મીઠાના આ ટોટકા તમને બનાવી શકે છે રોડપતિ માંથી કરોડપતિ,જાણો કેવી રીતે કરશો…

0
499

માણસનું જીવન ઘણું જ દુર્લભ માનવામાં આવે છે, માણસને તેના જીવનમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિઓ માંથી પસાર થવું પડે છે. જયારે વ્યક્તિના જીવનમાં આનંદ રહે છે, તો તે પોતાનું જીવન સારી રીતે પસર કરે છે. પરંતુ જયારે વ્યક્તિના જીવનમાંથી ખુશીઓ દુર થઇ જાય છે, તો તે ઘણા દુ:ખી થઇ જાય છે. તે સ્થિતિમાં તેને કાંઈ સમજાતું નથી કે તેણે શું કરવું જોઈએ. જો માણસે પોતાનું જીવન સારી રીતે પસાર કરવું છે તો તેના માટે ખુશ રહેવું ઘણું જરૂરી છે, અને માણસ ત્યારે ખુશ રહી શકે છે જયારે તેને કોઈ વાતની ચિંતા ન હોય.

આપણા હિન્દૂ ધર્મમાં ઉપાયો ને વધારે સ્થાન આપવામાં આવે છે સફળતા મેળવવા અથવા સમસ્યાઓ દૂર કરવા ઘણા બધાં ઉપાયો કરવામાં આવે છે.સાથે શાસ્ત્રોનું પણ ઘણું મહત્વ છે.ઘણા લોકો ઘર બનાવવા માટે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘર બનાવે છે.

અને આ સિવાય ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું પડે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર વિષે થોડી વાતો કરવાના છીએ.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓના સમય પ્રમાણે તેઓના સ્વભાવ પરિસ્થિતિ અને જીવન પર અસર કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે સામાન્ય દેખાતો માણસ અચાનક જ એવી હરણફાળ પ્રગતિ કરે છે કે આજુબાજુમાં બધા જોતા રહી જાય છે. આમાં એનો હાથ તો હોય જ છે પરંતુ સાથે સાથે જો તેનો સમય બદલાયો હોય તો તેને અનેક ગણો ફાયદો થાય છે.

રોજિંદી જિંદગીમાં ઘણા બદલાવ આવતા રહેતા હોય છે, અને બદલાવ એ જ જરૂરી છે. ઘણા બદલાવ આપણા માટે ફાયદો લાવે છે તો ઘણા બદલાવ નકારાત્મક હોવાથી તમને પરેશાનીઓનો સામનો પણ કરાવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો આપણી રાશિમાં કે ગ્રહ માં દોષ હોય તો તેને અમુક ઉપાયથી દૂર કરી શકાય છે. એવી જ રીતે અમુક મીઠાથી પણ ટોટકા કરી શકાય છે. આજે આપણે એના વિશે વાત કરવાના છીએ.

ખાસ કરીને અમે જે ઉપાય વિષે તમને જણાવવાના છીએ તે ઉપાય મીઠાનો છે. ઘર પરિવારમાં આનંદ લાવવા માટે મીઠાનો આ ઉપાય તમારા માટે ઘણો અસરકારક સાબિત થઇ શકે છે. જેમ કે તમે બધા જાણો છો કે મીઠાનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. પરંતુ મીઠું માત્ર ખાવાના કામમાં જ નથી આવતું, પરંતુ તે આપણને ઘણી બધી મુશ્કેલીઓ માંથી બચાવે છે. મીઠાનો આ ઉપાય કરીને તમે તમારા જીવનની તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો.

આપણા ઘરમાં કોઇ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પાણીની ડોલમાં મીઠું મિક્સ કરીને પછી પોતું મારવું જોઈએ. અને આ સિવાય બાથરૂમમાં નમક નો ટુકડો રાખવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.ઘરમાં પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સુખ જાળવી રાખવા માટે ઘરના બેડરૂમમાં સીંધાલુણ મીઠાનો એક ટુકડો જરૂર રાખવો જોઈએ. આનાથી એવી માન્યતા છે કે ઘરમાં કલેશ થતાં નથી તેમજ પરિવાર ના સદસ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.આ સિવાય આર્થિક લાભ માટે જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં પૈસાનો પ્રવાહ બંધ ન થાય તો કાચના એક ગ્લાસમાં મીઠું અને પાણી મિક્સ કરીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખી દો. અને આ પાણીને દર અઠવાડિયે બદલતા રહેવું.

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય, તો તેનાથી ઘર પરિવારની સુખ શાંતિ દુર થઇ જાય છે, અને તમારા ઘરમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે મીઠાને કાચના વાસણમાં ભરીને તેને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વાસ કરશે, જેથી તમારા ઘર પરિવારની તમામ તકલીફો દુર થશે.

જો ઘર પર કોઈ પરિવારનું સદસ્ય ગંભીર બિમારીથી પીડાતું હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય ખૂબ જ કામ લાગે છે. આના માટે દર્દીના પલંગના હેડ પાસે કાચ ના વાસણ માં મીઠું રાખવું. ધીરે-ધીરે આનાથી એની તબિયતમાં સુધારો આવવા લાગે છે.આ સિવાય જો તમારી ઉપર શનિદેવની સાડાસાતી નો પ્રકોપ ચાલી રહ્યો હોય તો ક્યારેય પણ ભોજનમાં ઉપરથી મીઠું ખાવું જોઈએ નહીં. અને શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંધાલૂણ મીઠાનું દાન કરવું જોઈએ.

તમે લોકોએ ઘણી વખત જોયુ હશે કે ઘરના નાના બાળકો કે ઘરના કોઈ મોટા વ્યક્તિને કોઈની નજર લાગી જાય છે, જેના કારણે તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં તમે મીઠાને પીડિત વ્યક્તિના માથા ઉપરથી ત્રણ વખત ફેરવીને કોઈ વહેતા પાણીમાં પધરાવી દો તેનાથી નજર ઉતરી જશે.

જો તમે મીઠાને એક શીશી કે વાટકીમાં ભરીને સૌચાલય કે પછી સ્નાન ઘરમાં રાખો છો તો તેનાથી વાસ્તુ દોષ દુર થઇ જાય છે અને ઘર પરિવારમાં આનંદ આવે છે.આ બધા કરવાથી જીવનમાં ઘણા ફાયદા મળી શકે છે. તો સાથે સાથે અમુક પ્રકોપથી બચવા માં પણ મદદ કરે છે. આથી જો તમને આ ઉપાય કારગર લાગતા હોય તો શેર કરજો.