માત્ર 20 વર્ષ ની ઉંમરે પણ આ અભિનેત્રીઓ કમાય છે અધધ આટલા રૂપિયા,જાણીને નહીં થાય વિશ્વાસ…

0
404

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંકહેવાય છે ને કે ટેલેન્ટ ને ઉમર ના તરાજુ માં તોલી શકાય નહિ. આ જ નિયમ ટીવી ઉદ્યોગમાં પણ લાગુ પડે છે. ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા યુવા કલાકારો છે. જેઓ ઉંમરમાં નાના હોય છે, પરંતુ તેમની સશક્ત અભિનયથી તેમના સિનિયરો પણ નિષ્ફળ જાય છે. કમાણીની દ્રષ્ટિએ તે કોઈ કરતાં ઓછી નથી. આજે ટીવીની યુવા અભિનેત્રીઓ કે જેઓ 20 વર્ષની પણ નથી, પણ એપિસોડ દીઠ એક મોટી ફી લે છે, અને મહિનામાં લાખો કમાય છે.

અદિતિ ભાટિયા.

સિરીયલ ‘યે હૈ મોહબ્બતેન’ માં રૂહી ભલ્લાની ભૂમિકા નિભાવનાર અદિતિ ભાટિયા ઓળખાણ ની મોહતાજ નથી. અદિતિ 20 વર્ષની છે. નાનપણથી જ અદિતિ લાઇટ કેમેરા-એક્શનની દુનિયામાં પ્રવેશ કરી હતી. અદિતિએ અનેક કમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘ધ ટ્રેન’, ‘ચાન્સ પે ડાન્સ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. પરંતુ રૂહી ભલ્લાની ભૂમિકાએ તેને એક અલગ ઓળખ આપી. સમાચારો અનુસાર, અદિતિએ આ શો માટે એપિસોડ દીઠ 50 હજાર રૂપિયા ફી લીધી હતી.ટીવી એક્ટ્રેસ અદિતી ભાટિયા હાલમાં જ યોજાયેલા ગોલ્ડ એવોર્ડ્સમાં જોવા મળી હતી. આ એવોર્ડ્સમાં ટીવીની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. તેમાં પણ ‘યે હૈં મહોબ્બતે’માં ઈશિમાની દીકરી બનતી રૂહી એટલે કે અદિતી ભાટિયા બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ લાગતી હતી.29 ઓક્ટોબર, 1999માં જન્મેલી અદિતી ભાટિયાએ ચાઈલ્ડ એક્ટર તરીકે સૌ પહેલાં ‘વિવાહ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ ‘ધ ટ્રેન’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘ચાન્સ પે ડાન્સ’માં કામ કર્યું હતું. આટલું જ નહીં અદિતીએ અનેક ટીવી સીરિયલ્સ તથા જાહેરાતોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે.

અનુષ્કા સેન.

કલર્સની સિરિયલ ‘ઝાંસી કી રાની’માં રાની લક્ષ્મીબાઈનું મુખ્ય પાત્ર ભજવનાર અનુષ્કા સેને પણ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત નાની ઉંમરે કરી હતી. અનુષ્કા 17 વર્ષની છે. તે બોલિવૂડ ફિલ્મ ક્રેઝી કુકડમાં પણ કામ કરી ચૂકી છે. જોકે, રાની લક્ષ્મીબાઈની ભૂમિકાએ અનુષ્કાને લોકપ્રિય બનાવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કાએ શો માટે એપિસોડ દીઠ 48,000 રૂપિયા ફી લીધી હતી.ફિલ્મો અને ટીવીમાં ઘણા બાળ કલાકારો છે જે અભિનયની સાથે સાથે શાળામાં પણ અભ્યાસ કરે છે. આ દિવસોમાં, ઘણા બાળ કલાકારોની પરીક્ષાનું પરિણામ શાળાઓમાં જાહેર કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વખતે તેના પરિણામોને લઈને જે ચર્ચિત કલાકાર છે તે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા સેન છે. અનુષ્કા સેને 12માં ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાના 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

અશનૂર કોર.

