માત્ર એકજ જગ્યાએ છે હનુમાનજીની આવી ખાસ પ્રતિમા, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…

0
296

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે,તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.

ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ.ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું.

તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા તો ચાલો મિત્રો જાણીએ આગળ.સાળંગપુર મા આવેલ કષ્ટભંજન હનુમાનજી એક માત્ર એવી મૂર્તિ છે, જેમાં તેઓ હસંતા હોય તેવો ભાવ જોવા મળે છે.ખરેખર આ તથ્ય સાચું પણ છે,કારણ કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદએ આ મૂર્તિની સ્થાપના કરી ત્યારે એક એવી ઘટના બની કે જેણે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં! ચાલો આપણે આજે કષ્ટભંજન હનુમાનજીની આ રસપ્રદ વાત વિશે જાણીએ.

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છેઅને નજીકનું મોટું શહેર બોટાદ છે.ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ તેમાં જો કોઈ ખાસ શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ હોય તો એ છે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર.

બોટાદ જીલ્લાનું સાળંગપુર ધામ આજે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ પુરા વિશ્વભરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ધામમાં લોકો રડતા રડતા પોતાના દુઃખો લઈને આવે છે અને હસતા હસતા પાછા ફરે છે.અને એટલા માટે જ અહિયાં ભગવાન હનુમાનજીનું નામ પણ સાળંગપુર કષ્ટભંજન દેવ છે. આજે તમને કળીયુગના સાક્ષાત અને હાજરા હજૂર દેવતા હનુમાનજીના આ ખુબ જ પ્રસિદ્ધ ધામ વિશે જણાવશું.જેના વિશે લોકોની માન્યતા છે કે સાળંગપુર હનુમાનજીના મંદિરે હનુમાનજી પોતે જ અદ્રશ્ય અવસ્થામાં બિરાજમાન છે અને ત્યાં જનારા લોકોના દુઃખ દુર કરી તેમને આશીર્વાદ આપે છે.

જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારબાદ અનાદિમૂળઅક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં હતા અને તેઓ અનેક ગામોમાં જઈને હરિભક્તોને ભગવાની ભક્તિનું રસપાન કરાવ્યું છે.એકવાર સ્વામી બોટાદ ગામે આવ્યાં.સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે.

ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે.આ અદ્દભુત મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સદ્દગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામી એક વાર બોટાદ આવ્યા હતા. ત્યારે તેમના દર્શન માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર પણ બોટાદ આવ્યા હતા.

જ્યારે તે દરબાર સ્વામીજી પાસે બેઠા ત્યારે સ્વામીજીએ પ્રશ્ન પુછ્યો,  ભાઈ બધું કુશળ મંગળ તો છે ને?ત્યારે વાઘા ખાચરે કહ્યું, કે સ્વામીજી, પાછળના ચાર ચાર વર્ષોથી દુષ્કાળ પડવાના કારણે હાલ આર્થીક સ્થિતિ સારી નથી રહી.તેથી સંતો સાળંગપુર તો આવે છે પરંતુ રોકાતા નથી.આ દશા સાંભળી સ્વામીજીનું હૃદય પીગળી ગયું અને તેમણે વાઘા ખાચરને કહ્યું કે, તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે,

હું તમામ કષ્ટોનું હરણ કરનારા કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા સાળંગપૂરમાં સ્થાપિત કરી દવ છું, તેનાથી તમારા કષ્ટો સદાય માટે દુર થઇ જશે અને તેના દર્શન કરનારા દરેક વ્યક્તિના દુઃખો નાશ કરશે.ત્યાર બાદ સ્વામીજીએ પોતાના હાથે હનુમાનજીનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકારને કહ્યું કે, આ ચિત્ર પ્રમાણે એક ખુબ જ સુંદર પ્રતિમાને આકાર આપો. કષ્ટભંજન દેવની પ્રતિમા સાથે મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું

અને વિક્રમ સવંત 1905 માં આસો, વદ, પાંચમના રોજ વિધિ અનુસાર પ્રતિમાને સાળંગપુરમાં સ્થાપિત કરવામાં આવી. પ્રતિષ્ઠા સમયે સ્વામીજીએ ભગવાન કષ્ટભંજન દેવનું આહ્વાહન કર્યું.ગોપાળનંદ સ્વામી ભક્તોની મનોવ્યથા સમજી ગયાં અને સ્વામીજીએ અનંત જીવોના દુ:ખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.

