જાહેરનામુ / ઓમિક્રોનના ખતરાને ધ્યાને રાખીને 31st સુધી ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય..

0
185

રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. સાથે જ ઓમિક્રોનના કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ફરી રાત્રી કરફ્યુ લંબાવાયો છે. રાજ્યના 8 શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવાયો છે. આ 8 શહેરોમાં 31મી ડિસેમ્બર સુધી રાત્રે 1 થી 5 સુધી રાત્રી કરફ્યુ રહેશે.ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના અને નવા વેરીએન્ટ ઓમિક્રૉનના લીધે સરકારે રાત્રિ કરફ્યુમાં હાલ કોઇ છૂટછાટ આપી નથી.

તેમજ રાજ્યના 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું પણ આયોજન કરવામાં આવ્યું છે.રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનના પણ 10થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.ત્યારે આ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.

ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.અગાઉ ગાઇડલાઇનમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની સાથે નવા વેરીએન્ટ ઓમિક્રૉનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે.રાજ્યમાં ઓમિક્રૉનના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 દર્દી ઓમિક્રૉન સંક્રમિત થયા છે.આ તમામ દર્દીઓ તાન્ઝાનિયાથી આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના નવા પ્રકાર ઓમીક્રોનનો પહેલો કિસ્સો જામનગરમાં 72 વર્ષના વૃદ્ધ તરીકે ઓળખાઈ ગયો હતો, તે ઝિમ્બાબ્વેથી જામનગર પહોંચ્યો હતો અને ચેપ લાગવાના કિસ્સામાં ઓમીક્રોનથી પીડાતો હોવાનું જાણવા મળ્યું હતું, તે લગભગ 17 દિવસની સારવાર બાદ હવે સ્વસ્થ છે.તેમના સહિત રાજ્યના 5 ઓમીક્રોન પીડિતોમાંથી 4 સ્વસ્થ બન્યા છે.જામનગર ઉપરાંત સુરત,મહેસાના અને વડનગરમાં દાખલ દર્દીઓ હવે સ્વસ્થ છે.ગુજરાતમાં સૌથી વધુ 14 કેસ વડોદરામાં, રાજકોટમાં 13 કેસ, જ્યારે અમદાવાદમાં આઠ, કચ્છમાં સાત,સુરતમાં પાંચ,  જામનગર અને નવસારીમાં ત્રણ, વલસાડમાં બે, ભરૂચ,ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા છે.