મુકેશ અંબાણી એ ક્યારેય નથી છોડ્યો નીતા નો સાથ,હંમેશા નિભાવ્યો છે સાચા ગુજરાતી નો પતિ ધર્મ…..

0
300

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના ટોચના 10 ધનિક લોકો તેમજ ભારતના સૌથી ધનિક વ્યક્તિમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે મુકેશ અંબાણીએ તેમની કંપનીઓના પ્રોજેક્ટ્સ તેમના પુત્ર આકાશ અને પુત્રી ઇશાને સોંપ્યા છે. બીજી તરફ, મુકેશની પત્ની નીતા અંબાણી પણ કંપનીના સ્પોર્ટસ બિઝનેસમાં તેની જવાબદારી નિભાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ યાત્રામાં નીતા અંબાણીએ ઘણું યોગદાન આપ્યું છે.

મુકેશે હંમેશા મને ટેકો આપ્યો: નીતા અંબાણીનેઆપણે જણાવી દઈએ કે નીતા અને મુકેશના લગ્ન વર્ષ 1985 માં થયા હતા. નીતા મુંબઇના એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરી હતી. નીતાના પિતા બિરલા ગ્રુપના ઓફિસર હતા. નીતાએ કોમર્સમાંથી સ્નાતક થયા છે. નીતાના જણાવ્યા અનુસાર, તે મુકેશ સાથે લગ્ન કરવા જઇ રહી હતી, ત્યારે તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે ફક્ત એક શો તરીકે ઘરમાં રહી શકતી નથી.

આને કારણે નીતાએ લગ્ન પછી વિશેષ શિક્ષણમાંથી ડિપ્લોમા મેળવ્યો અને ઘણા વર્ષો સુધી શિક્ષક તરીકે કામ કર્યું. આગળ, નીતા અંબાણી કહે છે, “ઘણા લોકો વિચારતા હતા કે હું કેમ કામ કરું છું, પરંતુ મુકેશે હંમેશા મને ટેકો આપ્યો છે.”ઇશાએ તેના પોતાના જન્મ વિશે આ વાત જાહેર કરી હતી,બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ તેમના જન્મ અંગે મોટો ખુલાસો કર્યો છે. એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે તે અને તેનો જોડિયા ભાઈ આકાશ આઈવીએફ બાળક છે. ઇશા કહે છે, “મારા માતાપિતાના લગ્નના 7 વર્ષ બાદ, અમે ભાઈ-બહેનોનો જન્મ આઈવીએફ દ્વારા થયો હતો.

જ્યારે અમે બંનેનો જન્મ થયો હતો, શરૂઆતમાં મમ્મી સંપૂર્ણ માતા બનવા માંગતી હતી. પરંતુ જ્યારે અમે 5 વર્ષનાં હતાં, ત્યારે તેણી કામ પર પરત આવી. ” તે જ સમયે, નીતા અંબાણી પોતે કહે છે કે 1991 માં જ્યારે તેમના બાળકો અકાળ જન્મ્યા હતા, ત્યારે મુકેશે તે મુશ્કેલ સમય દરમિયાન કામમાંથી વિરામ લીધો હતો.એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીએ ગુજરાતના જામનગરમાં કંપનીના કર્મચારીઓ માટે ટાઉનશીપ બનાવવા માટે નીતાની મદદ લીધી હતી. આ સ્થળે રિલાયન્સ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ પણ નિર્માણાધીન હતું. નીતાના કહેવા પ્રમાણે, તેને કામનો કોઈ અનુભવ નથી. આ હોવા છતાં, તેમણે પ્રોજેક્ટની જવાબદારી સંભાળી અને આગામી ત્રણ વર્ષ માટે દર અઠવાડિયે 2 વાર સાઇટની મુલાકાત લઈને કામગીરી પૂર્ણ કરી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુંકેશ અંબાણીનું આજે જન્મ દિવસ છે આજે તેમણે ૬ર વર્ષ પુરા કર્યા છે. બિઝનેસ ટાયકુનની નેટવર્થ પ૪ અબજ ડોલર આંકવામાં આવે છે. મુંકેશ અંબાણી ધીરૃભાઈ અને કોકિલા બેન આંબાણીના મોટા પુત્ર છે. જેમનું જન્મ ૧૯ એપ્રિલ ૧૯પ૭માં યમનના એડન ખાતે થયુ હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજી માટુંગામાંથી કેમિકલ એન્જિનિયરિંગની શનાતકની પદવી મેળવી છે. તે પછી ૧૯૮૦માં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની શરૃઆત કરી હતી પરંતુ તે તેમનું અભ્યાસ પુર્ણ કરી શક્યતા નહિં. તે પછી તે ભારત પરત ફરીને રિલાયન્સના યાર્ન મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટમાં જોડાયા હતાં. તે સમય કંપની પેટ્રોકેમિકલ, રિફાઈનિંગ અને ઓઈલ તથા ગેસ સેક્ટરમાં ઝંપલાવી હતી. તે પછી તે ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં ઝંપલવવી આગળ વધ્યા હતાં.

