પોઝિટિવ છે. અશોક અગ્રવાલે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાની અને તેમના પરિવારની ઓમિક્રોનથી સંક્રમિત થવાની વાત જણાવી હતી.

તેમને પૂછવામાં આવ્યું કે તમે દક્ષિણ આફ્રિકાથી ક્યારે અને કેવી રીતે ભારત આવ્યા, શું તમે ભારતમાં પ્રવેશ કરતાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો?જવાબમાં તેમને કહ્યું કે હું મારા પરિવાર સાથે દક્ષિણ આફ્રિકાથી 21 નવેમ્બરે દુબઈ જવા નીકળ્યો હતો. મેં 20મી નવેમ્બરે લેન્સેટ લેબમાંથી કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે નેગેટિવ આવ્યો. એરપોર્ટ પરથી અમે દુબઈ જતાં પહેલા, ફરીથી 21મી અમારા સેમ્પલ લીધા, ત્યાં અમે નેગેટિવ આવ્યા. 22 નવેમ્બરે અમે બપોરે દુબઈ પહોંચ્યા, ત્યાં અમારો ફરીથી ટેસ્ટ થયો, ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.24મી નવેમ્બરે અમે ભારત જતા પહેલા ફરી ટેસ્ટ કરાવ્યો અને અમારો ચોથો કોવિડ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો. અમે 25મી નવેમ્બરે જયપુર પહોંચ્યા હતા. અમે 4 વખત નેગેટીવ આવ્યા હતા માટે અમે ટેસ્ટ કરાવ્યો નહીં અને સીધા ઘરે ગયા. અમે સતત મુસાફરી કરતા હતા તેથી અમે 26 અને 27 નવેમ્બરે આરામ કર્યો હતો.

આગળ તેમને પૂછવામાં આવ્યું કે તમને ક્યારે ખબર પડી કે તમે કોવિડ પોઝિટિવ છો અને પછી તમને કેવી રીતે ખબર પડી કે તમે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છો?જવાબમાં તેમને જણાવ્યું કે અમે 1લી ડિસેમ્બરે જયપુરમાં એક લગ્નમાં હાજરી આપી હતી, ત્યાં હાજર એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, તેથી અમે સાવચેતી તરીકે 2જી ડિસેમ્બરે કોવિડ ટેસ્ટ કરાવ્યો અને આ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમને સરકારી ડૉક્ટર નરોત્તમ શર્માનો ફોન આવ્યો અને તેમણે અમને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થવા કહ્યું હતું.

2 ડિસેમ્બરની રાત્રે, તે જ દિવસે, અમે રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (RUHS) ગયા હતા અને જિનોમ સિક્વન્સિંગ માટે અમારા સેમ્પલ લેવામાં આવ્યુ. અમને કહેવામાં આવ્યું કે અમારો ઓમિક્રોનનો રિપોર્ટ 7 ડિસેમ્બરે આવશે, પરંતુ 5મીએ જ ડૉક્ટરે ફોન કરીને કહ્યું કે તમે જિનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આગળની વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ઓમિક્રોન પોઝિટિવ હોવાની તમારા સ્વાસ્થ્યને કેવી અસર થઈ? તમે કયા પ્રકારનાં લક્ષણો અનુભવ્યા? તમારા બાળકો અને પત્ની પર તેની કેવી અસર પડી? તેમને જણાવ્યું કે જ્યારે અમારો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે અમારા આખા પરિવારમાં કોઈને પણ કોઈ લક્ષણો નહોતા. એક પણ સભ્યને ઉધરસ, શરદી, હળવો તાવ ન હતો, પરંતુ જ્યારે અમને ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું, ત્યારે અમે ખૂબ જ ડરી ગયા, કારણ કે ઓમિક્રોન વિશે ગભરાટનું વાતાવરણ હતું. તબિયત સારી હતી, પરંતુ માનસિક તણાવ અચાનક વધી ગયો. સરકારી હોસ્પિટલ RUHS ના વાતાવરણે અમારી મુશ્કેલીઓમાં વધારો કર્યો. અમારું ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ 5મી ડિસેમ્બરે આવ્યો હતો, એ જ દિવસે અમારો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઓમિક્રોન સંક્રમિત લોકો માટે સરકારની તૈયારીઓ કેવી હતી? સરકારી આરોગ્ય વ્યવસ્થાઓનો અનુભવ કેવો રહ્યો? જવાબ આપતા તેમને જણાવ્યું કે સરકારે ઝડપી પગલાં લીધા, પરંતુ તેમની પદ્ધતિ અને વલણ ખૂબ જ ખરાબ હતું. સરકારી હોસ્પિટલમાં અમારો અનુભવ ઘણો ખરાબ હતો. ઓમિક્રોન પોઝિટિવ વ્યક્તિની સારવાર કેવી રીતે આપવી જોઈતી હતી, એવું કંઈ થઈ રહ્યું નથી. એવું લાગી રહ્યું હતું કે સરકારે કોઈ આયોજન કર્યું નથી. 2 ડિસેમ્બરે અમારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ CMHOએ અમને જણાવ્યું કે તમારે હોસ્પિટલમાં આવવું પડશે અને ક્વોરેન્ટાઇન થવું પડશે. જ્યારે હું પોતે કોવિડ પોઝિટિવ હતો ત્યારે હું ડ્રાઇવ કરીને હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલનો ક્વોરેન્ટાઈન રૂમ જોઈને હું ચોંકી ગયો. રૂમ એટલો ખરાબ હતો કે અમે જેમ તેમ કરીને ત્યાં રાત વિતાવી હતી.

