મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?

0
104

ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથધામના કોરીડોરના લોકાર્પણ માટે વારાણસીમાં હતા. એ દિવસોમાં વડાપ્રધાન મોદી અને કાશીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરોમાં એક તસવીર વામનકદ મહિલાની હતી, જેમાં વડાપ્રધાન મોદી એ મહિલાનાં ચરણ સ્પર્શ કરે છે. આ તસવીરની દેશભરમાં ચર્ચા થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રીને જે રીતે માન આપ્યું, તેના પણ ભરપૂર વખાણ થયા. આ તસવીરોમાં દેખાતી વામન કદની યુવતી આઈ.એ.એસ ઓફિસર આરતી ડોગરા હોવાની ચર્ચા ચાલી હતી.

આરતી ડોગરાએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.આરતીની કાશી કોરીડોરમાં મહત્વની જવાબદારીથી પ્રભાવિત થઈને મોદી તેમને પગે લાગ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી.જો કે હવે ખુલાસો થયો છે કે, આ યુવતી આરતી ડોગરા નહીં પણ શિખા રસ્તોગી છે. શિખા રસ્તોગી વારાણસી ભાજપની મહિલા શાખામાં ઘણા સમયથી સક્રિય છે. શિખા આત્મનિર્ભર બની શકે તે માટે વડાપ્રધાને કાશી કોરીડોરમાં તેને એક દુકાન અપાવી છે.

શિખા આ અંગે વડાપ્રધાનનો આભાર માનીને ચરણ સ્પર્શ કરવા ગચાં ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. મોદીએ કાશી કોરિડોરમાં શિખાને એક દુકાનની ભેટ આપી છે. મોદીએ આ વાત કરી ત્યારે શિખા રડી પડી હતી. વારણસીમાં જ રહેતાં શિખા રસ્તોગી 40 વર્ષનાં છે. શિખા દસ ધોરણ પાસ છે અને દિવ્યાંગ લોકોની શિબિરો કરીને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપે છે. શિખા ડાન્સ શિખવે પણ છે. એક સમયે ટીકટોક પર શિખાના વીડિયો ભારે ધૂમ મચાવતા હતા. વડાપ્રધાન કાશી કોરિડોરનું લોકાર્પણ કરવા પહોંચ્યા ત્યારે તે કોરિડોરમાં ફરતાં ફરતાં શિખા પાસે પહોંચ્યા હતા.

તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે, તમે આત્મનિર્ભર બની શકો એટલે કોરિડોરમાં એક દુકાન અપાવી છે અને આ અંગે મેં સૂચના આપી દીધી છે.આ વાત સાંભળતાં જ શિખાની આંખમાં આંસું આવી ગયાં હતાં અને તેમણે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ તેમને પગે પડતાં રોકીને પોતે વામનકદ મહિલાના ચરણ સ્પર્શ કર્યાં હતાં. શિખાની વડાપ્રધાન સાથે આ બીજી મુલાકાત હતી. મોદી શિખાને જોઈને જ ઓળખી ગયા હતા.

વડાપ્રધાન જ્યારે કાશી કોરિડોરનું લોકાર્પણ કરવા પહોંચ્યા ત્યારે તે કોરિડોરમાં ફરતાં ફરતાં વામનકદનાં મહિલા પાસે પહોંચ્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, તમે આત્મનિર્ભર બની શકો એટલે કોરિડોરમાં એક દુકાન અપાવી છે, મેં આ માટે સૂચના આપી છે. આ વાત સાંભળતાં જ શિખાની આંખમાં આંસૂ આવી ગયાં હતાં અને તેમણે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો, ત્યારે જ નરેન્દ્ર મોદીએ તેને આમ કરતાં રોક્યાં હતા અને પોતે એ વામનકદ મહિલાના ચરણ સ્પર્શ કરીને મહાનતા બતાવી હતી.

શિખાએ વારાણસીમાં ટીવી ચેનલને આપેલી મુલાકાત દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન સાથે તેની આ બીજી મુલાકાત હતી. તે મને જોઈને જ ઓળખી ગયા હતા. હાલચાલ પૂછ્યા પછી વડાપ્રધાન મોદીએ મને કહ્યું કે, મેં તમારા માટે કોરિડોરમાં એક દુકાન અલગ રખાવી આપી છે. આ સાંભળીને હું ગળગળી બની ગઈ હતી. જ્યારે વડાપ્રધાને શિખા રસ્તોગીનાં ચરણ સ્પર્શ કર્યા ત્યારે આ તસવીર ત્યાં હાજર તસવીરકારોએ ક્લિક કરી લીધી હતી. એ પછી ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર શિખાના ભાઈએ તેના પિતા વિજય રસ્તોગી અને માતા વીણા રસ્તોગીને બતાવી ત્યારે એ બન્ને પણ ભાવુક બની રડી પડ્યા હતા.