નીતા અંબાણી સાથે ૧૯૮૪માં લગ્ન કર્યા.મુકેશ અંબાણી ૧૯૮૪માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતાં. મુકેશ અંબાણીના બે પુત્ર અંનત, આકાશ અને એક દિકરી ઈશા અંબાણી છે જેમના લગ્ન તાજેતરમાં આનંદ પિરામલ સાથે થયા હતાં જે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અજય પિરામલનું પુત્ર છે. આકાશના લગ્ન હાલમા જ રશલ મહેલાની દિકરી શ્લોકા મહેતા સાથે થયા હતાં. મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે અને તેમની પસંદગીની જગ્યા માટુંગા ખાતે આવેલી મૈસુર કાફે છે. તે રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડ કોઈ પણ જગ્યાએ જમી લે છે. ઘરમાં મુકેશ અંબાણીને પ્રેમથી મુકુ કહીને બોલાવે છે. આરઆઈએલના ચેરમેન સાદગીમાં માને છે અને તેમને કોઈપણ બ્રાન્ડના ફેન નથી.મુકેશ અંબાણીએ ક્યારે પણ તેમનું બર્થ ડે સેલિ બ્રેડ કર્યો નથી. અંબાણી ખુબજ વધારે ધાર્મિક છે અને તે કયારે પણ પ્રાથના કર્યા વગર ઘરથી બહાર નિકળતા નથી. તે યુરોપિયન કારમાં ખુબજ રૃચી ધરાવે છે તેમાંથી મર્સિડિઝ, બેન્ટલી અને મેબેચ તેમની મનપસંદ કારમાંથી એક છે.

એન્ટાલિયા.મુકેશ અંબાણીની વાત હોય અને તેમના ઘર એન્ટાલિયાની વાત નહિં હોય એવુ બની શકે નહિં. મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોંઘા ઘર એન્ટાલિયામાં રહે છે જે સાઉથ મુંબઈ ખાતે આવેલો છે. આ ર૭ માળની બિલ્ડિંગનું મુલ્ય એક અબજ ડોલર આંકવામાં આવે છે. જેની અંદર ૬૦૦ લોકોનો સ્ટાફ કાર્ય કરે છે. મુકેશ અંબાણી બપોરે ઓફિસ પહોંચે છે અને તે મીડ નાઈટ સુધી કાર્ય કરે છે. હિન્દી ગીતોના સોખીન છે અને રવિવારે તેને સંભળવા માટે સમય નિકાળે છે. તેમના ઘર એન્ટાલિયાના આઠમાં માળે પ૦ સીટોની થિયેટર છે. કંપની દરેક વર્ષે નવા સિમાચિન્હોએ પહોંચી રહી હોવા છતાં તે ર૦૦૯થી રૃ.૧પ કરોડ ફિક્સ સેલરી મેળવી રહ્યા છે. નોંધનીય છે કે, જામનગર ખાતેની રિફાઈનરી વિશ્વની સૌથી મોટી રિફાઈનરી માનવામાં આવે છે.

જ્યારે નીતા અંબાણીએ સસુર ધીરૃભાઈ અંબાણીનો ફોન કાપ્યો હતો,મુકેશ આંબાણીના જન્મદિવસે તેમને લાગતી દરેક વાતો જાણવામાં લોકોને રસ છે. મુકેશ અને નીતાની શાદી ૧૯૮પમાં થઈ હતી. તે અગાઉ બને એક વર્ષ સુધી બંનેને ડેટ કરી રહ્યા હતાં. મુકેશની પહેલા તેમના પિતા ધીરૃભાઈ અંબાણીએ નીતા અંબાણીને પંસદ કરી હતી. નીતા એક ભરતનાટયમ ડાંસર હતી ધીરૃભાઈ અંબાણીએ એક ફંકશનમાં નીતાને ડાંસ કરતી વખતે પસંદ કર્યા હતાં આ વાત નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુહમાં જણાવી હતી. નીતાએ જણાવ્યુ કે, તે એક ગુજરાતી કોમ્યુનિટીની તરફથી નવરાત્રીના ફંકશનમાં ગઈ હતી તેમણે તે ફંકશનમાં પર્ફોમ કર્યુ હતું. તે ફંકશનના થોડાક દિવસો પછી તેમને કોલ આવ્યો હતો કહ્યુ હતુ કે, હુ ધીરૃભાઈ અંબાણી બોલુ છું. તેમને લાગયુ કે કોઈ મજાક કરી રહ્યો છે તેથી તેમણે ફોન કટ કરી દીધો હતો. તેના થોડીક દેર પછી ફરી ફોન આવ્યો અને તેમના પતિ ફોન ઉપાડયો અને કહ્યુ કે હું ધીરૃભાઈ અંબાણી બોલુ છું તેમના હવભાવ અચાનક બદલાઈ ગયા અને તેમના પતિએ કહ્યુ કે સાચે ધીરૃભાઈ અંબાણી બોલી રહ્યા છે.