ઓમિક્રોનનું આ છે સૌથી પહેલું લક્ષણ, જેની તમે આ રીતે કરી શકો છો ઓળખ,ખાસ જાણો..

0
1660

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં 90 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. WHO પણ તેને વેરિએન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં નાખી ચૂક્યું છે. આ વેરિએન્ટ ખુબ જ સંક્રમક છે અને ઝડપથી ફેલાય છે. ઓમિક્રોન સ્ટ્રેનના સ્પાઈક પ્રોટીનમાં 30થી પણ વધુ મ્યુટેશન છે. જે ગત એક પણ સ્ટ્રેનમાં જોવા મળ્યું નહતું. એક્સપર્ટનું કહેવું છે કે ઓમિક્રોન ઈમ્યુનિટીથી પણ બચવામાં સક્ષમ છે અને આ જ કારણ છે કે તે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.

જો કે ઓમિક્રોનના અત્યાર સુધીમાં તમામ કેસમાં હળવા લક્ષણો જ જોવા મળ્યા છે. WHO નું એમ પણ કહેવું છે કે ડેલ્ટાની સરખામણીમાં આ વેરિએન્ટથી થનારી બીમારી હળવી રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ જલદી દેખાઈ જાય છે, એવા સંકેત મળ્યા છે.

કહેવાય છે કે ઓમિક્રોનના કારણે બીમાર થતા પહેલા જ તમે આ લક્ષણ મહેસૂસ કરી શકો છે. ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જો તમારા અવાજમાં ખારાશ આવી ગઈ હોય અને તમે મોટેથી બૂમ પાડી કે ગાઈ શકતા ન હોવ તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. તમારે ધ્યાન આપવું પડશે કે તમારા અવાજમાં આ ફેરફાર કયા કારણસર આવ્યો છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના સૌથી પહેલા લક્ષણોમાંનું એક Scratcy Throat છે.

જેમાં તમારું ગળું અંદરથી છોલાઈ જાય છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થવા પર લોકોને ગળામાં ખરાશ ની સમસ્યા રહેતી હતી. ડિસ્કવરી હેલ્થ, દક્ષિણ આફ્રિકાના ચીફ એક્ઝીક્યુટિવ Ryan Roach એ કહ્યું કે નાક બંધ થતા, સૂકી ઉધરસ અને પીઠમાં નીચેની બાજુ દુ:ખાવાની સમસ્યાનો સામનો ઓમિક્રોનથી પીડિત લોકોએ કરવો પડી રહ્યો છે. જો કે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઓમિક્રોન, ડેલ્ટા વિરેએન્ટની સરખામણીમાં ઓછો ખતરનાક છે.

યુનાઈટેડ કિંગડમના પહેલા અધિકૃત રિપોર્ટ મુજબ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ 50થી 70 ટકા ઓછા લોકો હોસ્પિટલમાં એડમિટ થયા. UKHSA ના ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર જેની હેરિસે કહ્યું કે એકવાર ફરીથી અમે તે તમામ બ્રિટિશ નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ લીધો નથી તેઓ જલદી આ બૂસ્ટર ડોઝ લઈ લે કારણ કે ઓમિક્રોનથી બચવા માટે આ સૌથી સારું માધ્યમ છે.

કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાંથી એક તાવ છે. કોરનાના ગત વેરિએન્ટમાં હળવાથી લઈને તેજ તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટર કોએત્ઝીના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના દર્દીઓને હળવો તાવ આવે છે જે આપોઆપ ઠીક થઈ જાય છે. ઓમિક્રોનના દર્દીઓને સૂકી ઉધરસ પણ થઈ શકે છે. આ એક એવું લક્ષણ છે જે કોરોનાના અત્યાર સુધીના તમામ સ્ટ્રેનમાં જોવા મળ્યું છે. સામાન્ય રીતે આ સૂકી ઉધરસ ગળામાં ખરાશ સાથે આવે છે. અત્યાર સુધીમાં મળેલા ડેટા મુજબ ઓમિક્રોનમાં હળવા લક્ષણ જ મહેસૂસ થાય છે.