મૃત્યુ બાદ શરીરમાંથી આત્મા કયાંથી નિકળે છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ?…

0
299

આ પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય કે જીવ જન્મ લે છે તો તેના જીવનમાં સૌથી સત્ય હોય છે તેનું મૃત્યુ. જે દરેક વ્યક્તિને અને જીવને આવે જ છે.જેવી રીતે દરેક મનુષ્યનું જીવન અલગ અલગ હોય છે, તેવી રીતે તેના કર્મથી પ્રાપ્ત થયેલા સંસ્કાર પણ અલગ અલગ હોય છે.આ સંસ્કાર મનુષ્યના વિચાર જીવન પ્રતિ દ્રષ્ટિકોણ અને કર્મને સંચાલિત કરે છે.જેવા તેના સંસ્કાર હોય છે,તેવા જ તેના કર્મ પણ હોય છે.જન્મ અને મૃત્યુ દરેક જન્મ લેનાર સાથે જોડાયેલી એક નિશ્ચિત બાબત છે, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે એ પછી ભગવાન પણ કેમ ના હોય,ઈશ્વર પણ જયારે આ ધરતી ઉપર માનવ અવતાર ધારે છે ત્યારે તેમનું પણ મૃત્યુ થયેલી આપણે સાંભળ્યું છે.

જન્મ કેવી રીતે થાય છે તેના વિશે તો દરેક લોકો જાણે છે પરંતુ મૃત્યુ બાદ શરીરમાંથી આત્મા કઈ જગ્યાએથી નીકળે છે તે કદાચ ઘણા જ ઓછા લોકોને ખબર હશે. આજે તમને એ હકીકતથી અમે વાકેફ કરાવીશું કે મૃત્યુ બાદ મનુષ્યના શરીરમાંથી આત્મા ક્યાંથી નીકળે છે.આપણા મગજમાં આત્મા વિશેના ઘણા વિચારો ચાલતા હશે, આત્માનો કોઈ આકાર હોતો હશે? તેનું કોઈ રૂપ રંગ હશે શું તે મનુષ્યના ચહેરાના જેવી જ દેખાતી હશે? આ આત્મા કેવી રીતે બહાર નીકળે છે. આ બધું જ જણાવાની દરેકની જિજ્ઞાસા પણ હોય છે.ગ્રૃડ પુરાણમાં જણાવ્યા અનુસાર મનુષ્યના શરીરમાં 10 અંગો એવા હોય છે જે હંમેશા ખુલ્લા હોય છે.

જેમાં બે આંખો, નાક ના બે કાણા, મોઢું અને મળ મૂત્ર વિસર્જન દ્વાર અને છેલ્લે આવે છે માથાના વચ્ચેના ભાગમાં આવેલું તાળવું.બાળકનો જયારે જન્મ થાય છે ત્યારે તેના માથાનો સ્પર્શ કરીને તમે એ છિદ્રને અનુભવી શકો છો. એવું પણ કહેવામા આવે છે કે જયારે માતાના ગર્ભની અંદર બાળકના શરીરની અંદર આત્માનો પ્રવેશ આ છિદ્ર દ્વારા જ થાય છે.એવું પણ કહેવામાં આવે છે કે માણસ જે પ્રમાણેના કર્મ કરે છે, તે પ્રકારે જ તેના મૃત્યુ બાદ તેના કર્મોના આધારે તેના શરીરના એ ભાગમાંથી આત્મા બહાર નીકળે છે. જેમ કે સારા કર્મો કરનારની આત્મા માથાના તાળવામાંથી બહાર નીકળે છે.

અને ખરાબ કર્મો કરનાર વ્યક્તિની આત્મા ગુપ્તાંગો ના છિદ્ર દ્વારા નીકળે છે જેના કારણે તેમને ખુબ જ પીડા પણ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે સાત્વિક આત્માઓને દેવદૂતો પોતાની સાથે સ્વર્ગમાં લઈને જાય છે અને ખરાબ આત્માઓને યમદૂતો બંધનોમાં બાંધીને યમલોક લઇ જાય છે. જયારે શરીરનું દહન કરવામાં આવે છે ત્યારે આત્માને પાછી પૃથ્વી લોક ઉપર લાવવામાં આવે છે અને તેમને તેમનો અંતિમ સંસ્કાર બતાવવામાં પણ આવે છે. આ દરમિયાન આત્મા એ શરીરમાં પાછો પ્રવેશ મેળવવા માટે તડપે છે, પરંતુ બંધનોમાં બંધાઈ હોવાના કારણે તે શરીરમાં પ્રવેશ કરવા માટે અસમર્થ રહે છે.

18 પુરાણોમાના એક પુરાણ ગરુડ પુરાણમાં પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક ઉપરત્ન ઘણી એવી વાતો જણાવવામાં આવી છે જે વાંચીને તમને પણ ઘણા આશ્ચર્યો થશે અને ઘણી માહિતી પણ મળશે, વિજ્ઞાન, ધર્મ, નીતિનું વર્ણન પણ તેમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધાર્મિક ગ્રંથનો પાઠ દરેક કોઈએ કરવો જોઈએ.દેહ માંથી નીકળતા અન્યત્ર જન્મ લેતા જીવને દેવતા અને દિવ્ય પુરુષ જ જોઈ શકે છે. મૃત્યુ બાદ આપણું શરીર અતીવાહિક જીવન ધારણ કરી લે છે. તેણે ત્યાગેલું શરીર આકાશ, વાયુ અને તેજ આ ઉપરના ત્રણ તત્વ છે. જેમાં મનુષ્ય મૃત્યુ પછી મળી જાય છે અથવા પૃથ્વીના અંશ નીચેના તત્વોથી એકીભુત થઇ જાય છે. આ વાતને શરીરનું પંચતત્વમાં પ્રાપ્ત થયું તેવું માનવામાં આવ્યું છે. જેમાં આપણો આત્મા અને આપણું શરીર અદ્દભુત રીતે સ્વર્ગમાં સ્થાન મેળવે છે.

મૃત્યુ પામેલા જીવને યમરાજ તરત જ અતીવાહિક (ખુબ જ ઝડપી) શરીરને યમલોક પહોંચાડે છે. યમલોકનો માર્ગ ખુબ જ કઠીન છે અને 86 હજાર યોજન લાંબો છે. ત્યાં લઇ જવાતા જીવ તેના પરિવાર દ્વારા મૃત્યુ બાદ જળ અને અન્ન આપવામાં આવે છે અને તેનો તે યમલોકમાં જઈને ઉપભોગ કરે છે. યમરાજને મળ્યા પછી તેના આદેશથી ચિત્રગુપ્ત અલગ અલગ નર્ક બતાવે છે અને તેમાંથી જ તેને એ જીવ પ્રાપ્ત થયો છે. જો તે ધર્માત્મા હોય તો તેને યોગ્ય માર્ગ મળે છે. એટલે કે વ્યક્તિનું જીવ અલગ અલગ યોનીમાં પ્રવેશ મેળવે છે. જે તેને કર્મ આધારિત નર્ક સમાન માનવામાં આવે છે. એટલા માટે જો કર્મ સારા હોય તો આપણા પ્રાણ બ્રહ્મ સ્વરૂપે વિલીન થાય છે.