નવા વેરિએન્ટ ઓમિક્રોન પર કોરોનાની રસીની અસર અંગે WHO એ આપ્યું એવું નિવેદન, દુનિયા આખી ચિંતાતૂર બની, જાણો શું કહ્યું?

0
123

ઓમિક્રૉન વેરિયન્ટના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી કોરોના વાયરસના આ વેરિયન્ટને લઇને ચેતવણી આપી છે.કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રો અંગે દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ તેને લઈને અનેક જાણકારીઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ જણાવ્યું છે કે ઓમિક્રોન કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં વધુ તેજ છે અને તે રસીના પ્રભાવને ઓછો કરી નાખે છે.

જો કે આ સાથે તેણે એમ પણ કહ્યું કે શરૂઆતના આંકડામાં જાણવા મળ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ ઓછા ગંભીર લક્ષણો પેદા કરે છે. વાત જાણે એમ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને રવિવારે પોતાની એક સંક્ષિપ્ત બ્રીફમાં જણાવ્યું કે શરૂઆતના પુરાવા જણાવે છે કે ઓમિક્રોન ‘સંક્રમણ અને સંચરણ વિરુદ્ધ રસીની પ્રભાવશીલતામાં કમી’નું કારણ બને છે. પરંતુ શરૂઆતના આંકડા એ દર્શાવે છે કે કોરોનાના ડેલ્ટા અને અન્ય વેરિએન્ટની સરખામણીમાં આ વેરિએન્ટ લોકોને વધુ બીમાર કરતો નથી અને લક્ષણોની સાથે સાથે સંક્રમણ પણ ઓછું જોખમકારક જોવા મળ્યું છે. આ અગાઉ પણ વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વધુ ગંભીર બીમારીનું કારણ બનતો નથી.

જો કે ઝડપથી મ્યૂટેટ કરી રહેલા આ વેરિએન્ટ અંગે હજુ ઘણી જાણકારી સામે આવવાની બાકી છે. પરંતુ એ વાતના કોઈ સંકેત મળ્યા નથી કે કોરોનાની હાલની તમામ રસીને ઓમિક્રોન માત આપી શકે છે. હાલ ઓમિક્રોનને લઈને જે પણ સંકેત મળી રહ્યા છે તે અંગે સાવધાન રહેવાની જરૂર છે. અત્રે જણાવવાનું કે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહોલા ઓમિક્રોન વેરિએન્ટ અંગે જાણકારી મળી હતી. તેના શરૂઆતના આંકડાઓના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે કોરોનાની રસી કઈક હદે સુરક્ષા આપવા માટે સક્ષમ છે.

પરંતુ તાજા અપડેટ બાદ ઓમિક્રોન પર રસીની અસરને લઈને એકવાર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રસીની આ નવા વેરિએન્ટ પર અસર થશે કે નહીં? આ બાજુ ઓમિક્રોન વિરુદ્ધ પોતાની રસીના પ્રભાવીકરણ અંગે બાયોએનટેક અને ફાઈઝર નિર્માતાએ હાલમાં એક અધિકૃત નિવેદનમાં કહ્યું કે રસીના બંને ડોઝ એન્ટીબોડીને થોડા ઓછા વિક્સિત કરે છે. પરંતુ ત્રીજો ડોઝ (બુસ્ટર ડોઝ)થી વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી 25 ટકા વધી જાય છે. બધુ મળીને રસીનો ત્રીજો ડોઝ લાગતા જ શરીરમાં ઓમિક્રોન સામે લડવા માટે એન્ટીબોડી સક્ષમ થઈ જાય છે.

WHOએ કહ્યું કે, ઓમિક્રૉન વાયરસથી લડનારી વેક્સિનની અસરકારકતા ઓછી કરવામાં સક્ષમ છે અને તે ઝડપથી પગપેસારો કરી રહી છે. તેણે સંભાવના વ્યક્ત કરી છે કે જલ્દીથી કોરોના વાયરસના કેસોમાં ઓમિક્રૉન ડેલ્ટા વાયરસને પાછળ છોડી દીધો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને રવિવારે કહ્યું કે, શરૂઆતના આંકડા અનુસાર, ઓમિક્રોન ડેલ્ટા સ્ટ્રેનના મુકાબલે વધુ સંક્રામક છે. આ સંક્રમણ બાદ વેક્સિનની શરીરમાં અસરકારકતાને ઓછી કરવાનું કામ કરે છે. જોકે, તેમાં ખુબ જ ઓછા લક્ષણ દેખાય છે. યૂએન એજન્સીના ટેક્નીકલ વિશેષજ્ઞોના અનુસાર, સંભાવના છે કે ઓમિક્રોન જલ્દીથી ડેલ્ટા વેરિયન્ટને પાછળ છોડી શકે છે, જ્યાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન થયું છે.

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે, ઓમિક્રોન ખુબ જ ઓછા સમયમાં 63 દેશો સુધી ફેલાઇ ચૂક્યો છે. આ ડેલ્ટા સ્ટ્રેનનો સૌથી ઓછા કેસ વાળો સાઉથ આફ્રીકાથી સૌથી વધુ કેસ વાળા બ્રિટન સુધી પહોંચી ચૂક્યો છે. જોકે, પૂરતી માહિતીની કમીને જોતા WHOએ કહ્યું કે, ઓમિક્રોન ઇમ્યૂનિટી માટે ભલે ડેલ્ટા જેટલો ખતરનાક ન હોય, પરંતુ આ બન્નેનું એક જગ્યાએ પહોંચવું નવા ખતરાનું કારણ બની શકે છે.