નસીબ ખુલ્યા,આઝાદી બાદ ગુજરાતના આ ગામમાં પ્રથમ વખત આવી બસ,લોકોએ જે કર્યું તે જાણી નવાઈ લાગશે..

0
198

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પીપરોણી ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસટી બસની સુવિધા શરૂ થઈ છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના હદને અડીને આવેલા કપરાડા તાલુકાના પીપરોણી ગામના લોકો આઝાદીથી અત્યાર સુધી એસટી બસની સુવિધાથી વંચિત હતા. ગામ સુધી પહોંચવાનો રસ્તો પણ પાકો ન હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામમાં વિકાસ શરૂ થયો છે અને હવે પાકો રસ્તો પણ બનતાં ગામમાં એસ.ટી.ની સુવિધા શરૂ થઈ છે.

પીપરોણી ગામમાં સૌ પ્રથમ વખત જ શણગારેલી બસ પહોંચતા ગામ લોકો એકઠા થયા હતા. પ્રથમ વખત જ ગામમાં આવેલી બસની પૂજા અગરબત્તી કરી અને સ્વાગત કર્યું હતું. દીવા જેવું સ્પષ્ઠ છે કે, ગુજરાતનું વિકાસ મોડલ દેશભરમાં લાગુ કરાયું છે. ઘણા રાજ્યોએ આ મોડલનો પ્રયોગ કરીને,પોતાના રાજ્યોને વિકાસની દિશામાં દોડતા કરી દીધા છે. આ વચ્ચે આશ્ચર્યની વાત સામે આવી છે કે, ગુજરાતના એક ગામમાં આઝાદી બાદ પહેલી વખત ગામમાં બસ આવી હોય. આ ઘટના બની છે.

વલસાડ જિલ્લાના પીપરોની ગામ માં સૌપ્રથમ વખત પહોંચી એસ ટી બસ આવતા નાગરીકો આનંદ વિભોર થઇ ઉઠ્યા હતા. આઝાદી કાળ પછી પહેલી વખત જ ગામમાં બસ આવી હોય, લોકોએ બસનું દિવાબત્તી કરી સ્વાગત કર્યું હતું.અને ગામમાં બસ પહોંચતા યુવકોએ બસ સાથે ફોટા પડાવ્યા હતા. વલસાડ જીલ્લાના પીપરોની નાગરિકોને અત્યાર સુધી તાલુકા કે જિલ્લા મથક સુધી જવા બાજુના ગામ સુધી ચાલતાં જવું પડતું હતું. આટલા વર્ષો પછી રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ના પ્રયાસ થી બસની સુવિધા પ્રાપ્ત થઇ છે.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે. આથી અન્ય વિસ્તારોની સરખામણીમાં આ તાલુકાના ઓછો વિકાસ થયો હતો. તેમાય કપરાડાના અંતરિયાળ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલો આ વિસ્તાર વિકાસની મુખ્યધારાથી વંચિત હતો પરંતુ હવે ગામમાં વિકાસ શરૂ થયો છે.અત્યાર સુધી ગામના લોકોએ તાલુકા મથક કપરાડા કે જિલ્લા મથક વલસાડ જવું હોય કે અન્ય કોઈ ગામ જવું હોય તો પીપરોણી ગામના લોકોએ ચાલતા નજીકના ગામ સુધી જવું પડતું હતું. જ્યાં એસ.ટી. બસ કે અન્ય પ્રાઇવેટ વાહનની સુવિધા ચાલતી હોય.

મહત્વપૂર્ણ છે કે પહાડી વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં પ્રાઇવેટ વાહનો પણ ચાલતા ન હતા અને જે એકલ દોકલ વાહન ચાલતાં તેમાં પણ જીવના જોખમે આ મુસાફરી કરવી પડતી હતી. પરંતુ હવે કપરાડાના ધારાસભ્ય એવા જીતુભાઈ ચૌધરી રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી છે. આથી ગામના લોકોએ એસ.ટી.ની સુવિધા શરૂ કરવા માટે માંગ કરી હતી. લોકોની માગ થતા રાજ્ય મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના પ્રયાસોથી કપરાડા તાલુકા મથક પીપરોણી ગામ સુધી દિવસમાં બે વખત એસટી બસની સુવિધા શરૂ થઈ છે.

કપરાડા એસટી ડેપોથી બસને શણગારી અને પ્રથમ વખત પીપરોણી ગામ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ અને સ્થાનિક જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત જ પીપરોણી ગામમાં બસ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રથમ વખત જ ગામમાં આવેલી બસની દીવાબત્તી, પૂજા અર્ચના કરી સ્વાગત કર્યું હતું. ગામમાં આવેલી બસમાં ચડીને યુવકોએ બસની સાથે ફોટા પડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા છેવાડાના ગામ પીપરોણીમાં આઝાદી બાદ પ્રથમ વખત જ એસટી બસની સુવિધા શરૂ થતા લોકો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.