મોરારી બાપુ ની આ વાતો નહીં ખબર હોય તમને, જાણો એમના જીવન થી જોડાયેલ થોડા રસપ્રદ પ્રસંગો.

0
407

આજે મોરારી બાપુ નું આખા વિશ્વ માં નામ જાણીતું થયું છે.મોરારી બાપુ એક કથાકાર છે.અને ખાસ કારીને એમની કથા ગુજરાતી માં ખૂબ કરવામાં આવે છે.મોરારી બાપુ એક હિન્દૂ આધ્યાત્મિક નેતા અને ઉપદેશક છે  મોરારી બાપુ નો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ પ્રખર રામકથા કાર છે.તેઓએ માત્ર રામાયણ જ નહી,સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.ભારતની બહાર મોરારી બાપુએ પ્રથમ પ્રવચન 1979 માં નૈરોબીમાં આપ્યુ હતું.તે સમયે મોરારી બાપુની ઉંમર 30 વર્ષ હતી. કૈલાસ માનસરોવરની તળેટીમાં વિમાન પર દંતકથાનું આયોજન કરે છે.આજે મોરારી બાપુ નું નામ ફક્ત ભારત માં નહીં પણ આખા વિશ્વ માં જાણીતું થયું છે.અને આજે એ પ્રખ્યાત કથાકાર બની ગયા છે.આજે તમે કોઈને પણ પૂછો કે ગુજરાત ના પ્રખ્યાત કથા કાર કોણ તો તમે જરૂર કહેશો કે મોરારી બાપુ,આમ મોટાભાગના કથાકાર ગુજરાત માં જન્મ્યા છે.અને આમ તો ગુજરાત માં ઘણા કથાકાર છે જેમ કે જીગ્નેશ દાદા રાધે રાધે એ પણ એક કથાકાર છે.

બાપુ હિન્દુ સંત હોવા છતાં પણ તેમન રામ કથામાં બૌદ્વ ધર્મ, જૈન ધર્મ, અને ખિસ્તી ધર્મ વિશે વાત કરતા ખચકાતા નથી.એમને કોઈના પ્રત્યે પણ કોઈ વિરોધ નથી.મોરારી બાપુએ હજારો લોકોને વ્યસનથી મુકત કર્યા છે.એમને સમાજનું કલ્યાણ કર્યુ છે.કથા કરવા માટે 1977 થી મોરારી બાપુ એક પણ પૈસા લેતા નથી.મોરારીબાપુ કથા ન કરતા હોય તે સમયમાં મૌન વ્રત પાળે છે.દાદાજી ને જ બાપુ એ પોતાનાં ગુરુ માની લીધા હતા. 14 વર્ષ ની આયુ માં બાપુ એ પેહલી વાર તલગાજરા માં ચૈત્રમાસ 1960 માં એક મહિના સુધી રામાયણ કથા નો પાઠ કર્યો.વિદ્યાર્થી જીવન માં એમનું મન અભ્યાસ માં કમ, અને રામકથા માં વધારે હતું.પછી તે મહુઆ ની પ્રાથમિક વિધાલય માં શિક્ષક બન્યાં,જ્યાં તેઓએ વિદ્યા લીધી હતી ત્યાં જ,બાદ માં તેમને અધ્યાપન કાર્ય છોડવું પડ્યું, કારણ કે રામાયણ પાઠમાં એટલા ડૂબી ચુક્યા હતા કે સમય કાઢવો પણ કઠિન હતો.

મોરારી બાપુ એ પુલવાનાં હુમલા બાદ મોરારી બાપુએ જાહેરાત કરી હતી કે તેઓ શહીદના પરિવારજનોને ૧ લાખની આર્થિક સહાય આપીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના શહીદોને મદદ કરશે. મોરારી બાપુએ સુરતમાં પણ શહીદોનાં પરિવારોને મદદ કરવા માટે કથાનું આયોજન કર્યુ હતું. કથાનાં ઇવેન્ટમાં શહીદોના પરિવારજનો માટે ફંડ એકઠુ કરવા માટે આયોજન કર્યુ હતું.

