હજુ સમય છે ચેતજો/ એક દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ 156 કેસઃ કુલ કેસની સંખ્યા વધી 578 થઈ…

0
59

ભારતમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સાથે જ ત્રીજી લહેરનો ખતરો પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓમિક્રોન 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યું છે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ સામે આવ્યા છે.આ દરમિયાન 6,450 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 75,456 થઈ ગઈ છે. જ્યારે કુલ રિકવરી રેટ 98.40 ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને ૫૭૮ થઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે.

ચેપગ્રસ્ત કુલ ૫૭૮માંથી ૧૫૧ લોકો સાજા થઇ ગયા છે અથવા સ્થળ છોડીને જતા રહ્યા છે. આ તમામ કેસો ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. દિલ્હીમાં સૌથી વધુ ૧૪૨ કેસો મળી આવ્યા હતા તો ૧૪૧ કેસો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.કેરળમાં અત્યારસુધી ૫૭ કેસો છે. ગુજરાતમાં ૪૯, રાજસ્થાનમાં ૪૩ અને તેલંગણામાં ૪૧ કેસોએ ચકચાર મચાવી છે. દેશમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ૬,૫૩૧ કેસો નોંધાયા હતા.આની સાથે જ કુલ કેસોની સંખ્યા ૩,૪૭,૯૩,૩૩૩ થઇ છે.કોરોનાથી એક દિવસમાં વધુ ૩૧૫ લોકોના મોત થયા છે.આની સાથે જ કુલ મૃત્યુઆંક વધીને ૪,૯૭,૯૯૭ થયો છે.જોકે રાહતની વાત એ છે કે છેલ્લાં ૬૦ દિવસથી કોરોનાના કેસોની સંખ્યા ૧૫,૦૦૦થી નીચે રહી છે.

ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. Omicron વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 167 કેસ છે,જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57,તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે.ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ/ટ્રાન્સફર/રિકવર થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 61,દિલ્હીમાં 23,કેરળમાં 1,તેલંગાણામાં 10 અને ગુજરાતમાં 10 છે.આ પાંચ રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન,તમિલનાડુ,કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે.ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે.જો કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

દેશમાં વાયરસના કહેરથી બચવા માટે રસીકરણની ઝડપ વધારી દેવામાં આવી છે.અત્યાર સુધીમાં રસીના 142.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એક્ટિવ કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે, હાલમાં તે 0.22 ટકા છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 85 દિવસમાં દૈનિક પોઝિટિવિટી દર (0.61 ટકા) 2 ટકા કરતા ઓછો છે. જ્યારે છેલ્લા 44 દિવસમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.64 ટકા) 1 ટકાથી ઓછો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 67.41 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 6,531 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા બાદ આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,47,93,333 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 75,841 થઈ ગઈ છે. આ દરમિયાન વધુ 315 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,79,997 થયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, કોવિડ-19ના દર્દીઓનો રિકવરી રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી.