મોંમા ચાંદા,ગળુ બેસી જવુ, ગળાના રોગ માટે રામબાણ સાબિત થશે આ ઘરેલું ઉપચાર, જાણી લો એક જ ક્લિક મા….

0
258

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.મોઢામાં ચાંદા પડવાનું મુખ્યકારણ વિટામિન બી-12ની અછત છે. શરીરમાં અમુક માત્રામાં જો બી-12 વિટામિનની અછત થતા મોઢામાં ચાંદા પડે છે. વધુ પ્રમાણમાં દારૂનું સેવન અને ધુમ્રપાન કરવાથી પણ મોઢામાં ચાંદા પડતા હોય છે.ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.

બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે. બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.મોંમાં ચાંદા પડી જાય તો વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેને કોઈ કામમાં મન લાગતું નથી અને તે ખાવા-પીવા અને બોલવામાં ઘણી પરેશાની થાય છે.

આજની ફાસ્ટફુડવાળી લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા થવી સામાન્ય બાબત છે. પરંતુ જો તમે મોઢામાં ચાંદા પડવાના કારણે કોઈ એલોપેથી દવા લેવા ના માગતા હોવ અને તેનાથી ઝડપથી છુટકારો પણ મેળવવા માગતા હોવ તો તમે અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપચાર અપનાવી શકો છો. જો તમને સતત મોઢામાં ચાંદા રહેવાની સમસ્યા હોય તો તે કેમ થાય છે તે કારણો જાણવા પણ ખૂબ જરૂરી છે અને ફરી તેવુ ના થાય તે માટે શું કરવું તે પણ જાણી લેવું.

ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયું હોય.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.લવીંગને જરા શેકી મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.

ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે. કંઠમાળ પર જવાના લોટમાં લીલી કોથમરીનો રસ મેળવી રોજ લગાડવાથી કંઠમાળ મટે તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગધ મટે છે.મિત્રો, ઘણા લોકોને શરીરની ગરમી ખુબ જ હોય છે જેના કારણે એમને મો માં ચાંદી પડે છે એટલે કે જીભ પર ચાંદી પડે છે.

જેથી ઘણા લોકોથી જમવાનું પણ ખવાતું નથી. મોં નાં ચાંદાની સમસ્યા આપણને સામાન્ય રીતે નાની હોય છે, પણ એએટલી જ વધારે દુઃખદાયી હોય છે અને એનો અનુભવ લગભગ આપણને બધાનેથઇ ચુક્યો છે. ઘણીવાર તીખું અને સુકું ભોજન કરવાથી શરીરમાં ગરમી થઇ જાય છે અથવા કબજિયાતની સમસ્યાના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.કબજિયાત રહેતો હોય તો પહેલા કબજિયાતનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.જો તમે ચાંદીની દવા લેશો તો ચાંદી તો સારી થઇ જશે પરતું કબજિયાતમાં ફેરફાર નહિ થાય.

એટલે કબજિયાતનું ધ્યાન રાખવું જેથી ભવિષ્યમાં આપણને બીજી સમસ્યા ના થાય. તો ચાલો જાણીએ ચાંદીને દુર કરવાના ઘરેલું ઉપાય.હરડે ,નાની હરડે હોય તેનેજીણું પીસીને ચાંદી પડી હોય એના પર લગાવવાથી મોં અને જીભના ચાંદાથી છુટકારો મળે છે. ગમે એવી ચાંદી પડી હોય પણ એ કોઈ પણ દવાથી સારા નથી થતી, તો આ ઔષધી લગાવવાથી ચોક્કસ સારું થઇ જશે અને એ સમસ્યામાંથી તમને છુટકારો મળશે. જો આ ઉપાય શક્ય ન બને તો અમે તમને બીજા પણ ઉપાય જણાવીશું.

રાત્રે ભોજન જમ્યા પછી એક નાની હરડે ચુસવી. જેનાથી પેટ અને આંતરડા સાફ થઇ જાય છે જેનાથી જીભનાં ચાંદા સારા થઇ જાય છે. હરડેને ચૂસતા રહેવાથી પાચનક્રિયા શક્તિશાળી બને છેઅને એનાથી પેટના કૃમિ પણ નાશ પામે છે.તુલસીના ચાર પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવવાથી પણ ચાંદીમાં ફાયદો મળે છે આ તુલસી ચાવીને પછી એની ઉપર બે ઘુંટડા પાણી પીવું જોઈએ જેનાથી મો માં આવતી દુર્ગંધ દૂર થાય છે અને ચાંદીમાંથી છુટકારો મળે છે.

બે ગ્રામ સેકેલો સુહાગા બોરેક્સ નું એકદમ બારીક ચૂર્ણમાં ૧૫ ગ્રામ ગ્લિસરીન મિક્ષ કરવું. આ મિશ્રણને દિવસમાં બે ત્રણ વાર મોં અને જીભનાં ચાંદા પર લગાવવાથી ખુબ જ જલ્દી લાભ જોવા મળશે.જણાવી દઈએ કે, જેના ચાંદા બિલકુલ સારા ન થતા હોય તે સવારે ખાલી પેટ અને રાત્રે ઊંઘતા સમયે મોં માં નારિયળનું તેલ 2 ચમચી નાખીને તેને મો માં ફેરવતું રહેવું, એટલે કે આને ગળવાનું નથી.

આવું 10 મિનિટ સુધી કરવાનું છે, આવું કરવાથી ફક્ત ૨થી 3 દિવસમાં જ ચાંદા બિલકુલ સારા થઇ જશે.બાળકોના મોં ના ચાંદા,જો બાળકોને જીભમાં કે મોં માં ચાંદી પડી હોય તો બાળકો માટે સાકરને બારીક પીસીને તેમાં થોડું કપૂર મિક્ષ સાકર 8 ભાગ, કપૂર 1 ભાગ કરવું અને એને મોં માં લગાવવાથી મોં ના ચાંદા અને મુહપાક મટી જાય છે. આ દવા બાળકોને મોં આવવા પર ખુબ ફાયદાકારક છે.

બીજા અન્ય ઉપચાર,મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ટામેટા ખુબ જ ઠંડી તાસીરના ગણાય છે એટલે ટમેટાના રસમાં તાજું પાણી મિક્ષ કરીને કોગળા કરવાથી મોં, હોઠ અને જીભનાં ચાંદા દૂર થઇ જાય છે. અને જેને વારંવાર મોં માં ચાંદી પડે છે એમણે ટમેટા વધારે ખાવા જોઈએ. જેને પથરી હોય એ દર્દીને ક્યારેય ટમેટા ન ખાવા જોઈએ.