પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં કરડતા પતિની નકલી બત્રીસી જપ્ત કરોઃ કોર્ટનો આદેશ,જાણો સમગ્ર મામલો…

0
106

સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે જેમાં પતિ-પત્નીનો સંબંધ એ પવિત્ર સંબંધ કહેવાય છે. પરંતુ કેટલાંક લોકો એવાં પણ હોય છે કે જેઓ પતિ-પત્નીના સંબંધ પર લાંછન લગાવતા હોય છે. આવી જ એક ઘટના ઈન્દોરની 40 વર્ષની મહિલાએ ગુજરાતમાં રહેતા 67 વર્ષના પતિ સામે અકુદરતી સેક્સ માટે ફરજ પાડતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં કરડતા પતિની નકલી બત્રીસી જપ્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

ઈન્દોરની 40 વર્ષની મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં તેના લગ્ન ગુજરાતના જ્વેલર સાથે થયા હતા. 67 વર્ષના તેના પતિની પ્રથમ પત્નીનું કોરોનામાં મૃત્યુ થયું હતું. એ પછી સગા-સંબંધીઓએ ૪૦ વર્ષની મહિલાના બીજા લગ્ન તેની સાથે કરાવ્યા હતા.લગ્ન પછી પતિ તેને અકુદરતી સેક્સ કરવાની ફરજ પાડતો હતો. મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે તેનો પતિ અકુદરતી સેક્સ ઉપરાંત શરીરમાં દાંત બેસાડીને ઈજા પહોંચાડતો હતો.

એટલું જ નહીં, પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં પણ હેવાનિયત આચરીને નકલી બત્રીસીથી કરડતો હતો. ડિસેમ્બરમાં પત્નીએ પતિ વિરુદ્ધ અકુદરતી શારીરિક સંબંધ બનાવવાનો કેસ દાખલ કર્યો હતો. પત્નીનો આરોપ છે કે સંબંધ બનાવતી વખતે પતિ તેના બચકાં ભરે છે. મહિલા વતી એડવોકેટ કૃષ્ણ કુમાર કુમ્હારે દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ મહિલા સાથે કરવામાં આવેલી ક્રૂરતાના ફોટોગ્રાફ્સ અને ઈજાના નિશાનો મૂક્યા હતા. આ કેસને મહિલા સંબંધિત ગંભીર અપરાધ ગણીને કોર્ટે આરોપીની વહેલી તકે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

આ સાથે પોલીસને તેની નકલી બત્રીસી પણ જપ્ત કરવાનો આદેશ કર્યો છે.પીડિતાએ જણાવ્યું કે જ્વેલરની પહેલી પત્નીનું કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ થયું હતું. તે પોતે પણ તેના પહેલા પતિથી લાંબા સમયથી અલગ રહી હતી. સંબંધીઓના કહેવા પર બંનેએ ઓક્ટોબર 2021માં લગ્ન કર્યા હતા. લગ્નની પહેલી જ રાત્રે તેણે ખોટી રીતે સંબંધો બાંધ્યા હતા. જે બાદ તે વારંવાર આવું કરવા લાગ્યો હતો. આ કારણે તે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતથી ઈન્દોરમાં તેના ઘરે આવી હતી.

આરોપી ગુજરાતનો છે અને 7 ડિસેમ્બરથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.પત્ની તેનો પ્રતિકાર કરતી તો પતિ ઈન્દોરમાં રહેતા એના આખા પરિવારને બરબાદ કરી દેવાની ધમકી આપતો હતો. વારંવારની આ સતામણીથી કંટાળીને પત્ની ગત વર્ષે ડિસેમ્બરમાં પિયર આવી ગઈ હતી. એ પછી ૪૦ વર્ષની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઈન્દોરની કોર્ટમાં પતિની ધરપકડની માગણી સાથે અરજી થઈ હતી. કોર્ટે પીડિત પત્નીની અરજી માન્ય રાખીને પોલીસને તેના પતિની ધરપકડનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત જે બત્રીસીથી એ પત્નીને ઈજા પહોંચાડતો હતો એ બત્રીસીને જપ્ત કરવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.