નવરાત્રી પર ખાંસ જાણીલો 51 શક્તિપીઠ માંથી 11 વિશેષ મંદિર વિશે, જેના જેના દર્શન થી દૂર થઈ જાય છે દુઃખ। …

0
121

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ મા શક્તિ ના મંદિરો વિશે જેના વિશે કહેવાય છે કે આ મંદિરોના માત્ર દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે કેટલાક મંદિર એવા છે કે જ્યાં માતાની સાક્ષાત ઉપસ્થિતિ મહેસૂસ કરી શકાય છે. જ્યાં માતાના ચમત્કાર જોઈ શકાય છે.અને આ મંદિર શક્તિ પીઠ કહેવામાં આવે છે અને આ શક્તિપીઠોમાં કેટલાક ખુબ જ પ્રસિદ્ધ છે, તેમની સાથે જ કેટલાક અન્ય દુર્ગા મંદિર પણ છે જ્યાં ભક્તોની ભીડ લાગેલી રહે છે.

શારદીય નવરાત્રીમાં દેશભરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. નવરાત્રી હિંદૂ ધર્મનો સૌથી લાંબો ચાલનાર તહેવાર છે. આ પર્વની ઉજવણી દેશભરમાં થાય છે તેની પ્રથા કે રિવાજો અલગ અલગ હોય છે પરંતુ લોકો આ નવ દિવસો દરમિયાન શક્તિની ભક્તિમાં લીન જોવા મળે છે. તેવામાં ચાલો જાણીએ દેશમાં આવેલા 10 પ્રસિદ્ધ મંદિર વિશે જ્યાં દર્શન કરવાનો મહિમા અપાર છે.

વૈષ્ણોદેવી મંદિર.વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્ય માં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે અને માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે તેમજ આ દુનિયાભરમાં સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ મંદિર છે જે 5300 ફૂટની ઉંચાઈ વાળા ત્રિકુટા પર્વત, જમ્મુ અને કશ્મીરમા આવેલું છે. આ ભારતમાં તિરુમલા વેંકટેશ્વર મંદિર પછી બીજુ સૌથીવધુ જોવાયેલ ધાર્મિક તીર્થ-સ્થળ છે.

કરણી માતા મંદિર.મિત્રો શ્રી મંશાપૂરણ કરણી માતા મંદિર એક હિંદુ દેવી મંદિર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર શહેર ખાતે આવેલ છે આ મંદિર ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામની ટેકરી પર સ્થિત છે તેમજ ઉદયપુર દૂધ તલાઈ તળાવ આ મંદિરની નજીકમાં જ આવેલ છે.આ મંદિરમાં કરણી માતાની પથ્થરમાંથી બનેલ પ્રતિમા સ્થાપિત છે તેમજ આ મંદિર ઉદયપુર શહેરની શોભા વધારે છે આ મંદિરની આસપાસ કે મંદિર સુધી કોઈ વાહન પહોંચી શકતું ન હોવાને કારણે મંદિર અને આસપાસની જ્ગ્યા શુદ્ધ છે, ત્યાં કોઈ પ્રદૂષણ નથી એટલે કે પ્રદૂષણ-મુક્ત છે ઉદય પુર થી લગભગ 30 કિલોમીટર દૂર દેશનોક માં સ્થિત કરણી માતાના મંદિર પરિસરમાં કેટલાય હજાર ઉંદર રહે છે મંદિરમાં રહેનાર આ ઉંદર કરણી માતાની સંતાન માનવામાં આવે છે.

ચામુંડા દેવી મંદિર.ચામુંડા  હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા  તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે.માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે માતા ચામુંડા નો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે જિલ્લામાં સ્થિત આ મંદિર ઉર્જા માં ના સ્વરૂપને સમર્પિત છે. ચન્ડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કરવાના કારણે માતાનું નામ ચામુંડા પડ્યું હતુ