અશનૂર કોર ટીવી સિરિયલોની જાણીતી અભિનેત્રિ છે. 16 વર્ષની ઉંમરે, અશનૂર કોર ઉદ્યોગમાં કામ કરતાં 10 જેટલા થયા છે. 2009 માં, અશનૂર કોરે તેની કારકીર્દિની શરૂઆત ઝાંસી કી રાની સીરિયલથી કરી હતી. અશનૂર તાજેતરમાં જ સિરિયલ ‘પટિયાલા બેબ્સ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. અશનૂર કોર એપિસોડ દીઠ 40 થી 45 હજારની વચ્ચે ફી લે છે. તેમની એક ખૂબ જ લોકપ્રિય સિરિયલ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા’ રહી છે. જેમાં અશનૂર કોર યંગ નાયરાની ભૂમિકામાં જોવા મળી હતી.અભિનેત્રી અશનુર કૌર ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ દિવસોમાં તે સોની ટીવીનો શો પટિયાલા બેબ્સમાં જોવા મળી રહી છે. આ શોમાં એના કેરેક્ટરનું નામ મિની ખુરાના છે. શોમાં તે લીડ સ્ટારની દીકરીના રોલમાં જોવા મળી હતી. હવે તે ખુદ એક લીડ અભિનેત્રી બની ચૂકી છે.અશનુર 15 વર્ષની છે. શોમાં તે પોતાનાથી 19 વર્ષ મોટા અભિનેતા સૌરભ જૈન સાથે રોમાંસ કરતી જોવા મળે છે. તેની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અશનુરને નાની ઉમરમાં તેની કારકિર્દીની શરુઆત કરી હતી. આજે તો તેને ઘરે ઘરે બધા ઓળખે છે.

મહિમા મકવાના.

ટીવીની ટોચની યુવા પ્રતિભાશાળી અભિનેત્રીઓની વાત કરીએ તો આ યાદીમાં મહિમા મકવાનાનું નામ ટોચ પર આવે છે. 20 વર્ષની થઈ ગયેલી મહિમા 10 વર્ષની ઉંમરેથી જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ‘બાલિકા વધુ’ માં, મહિમા જગિયાની બીજી પત્ની ગૌરીનું બાળપણ ભજવી હતી. મહિમાએ ઘણી હિટ સિરીયલોમાં કામ કર્યું છે. કલર્સના સિરિયલ લોંચિંગમાં તે હાલમાં રાની રેશ્મિયાની મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, મહિમા શો માટે એપિસોડ દીઠ 35 થી 40 હજાર રૂપિયા લે છે.સીરિયલ ‘શુભારંભ’ની એક્ટ્રેસ મહિમા મકવાણાને હાલમાં અચાનક જ છાતીમાં દુઃખાવો પડ્યો હતો. પરંતુ તેણે આ વાતને અવગણી હતી અને તે શૂટ માટે પહોંચી ગઈ હતી. જો કે, સેટ પર પહોંચતા સ્થિતિ વધારે વણસી હતી અને દુઃખાવો વધી ગયો હતો. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, આ ઘટના બાદ કેટલાક લોકોના બદલાયેલા વર્તને તેને કેવી રીતે આઘાતમાં મૂકી દીધી.

જન્નત જુબેર રહમાની.

જન્નત ઝુબૈર રહેમાની, જે 18 વર્ષની છે, તે સોશિયલ મીડિયા સ્ટાર છે. ભારતમાં ટિક્ટોક પર પ્રતિબંધ મૂક્યો તે પહેલા જન્ન્નાત ટિક્ટોક સ્ટાર હતી. જન્નતએ વર્ષ 2010 માં દિલ મિલ ગયે સીરિયલથી તેની યાત્રાની શરૂઆત કરી હતી. પરંતુ જન્નતને કલર્સની સીરિયલ ‘ફુલવા’ થી મોટી સફળતા મળી હતી. હવે જન્નત એપિસોડ દીઠ 40 હજાર રૂપિયા ફી લે છે.

અવનીત કૌર.

અભિનેત્રી અવનીત કૌર તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી. કોરોનો સંકટને જોતાં અવનીતે પોતાનો શો ‘અલાદિન નામ તો સુના હોગા’ છોડવાનો નિર્ણય કર્યો. અવનીત શો માટે એપિસોડ દીઠ 30,000 રૂપિયા ફી લે છે. 18 વર્ષીય અવનીત ઘણાં સાસુ-વહુઓ સાથે પણ ઉદ્યોગમાં સક્રિય છે. 2010 માં, અવનીતે તેની કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સથી કરી હતી. તે રાની મુખર્જીની ફિલ્મ ‘મરદાની’ સહિત અનેક ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત હતી અને ભારતીય ટિક્ટોક સ્ટાર્સમાં અવનીતને ગણાતી હતી.

રિમ શેખ.

16 વર્ષની ઉંમરે અભિનેત્રી રીમ શેખ તેની જોરદાર અભિનયથી દર્શકોને આકર્ષિત કરી રહી છે. રીમની સિરિયલ તુઝસે હૈ રાબતાને એક વર્ષનું એક્સ્ટેંશન મળ્યું છે. આ સીરિયલમાં તે કલ્યાણી મલ્હાર રાણેની ભૂમિકામાં જોવા મળી રહી છે. રીમે ફીમાં પણ વધારો કર્યો છે. હવે તે એપિસોડ દીઠ 30 હજાર રૂપિયા લે છે. સીરિયલ્સ ઉપરાંત રીમ ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળી છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..