માત્ર ગૂગલમાં જ નહીં પરંતુ તે સિવાય પણ આ પ્રસિદ્ધ કંપનીઓમાં ચાલે છે ભારતીયોનો રાજ…….

0
100

દિનેશ પાલીવાલ,ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, સિંગાપુર, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકામાં રહેનારા દિનેશ પાલીવાલ આ સમયે હરમન ઈન્ટરનેશનલના સીઈઓ છે. અને નેસ્લેના બોર્ડ મેમ્બર પણ છે. દિનેશ પાલીવાલે IIT રૂરકીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના પછી ઓહાયોમાં આવેલ મિયામી યૂનિવર્સિટીથી ફાઈનાન્સમાં એમબીએનો અભ્યાસ કર્યો.

નિકેશ અરોરા,ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મેલા નિકેશ અરોરા જૂન 2018થી પાલો ઓલ્ટો નેટવર્ક્સના સીઈઓ પદ પર છે. ગૂગલ એક્ઝિક્યૂટિવનું પદ સંભાળ્યા પછી અરોરાએ જાપાનની સોફ્ટબેંક ગ્રૂપના સીઈઓની જવાબદારી પણ સંભાળી હતી. તેમના પિતા ઈન્ડિયન એરફોર્સના ઓફિસર રહ્યા છે. નિકેશ અરોરાએ બનારસ હિંદુ યુનિવર્સિટી, બોસ્ટન કોલેજ અને નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

સોફટબેન્કના પ્રેસિડેન્ટ નિકેશ અરોરાએ રાજીનામું આપ્યું છે. તેમણે મંગળવારે ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. અરોડાએ કહ્યું કે પોતાની એલિજીબિલિટીને લઈન ઉભા કરવામાં આવેલા સવાલો પર કંપની બોર્ડે કલીન ચીટ આપ્યા બાદ તેમણે પદ છોડયું છે. જાપાનની ટેલિકોમ કંપની સોફટબેન્કના પ્રેસિડેન્ટ અને સીઓઓ અરોરાને ફાઈનાન્શિયલ વર્ષ 2015-16માં 500 કરોડ રૂપિયાની સેલેરીનું પેકેજ મળ્યું હતું. તે સતત બીજી વખત બ્લુમબર્ગના દુનિયાના ટોપ પેડ એક્ઝીકયુટીવના લિસ્ટમાં હતા.

તેમની સેલેરી એપ્પલના સીઈઓ ટિમ કુક અને વોલ્ટ ડિઝનીના બોબ ઈગરની આસપાસ હતી. ટવીટમાં શું કહ્યું અરોરાએ.અરોરાએ ટવીટ કર્યું, ‘મારે આગળ વધવા માટેનો આ યોગ્ય સમય છે. ઈન્ડિયન સ્ટાર્ટઅપને મારો સ્પોર્ટ ચાલું રહેશે’.તેમનું રાજીનામું તરત મંજૂર કરવામાં આવ્યું છે. હવે તે સોફટબેન્કના એડવાઈઝર તરીકે ચાલું રહેશે.એમ માનવામાં આવી રહ્યું હતું કે અરોરા ઈન્વેસ્ટર્સની નારાજગીને કારણે કંપની છોડવાની તૈયારીમાં છે.

નિકેશ પર શું હતા આરોપ,કેટલીક ડીલ્સ અને અરોરાના સેલેરી પેકેજને કારણે ઘણાં સ્ટેકહોલ્ડર્સ નારાજ હતા. તેમણે અરોરાની એબિલિટી પર સવાલ ઉઠાવ્યા હતા.ન્યુયોર્કની લો ફર્મ બોઈ શિલર એન્ડ ફલેકસનરે આરોપ લગાવ્યો હતો કે, કંપનીએ નિકોશ અરોરાની નિમણૂંક અગાઉ કોઈ પણ પ્રકારની તપાસ કરી ન હતી.લો ફર્મએ આરોપ લગાવ્યો હતો કે અરોરા ઘણાં શંકાસ્પદ ટ્રાન્ઝેકશન અને ખરાબ ઈન્વેસ્ટમેન્ટ પરફોર્મન્સના ગુનેગાર છે.

એપ્રિલમાં લો ફર્મની તરફથી આ લેટર્સ પબ્લિશ કરવામાં આવ્યા હતા. તેમાં 48.3 કરોડ ડોલરના સ્ટોક ખરીદવાના અરોરાના નિર્ણય પર પણ સવાલો કરવામાં આવ્યા હતા.બોર્ડે તપાસ બાદ આપી કલીનચીટ,સોફટબેન્ક ઈન્ડિપેન્ડન્ટ બોર્ડ મેમ્બર્સની એક સ્પેશિયલ કમિટી અરોરાની એલિજીબિલિટીને લઈને તપાસ કરી રહી હતી.આ કમિટીએ સોમવારે અરોરાનેને કલીનચીટ આપી હતી. આ કારણે એ વાત સાબિત થઈ ગઈ હતી કે અરોરા પોતાની પોસ્ટ માટે કાબેલ હતા.