કાળકાજી મંદિર.કાલકાજી મંદિર, જેને કાલકાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ મંદિર છે જે હિન્દુ દેવી કાલીને સમર્પિત છે અને આ મંદિર ભારતના કાલકાજીમાં, દિલ્હીના દક્ષિણ ભાગમાં આવેલું છે, જે એક મંદિર છે જેનું નામ મંદિરથી આવ્યું છે અને તે નહેરુ પ્લેસ બિઝનેસ સેન્ટરની સામે છે અને ઓખલા રેલ્વે સ્ટેશનની નજીક છે, કાલકાજી મંદિર મેટ્રો સ્ટેશન છે.હિન્દુઓ માને છે કે અહીં કલક દેવીની મૂર્તિ એક સ્વયં પ્રગટ થાય છે, અને કાલિક દેવીએ જ્યારે અન્ય મહાકાય રાક્ષસો સાથે રક્તબીજા રાક્ષસનો અવતાર લીધો હતો અને આ મંદિર સત્ય યુગમાં હતું દિલ્લીમાં સૂર્યકૂટ પર્વત ઉપર વિરાજમાન કાલકાજી મંદિર ના વિષે એવી માન્યતા છે કે આ જગ્યાએ આદિશક્તિ માતા ભગવતી મહાકાલી ના રૂપમાં પ્રગટ થઈ અને રક્તબીજનો સંહાર કર્યો.

અંબાજી મંદિર.મિત્રો અંબાજી ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદી ની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબિકા જંગલ, આશરે 480 મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ અર્વાલ્લીની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી આશરે 1600 ફૂટ ઊંચો છે આદ્યાત્મીક શક્તિનું મુખ્ય કેન્દ્ર 8.33 ચો.કિ.મી. (૫ ચો.મી. વિસ્તાર) ભારતમાં (૫૧) પ્રાચીન શક્તિ પીઠ આવેલ છે તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે.

અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે.પ્રાચિન 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે અહીં ભગવાન કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. વળી ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હતા. મંદિરથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે ગબ્બર નામના પહાડ આવેલો છે જ્યાં માતાના પદ્મચિન્હ બનેલા છે.

મંગલા ગૌરી મંદિર.બિહાર ભારતના ગયાના મંગલા ગૌરી મંદિરનો ઉલ્લેખ પદ્મ પુરાણ, વાયુ પુરાણ અને અગ્નિ પુરાણ અને શ્રી દેવી ભાગવત પુરાણ અને માર્કન્ડેય પુરાણમાં અન્ય શાસ્ત્ર અને તાંત્રિક કાર્યોમાં કરવામાં આવ્યો છે.આ મંદિર મા શક્તિ શક્તિપીઠમાં છે.હાલનું મંદિર 15 મી સદીનું છે વારાણસીમાં સ્થિત આ મંદિરમાં માનવામાં આવે છે કે અવિવાહિત કન્યાઓ જો માં ના દર્શન કરશે તો તેમને સર્વગુણ સંમ્પન્ન વર અને નિ:સંતાન દમ્પત્તિને દર્શન કરવાથી બાળકની પ્રાપ્તિ થઈ શકે છે.

દુર્ગા મંદિર.બનારસ ખાતે અસ્સી રોડથી થોડા અંતરે આનંદ બાગ નજીક દુર્ગા કુંડ નામનું સ્થળ છે. અહીં આદ્ય શક્તિ દુર્ગાજીનું મંદિર પણ છે. આ મંદિર અને કુંડનું નિર્માણ ૧૮મી સદીમાં બંગાળની મહારાણીએ કરાવ્યું હતું. આ કુંડ પહેલાં ગંગા નદી ના પ્રવાહ સાથે જોડાયેલ હતો. માનવામાં આવે છે કે અહીં દેવી માતાની મૂર્તિ સ્વયંભૂ પગટ થઈ હતી.નવરાત્રી, શ્રાવણ અને મંગળવાર અને શનિવારના દિવસોમાં આ મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ રહે છે. આ કુંડ નજીક રામ ચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા સ્થાપિત હનુમાનનું સંકટમોચન મંદિર છે.મિત્રો આ મંદિર કાશીના પુરાતન મંદિરો માંનું એક છે. લાલ પથ્થરોથી બનેલા આ અતિ ભવ્ય આ મંદિરની એક તરફ દુર્ગા કુંડ.છે. આ મંદિરમાં માં દૂર્ગા યંત્ર રુપમાં વિરાજમાન છે. કેટલાક લોકો અહીં તંત્ર પૂજા પણ કરે છે.