આગળ વધુમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમે પહેલા ક્યારેય કોવિડ પોઝિટિવ આવ્યા છો? ત્યારે સામાન્ય કોવિડ પોઝિટિવ હોવા અને હવે ઓમિક્રોન સંક્રમિત હોવા વચ્ચે શું તફાવત હતો?જવાબમાં તમને કહ્યું હતું કે મારા પિતા ઓગસ્ટ 2020માં બીમાર પડ્યા હતા, ત્યારે પણ હું દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યો હતો, પછી 21 ઓક્ટોબરની આસપાસ, હું કોવિડ પોઝિટિવ મળી આવ્યો. પહેલા અને હવેનાં લક્ષણોમાં બહુ વધુ કોઈ ફરક નહોતો. ત્યારે પણ મારામાં કોઈ લક્ષણો નહોતા અને આ વખતે તો કંઈ જ થયું નથી. આ વખતે માનસિક રીતે વધુ ડરામણો અનુભવ હતો. સરકારનું વલણ ચિંતાજનક હતું.મારો જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટ મને આજદિન સુધી બતાવવામાં આવ્યો નથી, મેં ઘણી વખત અધિકારીઓને પત્ર લખ્યો છે, છતાં રિપોર્ટ મળ્યો નથી.

ઓમિક્રોનથી સંક્રમીત થયા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખ્યુ? બીજા લોકોને શું સલાહ આપશો?જવાબ.અમને પોતાને કોઈ લક્ષણો ન હતા, માટે કોઈ મુશ્કેલીઓ ન હતા, પરંતુ મનમાં ને મનમાં ચિંતા સતાવા રહી હતી કે ઓમિક્રોનથી સંક્રમણ બીજા કોઈમાં ન ફેલાવીએ. મેં અને મારા પરિવારે નક્કી કર્યું કે કોઈનાં પણ સંપર્કમાં નહી આવીએ.આપણે બીજાને સંક્રમણ ન ફેલાવીએ, તે આપણી પણ જવાબદારી છે. જો તમે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જણાય, તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને તો એવું અનુભવાયુ કે તે વાયરલ તાવ કરતાં પણ નબળો છે.

સવાલ.જો કોઈના ટેસ્ટનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવે, તો શું તેણે તરત જ જિનોમ સિક્વન્સિંગ કરાવવું જોઈએ. જવાબ.મારું માનવું છે કે જિનોમ સિક્વન્સિંગ કરાવવાનો કોઈ ફાયદો નથી. ઓમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકાથી નીકળ્યો નથી, ત્યાં તેને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. બની શકે છે ભારતમાં બીજા વેરિયન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ભલે ઓમિક્રોન વિશે એવા રિપોર્ટ છે કે તે વધુ ઝડપથી ફેલાય છે, પરંતુ અમે અમારા પરિવારના અનુભવ પરથી કહી શકીએ કે આ ઓમિક્રોન બિલકુલ ઘાતક નથી.