કલીનચીટ મળ્યા બાદ સોફટબેન્કના ફાઉન્ડર સીઈઓ માસાયોશી સોને કહ્યું હતું કે, જયારે આ આરોપ પ્રથમ વાર સાર્વજનિક થયા હતા, ત્યારે પણ મને નિકેશ પર સંપૂર્ણ ભરોસો હતો.રાજીનામા પર શું બોલ્યા અરોરા,અરોરાએ ટવીટ કર્યું હતું કે, મને કયારે પણ શંકા ન હતી. મારા પિતા એક ઈમાનદાર વ્યકતિ હતા. મને જો તેમણે શીખવાડયું હોય તો આ જ શીખવાડયું છે.

અરોડાએ કહ્યું હતું કે, માસાયોશી સોન 5-10 વર્ષ માટે સીઈઓ તરીકે ચાલુ રહેશે. હુ તેમનું સમ્માન કરું છું. મે તેમની પાસેથી ઘણું બધુ શીખ્યું છે. બોર્ડે મને કલીનચીટ આપી છે. આ મારા,માટે આગળ વધવાનો સમય છે.અરોરાએ કહ્યું કે, મારી પાસે ઘણો સમય છે અને ઈમાનદારી પણ ખુબ જ છે.રાજીનામાની પાછળ ઈન્ડિયન સ્ટાર્ટઅપ્સ તો કારણ નથી. ટવીટ પર પૂછવામાં આવેલા આ સવાલના જવાબમાં અરોરાએ કહ્યું કે, હું ભારતમાં આવેલી સ્ટાર્ટઅપ કંપનીઓને ખુબ જ પ્રેમ કરુ છું.

રાજીવ સૂરી,નવી દિલ્લીમાં જન્મેલા અને કુવૈતમાં મોટા થયેલાં રાજીવ સૂરી એપ્રિલ 2014માં નોકિયા ઈન્કની જવાબદારી સીઈઓ તરીકે સંભાળી રહ્યા છે. ભારત અને નાઈજીરિયામાં એક કંપની માટે કામ કરનારા રાજીવે 1995માં નોકિયાની જવાબદારી સંભાળી હતી. ફિનલેન્ડમાં રહેતા સૂરીની પાસે આ સમયે સિંગાપુરની નાગરિકતા છે.

જયશ્રી ઉલાલ,લંડનમાં જન્મેલા અને નવી દિલ્લીમાં મોટા થયેલ જયશ્રી ઉલાલ અમેરિકી ઉદ્યોગપતિઓમાં સામેલ છે. તે વર્ષ 2008થી અરિસ્ટા નેટવર્ક્સ સાથે જોડાયેલા છે. અને સીઈઓ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનારા જયશ્રીને ફોર્બ્સ મેગેઝીન તરફથી દુનિયાના પાંચ સૌથી પ્રભાવી લોકોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

અજયપાલ સિંહ બન્ગા,રિટાયર્ડ લેફ્ટનન્ટ હરભજન સિંહ બન્ગાના પુત્ર અજયપાલ સિંહ બન્ગા 1990થી માસ્ટર કાર્ડ સાથે જોડાયેલા છે. માસ્ટરકાર્ડની સાથે તે પ્રેસિડેન્ટ અને સીઓઓ તરીકે જોડાયા હતા. જોકે એપ્રિલ 2020માં તેમને માસ્ટરકાર્ડના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા. બન્ગા આ સમયે યૂએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન પણ છે. બન્ગાએ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને દિલ્લી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

શાંતનુ નારાયણ,હૈદરાબાદમાં જન્મેલા શાંતનુ નારાયણ વર્ષ 2007થી એડોબ ઈન્કના સીઈઓ અને ચેરમેન છે. હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીથી બેચલરની ડિગ્રી હાંસલ કરનારા નારાયણે બાર્કલેમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો. નારાયણના માતા-પિતા બંને કામ કરતા હતા. એડોબ જોઈન કરતાં પહેલાં તે એપલ સાથે જોડાયા હતા.

સુંદર પિચાઈ,પિચાઈ સુંદરાજન કે સુંદર પિચાઈએ વર્ષ 2004માં ગૂગલની સાથએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આજે તે સર્ચ એન્જિન ગૂગલ ઉપરાંત તેની બીજી એક કંપની આલ્ફાબેટની સાથે સીઈઓ તરીકે જોડાયેલા છે. 49 વર્ષીય પિચાઈએ IIT ખડગપુર અને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.

અરવિંદ કૃષ્ણા,ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરથી અભ્યાસ કરીને નીકળેલા રિટાયર્ડ મેજર જનરલ વિનોદ કૃષ્ણાના પુત્ર અરવિંદ કૃષ્ણા છેલ્લાં 20 વર્ષથી IBMની સાથે છે. તેમણે ઈલિનિયોસ યૂનિવર્સિટીથી PH.Dની ડિગ્રી મેળવી છે. 31 જાન્યુઆરી 2020માં તેમણે વર્જિનિયા રોમેટ્ટીની જગ્યાએ સીઈઓ તરીકે IBMની કમાન સંભાળી.