માત્ર 7 જ દિવસ કરો કાળી મરી નું સેવન,આ મોટા મોટા મોટા રોગો રોગો થી મળી જશે છુટકારો….

0
283

હાલ વર્તમાન સમય એવો બની ગયો છે કે વ્યક્તિ પાસે સ્વયં વિશે વિચારવા નો તથા સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવા નો સમય જ નથી. આજે આ લેખ મા અમે તમને એક વિશેષ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ માહિતી છે કાળી મરી વિશે.તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. તેથી આજે અમે તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે.

કાળી મરી ખાવાના ફાયદા . કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે. અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે. કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે.

ખાંસીમાં મદદગાર : ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.

ગેસની પ્રોબ્લેમ થવા પર : એના માટે તમે એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.

ગળું બેસી જવું : ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે.ત્વચારોહણ :કાળી મરીને ઝીણા પીસીને ઘી માં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે.

પેટના કૃમિ (કરમિયા, કીડા) દૂર કરવા : જો તમને પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.

આંખ માટે કાળા મરી : જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ  જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.

શ્વાસની સમસ્યા : જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

ચહેરા માટે : કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસમાં પણ ફાયદાકારક : હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા : દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ : જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા : પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો. આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

શરદી અને ખાંસીમાં રાહત અપાવે : ખાંસી થવા પર મધ સાથે કાળામરીના દાણાને ખાવા જોઈએ, અને આવું દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે

હાઈ બલ્ડ પ્રેસરમાં ફાયદાકારક : કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.મિત્રો 3-5 કાળી મરીને ચાવીને ખાવ કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો. ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા દેખાવા લાગશે.