નરશે કનોડિયા અને મહેશ કનોડિયાની આ તસવીરો, ઘણાં ઓછાં લોકએજ જોય હશે જુઓ વર્ષો પહેલાં ની આ તસવીરો…….

0
353

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય ભાઈઓની જોડી વિશે વાત કરીશું, જે હાલમાંજ તે બંને ભાઈઓનું થયું હતું નિધન, એવા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવાં દિગ્ગજ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું મંગળવારના રોજ 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના પોઝિટિવ આવ્યાને કારણે યુ.એન હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દાખલ હતાં. મોટા ભાઇ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાના ભાઇ નરેશ કનોડિયાનું નિધન થયું છે.

મહેશ-નરેશની જોડી તરીકે જાણીતા બંને ભાઈઓ વચ્ચે અપાર પ્રેમ હતો. ત્યારે ગુજરાતી ફિલ્મ જગતની મશહૂર મહેશ-નરેશની રામ-લક્ષ્મણ જેવી જોડીના કેટલાંક ન જોયા હોય તેવા ફોટો જોઇને તમારી આંખો પણ અશ્રુભીની થઇ જશે. જો કે વિધિની વક્રતાને પગલે કોરોનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં નરેશ કનોડિયા અંતિમ સમયે પોતાના મોટા ભાઈનું મોઢું ન હોતા જોઈ શક્યા. પાટણ જિલ્લાના કનોડા ગામમાં મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનો જન્મ થયો હતો.

નરેશ કનોડિયાના પાર્થિવ દેહને ગાંધીનગર સેક્ટર 30 સ્થિત સ્મશાન ગૃહ ખાતે લઇ જવાશે અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરાશે. તે પહેલાં પાંચ મિનિટ માટે પરિવાર, મીડિયા અને નજીકના સ્વજનો માટે તેઓને અંતિમ દર્શન માટે લાવવામાં આવશે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. આ પહેલાં 20 ઓક્ટોબરના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 22 ઓક્ટોબરના રોજ તેમની યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક તસવીર પણ સામે આવી હતી.

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું પણ તારીખ 25મીએ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે બે દિવસ અગાઉ ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો છેક દેશ-વિદેશમાં આપવામાં આવ્યા હતાં.નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી હિટ ફિલ્મો આપી છે. તેઓએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે 1970થી ગુજરાતી ફિલ્મોમાં કામ શરુ કર્યું હતું. આ સાથે 40 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે અને 63થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે.

આ ઉપરાંત ‘છોટા આદમી’ નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હેતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર છે. હેતુ કનોડિયાએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. તેમને પણ એક રાજવીર નામનો પુત્ર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતાં. તેમની સાથે જ મોટા ભાઇ મહેશ કનોડિયા પણ રહેતા હતાં. મહેશ કનોડિયાનો જન્મ પણ 27 જાન્યુઆરી 1937ના રોજ કનોડા ગામમાં જ થયો હતો.

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી.

નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી. મહેશ કનોડિયા પોતાના અવાજ માટે ખૂબ જાણીતા હતાં. તેઓએ અનેક ફિલ્મોમાં ગીતો ગાયાં છે. એમાંય ખાસ કરીને મહિલાના અવાજમાં તેમનાં ગીતોને કારણે તેમની ભારે લોકપ્રિયતા રહી હતી. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે.

આ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. આ સિવાય કન્નડ ફિલ્મ “અપૂર્વ કન્નસુમ” માં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વીડિયો ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. આ વીડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં.

તેમનાં ઘણાં ગીતો લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યસુદાસ, કિશોરકુમાર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, મહેન્દ્ર કપુર, કવિતા ક્રિષ્ણમૂર્તિ, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ, શબ્બીરકુમાર, કરસન સાગઠિયા જેવાં દિગ્ગજોએ ગાયેલાં છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં થોડાંક દિવસો પહેલાં મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનો એક સાથે ગાયેલા ગીતનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ બંન્ને ભાઇઓ ‘તેરે બિના ભી ક્યા જીના’ ગીત સાથે ગાયું હતું. ત્યારે રવિવારે 25મીએ મહેશ કનોડિયાનું નિધન થયું હતું જ્યારે તેના ત્રીજા જ દિવસે મંગળવારના રોજ નરેશ કનોડિયાનું નિધન થયું.

જેથી અહીં તેમના ‘તેરે બિના ભી ક્યા જીના’ ગીતના શબ્દો પુરવાર થાય છે. નરેશ કનોડીયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે ભલે અલગ-અલગ સમયે જન્મ્યા હોઇએ પણ અમે એકબીજાથી એટલાં જોડાયેલા છીએ કે જો મહેશભાઇને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ ગળું ખરાબ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ.

નરેશ કનોડિયાના ઈન્ટરવ્યુ મુજબ જ તેઓએ પણ તેમના મોટાભાઈના નિધનના ત્રીજા જ દિવસે આ દુનિયામાંથી વિદાય લીધી છે. સોશિયલ મીડિયાના જમાનામાં થોડા દિવસો પહેલા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનો એકસાથે ગીત ગાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. બંન્ને ભાઇઓ ‘તેરે બિના ભી ક્યા જીના’ ગીત સાથે ગાયુ હતુ. ગત રવિવારે જ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. અને તેમના નાના ભાઈ નરેશ કનોડિયાનું અમદાવાદની યુ એન મહેતામાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.