‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, ઘનશ્યામ નાયક છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા…

0
390

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અભિનેતાએ 77 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે.એક મીડિયા સાથેની વાતચીતમાં તેમના દીકરા વિકાસ નાયકે કહ્યું હતું, ‘પપ્પાની તબિયત સારી છે. પહેલાં કરતાં ઘણી સુધારા પર છે, પરંતુ હવે તેમને વધારે આરામની જરૂર છે. આથી જ તેઓ શોનું શૂટિંગ કરી શકતા નથી. એવું નથી કે તેમણે શૂટિંગ કરવાનું સાવ બંધ કરી દીધું હોય.

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા..’ ફૅન ક્લબે 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું હતું, ‘નટુકાકાની હાલની તસવીરો, બિહાઇન્ડ ધ સીન્સ’ આ તસવીરમાં ઘનશ્યામ નાયકનું વજન ખૂબ ઓછું થઇ ગયું છે. આ ઉપરાંત તેમનું મોં જમણી સાઇડથી સહેજ ત્રાંસુ થઈ ગયું હોય તેમ જોવા મળે છે.અભિનેતા ઘનશ્યામ નાયકે રંગભૂમિ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. નટુકાકા ગુજરાતના મહેસાણાના વતની હતા.સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને પણ આ બાબતે થોડી વાર પહેલા જ ખબર પડી. આ ખૂબ દુઃખદ ઘટના છે. કલા જગતને આ ખૂબ મોટી ખોટ પડી ગઈ છે. તે નાનપણથી જ રંગભૂમિ સાથે જોડાયેલા હતા.તેમને આજીવન રંગમંચની સેવા કરી. આજે ખૂબ જ કુશળ અભિનેતા આપણી વચ્ચેથી જતા રહ્યા છે. ખૂબ જ દુઃખ થાય છે. રંગલો કહો તેવા જીવંત પાત્રથી લોકોને તેમને હસાવ્યા છે. તેઓ લોકોના મનમાં અમર રહેશે. રંગભૂમિ સિવાય તેમને કશું ખપે એવું નહોતું. તેમની ઈચ્છા હતી કે, મેકઅપની સાથે દુનિયા છોડવી.

ગત સપ્ટેમ્બર મહિનામાં ખ્યાલ આવ્યો હતો કે, એમને કેન્સરની એક ગાંઠ છે. પછી નિદાન શરૂ થયું હતું. એ સમયે તેઓ 13 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. ઑપરેશન કરીને આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ રેડિયેશન અને કિમોથેરાપી લીધી હતી. જૂન મહિનામાં પુત્ર વિકાસે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે, કેન્સરે ફરી ઊથલો માર્યો છે.

રેડિયેશનના ત્રીસ અને કિમોના પાંચ સેશન પૂરા કર્યા હતા. ઑક્ટોબર સુધી એમનો ઈલાજ ચાલી રહ્યો હતો. એ પછીના છ મહિના પછી એમના પેટનું સ્કેનિંગ કરાયું હતું. ઉંમર વધારે હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સરળ નથી રહેતી. આ માટે કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આ માટે તેમણે એક નાનકડી સર્જરી પણ કરાવી હતી. કિમો સેશન વચ્ચે પણ તેમણે ‘તારક મહેતા’ સીરિયલનું શુટિંગ કર્યું હતું. પુત્ર વિકાસ સાથે તેઓ સેટ પર આવતા અને શુટિંગ કરતા હતા.

ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લાં એક વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ આ કેન્સર સામે જંગ હારી ગયા છે. ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ત્યારે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ ’નટુકાકા’ના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.