મોરારી બાપુના દાદા ત્રિભોવનદાસ તેમને દરરોજ રામચરિત માનસનાં પાંચ ભજનો શીખવતા હતાં. જેથી મોરારી બાપુ શાળાએથી આવીને ભજન ગાતાં હતાં. આવી જ રીતે તેમણે 12 વર્ષની ઉંમરમાં રામાયણ આખુ વાંચ્યું હતું. મારારીબાપુએ શિક્ષક તરીકે મહુવામાં 10 વર્ષ સેવા આપી હતી. દરમિયાનમાં તેઓ ભારતનાં આધ્યાતમિક નેતાઓને મળયા હતાં. ૧૯૬૦માં પ્રથમ વખત 14 વર્ષની ઉંમરે તલગરઝાડા સ્થિત રામજી મંદીરમાં રામ કથા વાંતી હતી.

નરેન્દ્વ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે મોરારી બાપુએ જણાવ્યુ હતું કે આપણા મુખ્યમંત્રી ગુજરાત ચલાવતા નથી પરંતુ તેઓ એવી રીતે શાશન કરી રહ્યા છે કે જાણે ધાર્મિક વિધિઓ કરી રહ્યા હોય.વર્ષ ૨૦૦૨નાં રમખાણોમાં મોરારી બાપુએ તોફાનો દરમિયાન અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં સભા યોજી હતી.  જેમાં શાંતિની અપિલ કરી હતી. તેમજ શાંતિ યાત્રાનું આયોજન કર્યુ હતું. અમદાવાદનાં જે ક્ષેત્રમાંથી શાંતિયાત્રા નીકળી હતી તે હિન્દુ સમર્થકોનો વિસ્તાર હતો. જયાં ઉચ્ચ જાતિ અને પાટીદાર લોકો રહેતા હતા.

જે શાળામાં ભણ્યા ત્યાં જ બન્યાં શિક્ષક.

આ વાતો તમે નહીં જાણતા હોય કે મહુવાની જે શાળામાં મોરારીબાપુએ અભ્યાસ કર્યો હતો ત્યાં જ તેઓ શિક્ષક બન્યાં.પણ સમય જતાં રામકથા તરફનું એમનું વલણ વધી ગયું અને સમય ન રહેતાં શિક્ષકની નોકરી છોડી દીધી.માત્ર ૧૪ વર્ષની ઉંમરે ૧૯૬૦માં તેમણે ચૈત્ર માસમાં એક મહિનો સુધી રામાયણનો પાઠ કરાવેલો.પોતાના વતન તલગાજરડામાં કરાવેલી આ તેમના જીવનની પ્રથમ કથા હતી.

20 વર્ષની ઉંમરથી શરૂ કરી નવ દિવસીય રામકથાની પરંપરા.

મહુવામાંથી આગળ વધીને બાપુએ નાગબાઇ માતાના પવિત્ર સ્થાનક એવા ગોઠિયામાં તેમની પ્રથમ નવ દિવસીય રામકથાની શરૂઆત કરી.ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતાં રમફલદાસજી તેમની સાથે હતાં.એ વખતે બાપુ સવારના સમયે કથા કરતાં અને બપોરથી ભોજન પ્રબંધમાં લાગી જતાં.

એ પછી બાપુની કથાઓ અવિરત ચાલવા માંડી.એમાં નવા સત્વો ઉમેરાતા ગયાં,લોકો આકર્ષાયા,સાહિત્યની છોળો ઉડી અને આજે રામકથા અનેક લોકોના માનસ પર ઘેરો પ્રભાવ નાખે છે.પહેલાં પરીવારના ભરણપોષણ માટે બાપુ દિક્ષા લેતાં પણ એનું પ્રમાણ વધવા માંડતાં હવે કોઇ પણ પ્રકારની દિક્ષા તેઓ લેતાં નથી.બાપુના લગ્ન સાવિત્રીદેવી સાથે થયેલા છે અને સંતાનમાં તેમને ત્રણ પુત્રીઓ સહિત એક પુત્ર છે.તેમના વતન તલગાજરડામાં ચિત્રકુટ ધામ અસ્તિત્વમાં આવેલ છે.જ્યાંથી તેઓ વિવિધ કથામાં અહીંના હનુમાન મંદિર વતી દાન પણ કરે છે.

