ઓમિક્રોન નો આંતક/ સુરત માં ઓમિક્રોન થી બચવા લોકો આ વસ્તુની કરી રહ્યા છે ખરીદી…

0
1987

કોરોના કાળમાં ઈમ્યુનિટી શબ્દનો ઉપયોગ સૌથી વધુ થયો છે. ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. આપણા શરીરની એ શક્તિ, જે આપણને કોઈપણ વાયરસ સામે લડવાની તાકાત આપે છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રો વેરિયન્ટના ગુજરાતમાં પણ ત્રણ કેસ સામે આવી ચુક્યા છે. બીજીબાજુ સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.તો હાલ શહેરમાં સાવચેતીના ભાગરૂપે અને કયો વેરિયન્ટ છે તે જાણવા માટે શહેરમાં ગત દિવસોમાં કોરોના પોઝિટિવ આવેલા 60થી વધુ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં પણ ચિંતા વધી છે.

જેના કારણે હવે ઈમ્યુનિટી બુસ્ટર ટેબલેટની ખરીદી વધી છે. શહેરમાં ઈમ્યુનિટી બુસ્ટરના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. સાથે જ માસ્ક અને સેનેટાઈઝરનું વેચાણ પણ વધ્યું છે. મળતી માહિતી મુજબ, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સુરત શહેરમાં ઈમ્યુનિટી બુસ્ટરની ટેબલેટના વેચાણમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, એક મહિના પહેલા સુરત શહેરમાં રોજની 16 હજાર જેટલી ઈમ્યુનિટી બુસ્ટરની ટેબલેટનું વેચાણ થઈ રહ્યું હતું, જેમાં હાલ વધારો નોંધાયો છે.

નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે સુરત શહેરમાં ઈમ્યુનિટી બુસ્ટરની ટેબલેટના વેચાણમાં અંદાજે 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે કેમિસ્ટ ચલાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલ લોકોમાં કોરોનાનો ભય વધ્યો છે. જેથી પહેલી વેવમાં જેમ લોકો ઇમ્યુનિટી વધારવા ઈમ્યુનિટી બુસ્ટર ટેબ્લેટની ખરીદી કરતા એજ રીતે હાલ પણ ટેબ્લેટનું વેચાણ વધ્યું છે.

વધુમાં તેમણે એ પણ ઉમેરિયું હતું કે એક મહિના પહેલા સુરત શહેરમાં રોજની 16 હજાર જેટલી ઈમ્યુનિટી બુસ્ટરની ટેબલેટનું વેચાણ થઈ રહ્યું હતું. જે હાલ વધ્યું છે. ઇમ્યુનિટી બુસ્ટર ટેબ્લેટ રોજની 19 હજારથી વધારે વેચાઈ રહી છે. મહિના પહેલા સેનેટાઇઝર રોજ 25 હજાર લીટર જેટલું વેચાતું હતું. હવે ઓમિક્રોનની બીકના કારણે લોકોએ વપરાશ વધાર્યો છે. હવે રોજ 30 હજાર લીટર સેનેટાઇઝર વેચાઈ રહ્યું છે.

તેમજ માસ્કનો પણ ઉપયોગ વધ્યો છે. માસ્કના વેચાણમાં પણ છેલ્લાં 2 દિવસમાં વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેરમાં શહેરમાં અંદાજે રોજના 60 હજાર જ્યારે બીજી લહેરમાં રોજના અંદાજે 55 હજાર જેટલા માસ્કનું વેચાણ થઈ રહ્યું હતું. જેમાં પણ છેલ્લાં 6 મહિનાથી 20 હજાર માસ્કની આસપાસ વેચાણ થઈ રહ્યું છે. સાથે જ ઝીંક અને વિટામીન-સીની ટેબલેટના વેચાણમાં પણ વધારો થયો છે. જ્યારે ઇમ્યુનિટી સારી રાખવા ખરીદી કરવા આવતા ગ્રાહકે પણ જણાવ્યું હતું કે ફરીથી કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. જેથી ઇમ્યુનિટી બુસ્ટર જેવી ટેબ્લેટ અને માસ્ક, સેનેટાઇઝરની ખરીદી કરી રહ્યાં છીએ.સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થયો છે. સાથે જ કોરોનાના નવા વેરિયન્ટે લોકોની ચિંતા વધારી છે. જ્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવા પાલિકાએ પણ તૈયારી દર્શાવી છે.