Breaking News

નવસારીમાં હાર્ટ એટેક આવવાના કારણે પોલીસ કર્મચારીનું કરુણ મોત… 4 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના નવસારી જિલ્લામાંથી સામે આવી રહી છે. નવસારીમાં હાર્ટ એટેક આવવાના કારણે વધુ એક નાની ઉંમરના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, પોલીસ હેડક્વાર્ટસમાં નોકરી કરતા DYSPના ગાડનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા પોલીસ જવાનનું નામ નરેશભાઈ ઠાકરિયા છે અને તેમની ઉંમર 35 વર્ષની છે.

ગઈકાલે ઊંઘમાં અચાનક જ નરેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાયના કમાન્ડો તરીકે પોલીસ હેડ ક્વાર્ટરમાં નરેશભાઈ છેલ્લા છ મહિનાથી ફરજ બજાવતા હતા.

તેવામાં અચાનક જ નરેશભાઈનું હાર્ટ એટેક આવતા મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. નરેશભાઈનું મોત થતા ચાર વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. નરેશભાઈના પત્ની પણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર આજે કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ પહેલા પણ તમે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About dharmikofficial

Check Also

ગણેશ વિસર્જનના દિવસે માત્ર 11 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે …

Recent Comments

No comments to show.