કનકદુર્ગા મંદિર.વિજયવાડામાં આવેલ ‘ઈન્દ્રકીલાદ્રી’ નામના આ પર્વત પર રહેતી માતા કનક દુર્ગેશ્વરીંનું મંદિર, આંધ્રપ્રદેશના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ એક એવું સ્થાન છે, જ્યાં એક વાર આવીએ એટલે એમનું સંસ્મરણ આખી જીંદગી નથી ભૂલી શકાતું. આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં માઁની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે. પરંતુ નવરાત્રિમાં તો આ મંદિરની રોનક જ નિરાળી હોય છે. શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ પ્રકારની પૂજાનું આયોજન કરે છે.અને માનવામાં આવે છે કે વિજયવાડાના કેન્દ્રમાં સ્થાપિત આ મંદિરમાં સ્થાપિત કનક દુર્ગામાંની પ્રતિમાં સ્વયંભૂ’ છે.

જ્વાળામુખી મંદિર.મિત્રો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાલીધાર પહાડી વચ્ચે આવેલું છે જ્વાળામુખીનું મંદિર. મા જ્વાલા દેલી તીર્થ સ્થળ દેવીના 51 શક્તિપીઠો પૈકીનું એક છે. અહીં દેવી સતીની જીભ પડી હતી. દુનિયાનું પહેલું મંદિર છે જ્યા મૂર્તિની પૂજા નથી થતી. અહીં સદિઓથી બનેલી 11 જ્વાળાઓ પ્રજ્વલિત છે. તેમાં મુખ્ય જ્વાળા જે ચાંદી જાલા વચ્ચે છે તેને મહાકાલી કહે છે. અન્ય 10 જ્વાળા ના રૂપમાં અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી નિવાસ કરે છે.

સામાન્ય રીતે મંદિરોમાં સવાર-સાંજ આરતી થાય છે. પણ અહીં રોજ 5 વાર આરતી થાય છે તેમજ પાંડવો દ્વારા શોધવામાં આવેલ માં નું આ મંદિર માતાના અન્ય મંદિરોની તુલનામાં અનોખું છે કારણ કે અહીં કોઈ મૂર્તિની પૂજા નથી થતી પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળી રહેલી જ્વાળા ઓની પૂજા કરવામાં આવે છે. અકબરે પણ આ જ્વાળાઓને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેને પણ હાર માનવી પડી હતી.

નૈના દેવી.નૈનીતાલમાં નૈની તળાવના ઉત્તરી કિનારા પર નૈના દેવી મંદિર આવેલું છે. 1880માં ભૂસ્ખલન થવાથી મંદિર નષ્ટ થઈ ગયું હતું ત્યારબાદ તેને ફરીથી બનાવવામાં આવ્યું છે. અહીં સતીના શક્તિ રૂપની પૂજા કરવામાં આવે છે, મંદિરમાં બે નેત્ર છે જે નૈના દેવીને દર્શાવે છે હિમાચલ પ્રદેશના પહાડોંમાં સ્થિત આ મંદિરમાં દેવી સતીના નૈન એટલે કે આંખો પડી હતી. માતા નૈના દેવી પોતાના આ ભવ્ય મંદિરમાં પિંડી રૂપમાં સ્થાપિત છે.

કામાખ્યા મંદિર.આસામમાં આવેલું કામાખ્યા મંદિરે તો એકવાર જવું જ જોઈએ. ગુવાહાટીથી 7 કિમી દૂર નીલાચલની પહાડી પર સ્થિત આ મંદિર આવેલું છે. તેની સાથે સાથે 10 મહાવિદ્યાને સમર્પિત 10 અલગ અલગ મંદિર છે. નીલપર્વત પર આ મંદિર છે. આ મંદિર પાછળ એક દંતકથા છે કે ભગવાન શંકર સતીના મૃતદેહને ખભે લઈ સચરાચરમાં પ્રચંડવેગે ફરતા હતા ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રથી સતીનો ગૃહૃભાગ કપાઈને અહીં પડ્યો હતો માતાના દરેક શક્તિપીઠોંમાં કામાખ્યા શક્તિપીઠને સર્વોત્તમ કહેવામાં આવે છે. અહીં ભગવતીની મહામુદ્રા (યોનિ-કુંડ) સ્થિત છે. આ મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ નથી અહીં પ્રતિવર્ષ 3 દિવસ અમ્બુવાચી પર્વ મનાવવામાં આવે છે જે માં ના રજસ્વલા હોવાનું પ્રતિક હોય છે. એટલા માટે આ મંદિરનું તાંત્રિક મહત્વ છે.