આહ્વાહન કરતાની સાથે જ હનુમાનજી મહારાજ પ્રતિમામાં બિરાજિત થયા અને ત્યારે જ પ્રતિમામાં કંપન આવવા લાગ્યું. ત્યારે સ્વામીજીએ કહ્યું કે, અહિયાં જે પણ લોકો પોતાના દુઃખો લઈને આવે તેનું દુઃખ તમે દુર કરજો અને જગતના બધા ભક્તોને તમે સુખી કરજો.ત્યાર બાદ સ્વામીજીએ પોતાની લાકડી આપીને કહ્યું કે, જ્યારે પણ કોઈ ઉપદ્રવ દુર ન થતો હોય, ત્યારે આ લાકડીને સ્પર્શેલું જળ છાંટવાથી તરત જ તે ઉપદ્રવ શાંત થઇ જશે.

ત્યારથી મિત્ર કષ્ટભંજન દેવ તેના ભક્તોની દરેક પીડાને દુર કરે છે. આ મંદિરમાં ભૂત અને દુષ્ટ પ્રભાવને દુર કરવા માટે આખા વિશ્વમાંથી અહિયાં લોકો આવે છે. કારણ કે સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરમાં કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત અને ચુડેલના છાંયાને કાઢવાની વિધિ કરવામાં આવે છે.

બોટાદ ગામનાં જ કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી અને તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું.સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી.

આ મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.માન્યતા પ્રમાણે એવી પણ કથા છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું.ત્યારે હનુમાનજીએ સ્ત્રી રૂપમાં શનિદેવને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. આ જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે.

આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યોઅને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી.

સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હંસવા લાગ્યાં.એટલું જ નહિ પરંતુ ભગવાન શ્રી સ્વામીનારાયણે પણ પોતાનો કેટલોક સમય અહીં પસાર કરેલો છે. આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી સ્વામીનારાયણનું મંદિર પણ આવેલું છે.જેમાં ભગવાન સ્વામીનારાયણે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એ વસ્તુઓ લોકોના દર્શન માટે પણ રાખેલી છે.જેની નજીકમાં પ્રસાદી ચોરો અને પ્રસાદી કુવો પણ આવેલો છે. ત્યાં નારાયણ કુંડ પણ આવેલું છે. જ્યાં સ્વામીનારાયણ ભગવાન સ્નાન કરતા હતા.

આ મંદિરના પરિસરમાં ભોજન શાળા પણ આવેલી છે, જ્યાં સવારે નાસ્તો અને પછી નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. મંદીરની બાજુમાં એક ધર્મશાળા અને ગૌશાળા પણ આવેલી છે.હનુમાજીની હસતા જોઈને સૌ કોઈ સંતગણોએ ગોપાળા નંદ સ્વામીને પ્રાર્થના કરીને હે સ્વામી તમે હનુમાનજીને શાંત કરાવો નહીંતર આસપાસના આપણાં મોટાં મંદિરોના દેવો વચ્ચે હનુમાનજીમાં બહુ ઐશ્વર્ય હશે ત્યાં કોણ જશે અને તેમનું મહત્વ ઘટી જશે.

સ્વામી મૂર્તિમાંથી દષ્ટિ પાછી ખેંચી લીધી.એટલું જ નહિ પરંતુ ભગવાન શ્રી સ્વામીનારાયણે પણ પોતાનો કેટલોક સમય અહીં પસાર કરેલો છે. આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી સ્વામીનારાયણનું મંદિર પણ આવેલું છે.જેમાં ભગવાન સ્વામીનારાયણે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એ વસ્તુઓ લોકોના દર્શન માટે પણ રાખેલી છે.આજે પણ હનુમાનજી ભક્તોના દુઃખો દૂર કરે છે અને અહીંયા એ પ્રસાદી લાકડી હજી પણ હયાત છે.

જીવનમાં એકવાર તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવાજોઈએ.નજીકમાં પ્રસાદી ચોરો અને પ્રસાદી કુવો પણ આવેલો છે. ત્યાં નારાયણ કુંડ પણ આવેલું છે. જ્યાં સ્વામીનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. આ મંદિરના પરિસરમાં ભોજન શાળા પણ આવેલી છે, જ્યાં સવારે નાસ્તો અને પછી નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. મંદીરની બાજુમાં એક ધર્મશાળા અને ગૌશાળા પણ આવેલી છે.મિત્રો જે પણ વ્યક્તિ પુરા શ્રદ્ધા ભાવથી સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવે છે, તેના દરેક દુઃખોનું નિવારણ આવે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

તેથી જ તો અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એવું કહેવાય છે કે કષ્ટભંજન હનુમાનજી ભગવાનનું નામ લેવાથી પણ કષ્ટો દુર થાય છે.જય કષ્ટભંજન દેવ.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.