મોટામા મોટી બિમારી માટે રામબાણ ઇલાજ છે, આ ગોળ જીરાનો સરબત,ફાયદા જાણી ને તમે પણ ચોકી જશો….

0
163

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગોળ અને જીરા ના સરબત ના ફાયદા વિશે જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને જીરું અને ગોળના મિશ્રણથી થતાં ફાયદાઓ જણાવીશું.

મિત્રો જીરું અને ગોળ બન્ને શરીરને સ્વસ્થ રાખે છે. તેમાથી મળનારા ખનિજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્તકણો વધારવામાં મદદ કરે છે.અને જીરાના પાણીમાં ગોળમાં નાખીને પીવાથી લોહીની ઉણપની સાથે શરીરમાં ઘણી બિમારીઓથી પણ બચી શકાય છે.અને રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ જીરા અને ગોળનું પાણી પીવાથી ઘણાં ફાયદા થાય છે.તો આવો જોઇએ શુ ફાયદા થાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે.તેમજ રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.તેમજ એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરું અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તમે ગોળની ચા પણ બનાવી શકો છો.ઘણી વાર લોહીમાં અનેક ઝેરી પદાર્થ આવી જાય છે.

જેને શરીર માંથી બહાર નીકાળવા ખૂબ જરૂરી હોય છે.અને આ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં ગોળ અને જીરું ખૂબ સહાયક છે.જ્યારે ઘણી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો તેમજ અનિયમિતતા રહે છે. રોજ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવાથી આ સમસ્યાઓ થી છૂટકારો મળી શકે છે શિયાળા માં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. જેથી દરરોજ એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ, પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ. શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.

મિતૃ ગોળ ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેને ખાવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ગોળ અને જીરુંનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ બંને ચીજો એટલે કે ગોળ અને જીરું એક સાથે પીવામાં આવે તો થોડીવારમાં ઘણી બીમારીઓ મટી જાય છે. ગોળ અને જીરું નું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને આ પાણી પીવાથી શું ફાયદા થાય છે એ ચાલી જાણીએ.

શરીરમાં લોહીના અભાવને લીધે નબળાઇ અને થાકની અસરો શરૂ થાય છે. શરીરમાં લોહીનો અભાવ થતાં જ ગોર અને જીરાનું પાણી પીવો. આ પાણી પીવાથી શરીરમાં લોહીની ખોટ પૂર્ણ થાય છે. મહિલાઓએ દરરોજ ગોર અને જીરાનું પાણી પીવું જોઇએ. કારણ કે સ્ત્રીઓમાં લોહીની વધુ ઉણપ હોય છે.

મિત્રો જીરું અને ગોળનું પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે અને ખોરાક સરળતાથી પચાવે છે. જે લોકોનો ખોરાક પચતો નથી તેઓએ દરરોજ સવારે ખાલી પેટ પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ. એક અઠવાડિયા સુધી આ પાણી પીવાથી તમારી પાચન શક્તિમાં સુધાર થશે.

મિત્રો ઘણા લોકોને કબજિયાત અને ગેસની સમસ્યા હોય છે. કબજિયાત અને ગેસની સમસ્યાઓના કિસ્સામાં, પેટના અન્ય રોગો થઈ જવાનું જોખમ પણ વધે છે. જો તમને પણ કબજિયાત અથવા ગેસ છે, તો પછી તમે ગોળ અને જીરાનું પાણી પીવાનું શરૂ કરો. ગોળ અને જીરાનું પાણી પીવાથી તમને કબજિયાતથી રાહત મળશે અને પેટમાં કોઈ ગેસ રહેશે નહીં. એટલું જ નહીં, ગોળ અને જીરાનું પાણી પણ શરીરમાંથી અનિચ્છનીય તત્વોને દૂર કરે છે અને આ રીતે આંતરિક અવયવો સાફ થાય છે.

મિત્રો જ્યારે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે શરીરમાં રોગ થવાનું જોખમ વધારે રહે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે જેથી તમારું શરીર રોગોમાં સરળતાથી ફસાઈ ન જાય.ગોળ અને જીરાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તે ફાયદાકારક રહે છે.

જો તમને માથામાં અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે, તો જીરા અને ગોળનું પાણી પીવો. આ પાણી પીવાથી પીડા સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ સિવાય જો તાવ કે શરદી થાય છે તો પણ જીરા અને ગોળનું પાણી પીવામાં આવે તો તાવ અને શરદી મટી શકે છે.

ગોળ અને જીરાનું પાણી તૈયાર કરવા માટે સૌ પ્રથમ ગેસ પર એક ગ્લાસ પાણી મુકો અને તેને ગરમ કરો. પછી તમે આ પાણીમાં થોડો ગોળ અને જીરું નાખો. તમે આ પાણીને થોડા સમય માટે ઉકાળો અને જ્યારે તે સારી રીતે ઉકરે, પછી તમે ગેસ બંધ કરો અને આ પાણીને ગારો અને આ પાણી પીવો. આ પાણી સવારે ખાલી પેટે પીવો.