મેથીની ભાજી છે અઢળક ગુણો નો ભંડાર કબજિયાત સહિત પેટને લગતી દરેક સમસ્યાથી મળશે રાહત,જાણો બીજા ફાયદા….

0
538

મોટાભાગના લોકોને મેથીની ભાજી ખાવાનું ગમે છે. આ લીલી શાકભાજી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનું શાક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક છે. મેથીનું સેવન કરીને શરીરને અનેક રોગોથી પણ બચાવી શકો છો. ચાલો જાણીએ મેથીના ફાયદા વિશે..

સામાન્ય રીતે લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવી શકાય છે. જાણો, મેથી ખાવાથી શું ફાયદા થાય છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીની ભાજીનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં છે. આ માટે તમે મેથીનું શાક બનાવીને ખાઈ શકો છો અને તેનો જ્યુસ કાઢીને પી શકો છો. ડાયાબિટીઝના દર્દીઓ પાણીમાં મેથીના દાણા પલાળીને તેનું પાણી પણ પી શકે છે. તે ફાયદાકારક છે.

મેથીની ભાજી કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત આપે છે. જો કોઈને ગેસની સમસ્યા હોય તો મેથીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના ઉપયોગથી પાચન સરળ રહે છે, જે પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે.મેથીના પાન અને મેથીના દાણા બન્ને વાળને ચમકદાર બનાવે છે. મેથીના દાણાને વાળમાં લગાડવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. મેથીના દાણાને વાળ પર લગાવવાથી ચમક આવે છે.

બાળકોને ઘણીવાર પેટના ચરમીયા પડવાની સમસ્યા હોય છે. દરરોજ એક ચમચી મેથીના પાનનો રસ પીવાથી પેટના કૃમિની સમસ્યાથી રાહત મળે છે. વડીલો મેથીના પાનના રસનું સેવન કરી શકે છે.મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે. સવારે લીલી મેથીમાંથી બનાવેલો ઉકાળો પીવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.

મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં એમિનો એસિડ રહેલું છે.મેથી પેસ્ટ અથવા મેથીને રોજિંદા ડાયટમાં ઉમેરવાથી વાળ લાંબા અને કાળા થાય છે. વાળ ખરવાની સમસ્યા હોય તો નારિયેળના તેલમાં મેથીના દાણા આખી રાત પલાળીને રાખો. પછી આ તેલથી હળવા હાથે વાળમાં મસાજ કરો.

શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે – જો મેથી દાણાને 1 ચમચી મધ અને લીંબૂના રસ સાથે લેવામાં આવે તો આપણને તાવ, શરદી ખાંસી અને ગળાની ખારાશ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. શરીરની નબળાઈ દૂર કરે – મેથીના પાનમાં Iron પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. મેથીના પાનને નિયમિત રૂપે ખાવાથી શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈને દૂર થવામાં ખૂબ મદદ મળે છે.

કિડની રહે ટૉક્સિન્સ ફ્રી – મેથીના દાણા ખાવાથી કિડનીને કારણે ઉત્પન્ન થનારી બીમારીઓ દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. ક્યારેક ક્યારેક આપણા શરીરમાં વિટામિન્સની કમી જોવા મળે છે. જેનાથી આપણને અન્ય અનેક બીમારીઓ થવા માંડે છે. જેવુ કે મોઢામાં ચાંદા પડવા, નિરંતર તાવ આવવો, ત્વચા પર દાણા ઉભરવા, ક્ષયરોગ, કેંસર વગેરે. મેથીના દાનાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરને ખૂબ સ્વાસ્થ્ય લાભ થાય છે.

માસિક ધર્મમાં આવે છે નિયમિતતા – મેથીના દાણા ખાવાથી સ્તનપાન કરાવનારી મહિલઓને સ્તનમાં દૂધનુ નિર્માણ વધુ પ્રમાણમાં થવા માંડે છે. મેથીના દાણામાં disgenin નામનુ તત્વ જોવા મળે છે. જે દૂધનુ નિર્માણ કરવામાં ખૂબ મદદરૂપ છે.

મહિલાઓની સમસ્યાઓ કરે દૂર – મેથીના દાણાનુ સેવન દરેક વયની મહિલાના શારીરિક સ્વાસ્થ્યને બનાવી રાખવામાં ખૂબ લાભકારી છે. મેથીના દાણામાં diosgenin અને isolflavones નામનુ તત્વ જોવા મળે છે જે મહિલાઓને માસિકધર્મમાં થનારી અસુવિદ્યા અને અસહનીય દુખાવો દૂર કરીને તેમને રાહત પહોંચાડવામાં ખૂબ લાભકારી છે. મેથીના દાણાને નિયમિત રૂપે ખાવાથી રજોનિવૃત્તિ દરમિયાન થનારી વિવિધ પ્રકારની સમસ્યાઓ (ચિંતા, તણાવ, અત્યાધિક રક્તસ્ત્રાવ, મિજાજમાં બદલાવો) વગેરે પણ દૂર થવા માંડે છે.