બાપુએ રામકથા સાંભળવાનો અધિકાર સમાજના નિમ્ન કહેવાતા વર્ણ સહિત મુસ્લીમોનો પણ છે એમ ઘણીવાર જણાવેલું.આ એકતા માટે તેઓ પ્રયત્નો પણ કરે છે અને રામકથા દરમિયાન એક ટંકનું ભોજન તેઓ કોઇ હરિજનના ઘરે જમે છે.એક કથા તેમણે સોરઠમાં હરિજન અને મુસ્લીમો માટે પણ કરેલી.

રામ મંદિર ને લઈને પણ મોરારી બાપુ એ ઘણો ટેકો કર્યો હતો. અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોને ટેકો આપ્યો હતો. જેમાં 1921 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા આયોજીત કાર્યકમમાં હાજરી આપીને યુવાનોને રામમંદીર માટે લડત લડવા માટે અપિલ કરી હતી.1989 માં તેમણે વીએચપી સાથે રહીને રામ મંદીર માટે પથ્થરની પૂજા કરી હતી. 1992 માં તેમણે રામની પાદુકાની પૂજા કરી રથયાત્રાનું આયોજન કર્યુ હતું.

જામનગર નજીક ખાવડી ખાતે રિલાયન્સ ફેક્ટરીનો શિલાન્યાસ શ્રીધીરૂભાઇ અંબાણીએ કરેલો એ વખતે ત્યાં બાપુની કથાનું આયોજન કરવામાં આવેલું.તે વખતે ધીરૂભાઇ અંબાણીને બાપુએ સવાલ કરેલો કે,”આટલે દુરથી લોકો અહીં રોજી રળવા આવશે ત્યારે એના ભોજનનું શું.

મોરારી બાપુએ સાલ ૨૦૧૪નાં ડિસેમ્બરમાં સેકસ વર્કરોમાં રામ કથાનું આયોજન કર્યુ હતું. તેમજ તેમના કલ્યાણ માટે ૯.૯૨ કરોડ રૂપિયાનું દાન એકઠુ કર્યુ હતું. મોરારી બાપુ જાતિય કામદારોને મળનારા પ્રથમ જાતિય નેતા છે.મોરારી બાપુએ સાલ ૨૦૧૪ના ડિસેમ્બરમાં મુંબઇમાં ટ્રાન્સજેન્ડરો માટે રામકથાનું આયોજન કર્યુ હતું.

રામમંદીરની જન્મભૂમિનાં આંદોલનમાં મોરારી બાપુ સક્રિય હતાં. અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોને ટેકો આપ્યો હતો. રામ મંદીરના નિર્માણને લઇને મોરારી બાપુએ ટેકો આપ્યો હતો. જેમાં ૧૯૨૧માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા આયોજીત કાર્યકમમાં હાજરી આપીને યુવાનોને રામમંદીર માટે લડત લડવા માટે અપિલ કરી હતી. ૧૯૮૯માં તેમણે વીએચપી સાથે રહીને રામ મંદીર માટે પથ્થરની પૂજા કરી હતી. ૧૯૯૨માં તેમણે રામની પાદુકાની પૂજા કરી રથયાત્રાનું આયોજન કર્યુ હતું.આજ ની તારીખ માં બાપુ 823 થી પણ વધારે કથા નું પઠન કરી ચુક્યા છે,એમની સપ્તાહ પુરા ભારત અને દુનિયા ના અલગ અલગ શહેરો માં થાઈ છે. જેવી કે ન્યુયોર્ક,લંડન, દુબઇ,બ્રાઝીલ, તિબેટ,અને ભૂતાન જેવા દેશોમાં કથા સંભળાવી છે. 9 દિવસ સુધી ચાલવા વાળી કથા માં બાપુ સવારે ત્રણ કલાક કથા સંભળાવે છે.