મિસ વર્લ્ડ રહી ચુકેલી આ અભિનેત્રી નું કરિયર બોલીવુડનાં ત્રણ ખાન નાં લીધે બરબાદ થઈ ગયું,જાણો એવું તો શું થયું.

0
582

મિસ વર્લ્ડ રહી ચુકેલી અભિનેત્રીઓનું ત્રણેય ખાનના કારણે બરબાદ થયું હતું કરિયર,,આ છે સોનુ વાલીયાની અનસુની કહાની.પ્રખ્યાત અભિનેત્રી સોનુ વાલિયા એ 80 અને 90 ના દાયકાની પ્રિય અભિનેત્રી રહી છે. સોનુનો જન્મ 19 ફેબ્રુઆરી 1964 ના રોજ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતો.જોકે, તમે સોનુના જીવન વિશે ઘણી વાતો સાંભળી હશે, પરંતુ આજે પણ, ઘણા લોકો એવા છે જેઓ તેમના વિશે ખૂબ જ ઓછું જાણે છે. આજે અમે તમને તેના જીવનની કેટલીક મહત્વપૂર્ણ વાતોનો પરિચય આપીશું.

મોડેલિંગ.

અભ્યાસ પૂરો કર્યા પછી, સોનુએ મોડેલિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. અને તેનો નિર્ણય પણ ખૂબ જ સાચો સાબિત થયો, કારણ કે તેણે ખૂબ જ ઓછા સમયમાં મોડેલિંગમાં વધુ સફળતા મેળવી હતી.

મિસ ઇન્ડિયા કોમ્પિટિશન.

મોડેલિંગમાં સફળતા મેળવ્યા બાદ તેણે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું નસીબ પણ વધારે ચમકાવ્યું. તેણે 1985 માં મિસ ઇન્ડિયા બનીને પોતાનું સપનું પણ પૂરું કર્યું હતું.

બોલિવૂડ તરફ વળાંક.

મિસ ઈન્ડિયા બન્યા બાદ તેને સફળતાની પાંખો મળી. જે પણ કામમાં તેને હાથ મૂક્યો, તે સફળ બની જતી. મિસ ઈન્ડિયાનો તાજ માથે મૂકીને તે બોલિવૂડ તરફ વળી.

ફિલ્મ.

સોનુએ 1988 માં રેખા સાથે ‘ખુન ભરી માંગ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જોકે આ ફિલ્મમાં રેખાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

ફિલ્મફેર એવોર્ડ.

સોનુના શ્રેષ્ઠ અભિનય માટે તેને શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી ફિલ્મફેર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

બોલ્ડ સીનથી જીત્યું દિલ.

સોનુ વાલિયાએ 1988 માં ફિલ્મ આકર્ષણથી બધાને તેની તરફ આકર્ષ્યા હતા. આ ફિલ્મમાં તેણે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. જે તે સમયે કોઈ પણ અભિનેત્રી માટે સહેલુ નહોતું. તેનું આ રૂપ જોઇને બધા ચોંકી ગયા હતા.

મુખ્ય ફિલ્મો.

તેણે ખેલ, દિલ આશના હૈ, સ્વર્ગ જેસા ઘર, તુફાન,આરક્ષણ , તહલકા અને અપના દેશ પરાયે લોગ જેવી ફિલ્મોમાં અભિનય કરીને પોતાની છોડી હતી.

બી ગ્રેડની ફિલ્મોમાં કામ.

ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય હોવા છતાં, તેણીને તે સફળતા મળી ન હતી જેની તે લાયક હતી. જેના માટે તેણે બી ગ્રેડની ફિલ્મો તરફ વળાંક લીધો.ઇન્ડસ્ટ્રી છોડવા પાછળનું વાસ્તવિક કારણ ઘણા વર્ષો પછી, સોનૂએ ફિલ્મ જગતને કેમ અલવિદા કહી દીધું હતું તે બહાર આવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણેય ખાનને કારણે તેમને કામ મળી શક્યું નહીં હોવાનો ખુલાસો તેણે કર્યો હતો.કારણકે સોનુની ઉંચાઈ લાંબી હતી, જ્યારે ત્રણેય ખાન તેની ઉંચાઈ કરતા નાના હતા.

લગ્ન.

ફિલ્મોમાં અભિનય કર્યાના થોડા સમયમાં જ સોનુએ ઇન્ડસ્ત્રીને વિદાય આપીને લગ્ન કરવાનું નક્કી કર્યું અને એનઆરઆઈ સૂર્ય પ્રકાશને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યા.

પતિનું મૃત્યુ.

જોકે, સોનુની જીંદગીમાં હજી થોડી મુશ્કેલી આવવાની બાકી હતી. થોડા સમય પછી, તેના પતિનું અવસાન થયું.બીજા લગ્ન,પતિના અવસાન પછી, એનઆરઆઈ ફિલ્મના નિર્માતા પ્રતાપ સિંહ સોનુના જીવનમાં આવ્યા. જેને સોનુએ તેના જીવનસાથી તરીકે પસંદગી કરી.વિદેશમાં રહે છે.સોનુની એક પુત્રી પણ છે ,તે પોતાના પરિવાર સાથે યુએસએમાં રહે છે.