માત્ર બે જ દિવસ માં શરીર ની બધી જ ગંદકી સાફ કરી દેશે આ રામબાણ ઘરેલું ઉપચાર,જાણી લો એક જ ક્લિક માં….

0
252

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આ લેખ માં અમે તમને હરડે ના ફાયદા જણાવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.કબજીયાતથી પીડાતી વ્યક્તિઓ એવા ઉપાયની શોધમાં રહે છે, જે નિયમિત લઇ શકાય. જે લેવાથી પેટ સવારે એક વખત સાફ થઇ જાય અને આંતરડાને નુકશાન ન થાય.

કબજીયાત મટાડવા માટે અનેક ઔષધો બજારમાં ઉપલબ્ધ હોય છે. જરૂરિયાત મુજબ ડોક્ટર્સ પણ લખે.પરંતુ સામાન્ય જનમાનસ કોઇપણ ઉપાયને રોજબરોજ નિયમિત કરતાં ડર અનુભવે છે. કેમકે આંતરડામાંથી મળને પરાણે ખેંચીને બહાર કાઢે તેવા ઉપાયો શું આંતરડાને નુકશાન કરે ? અથવા તો આખી જીદંગી પેટ સાફ કરવા માટે દવા લેવી પડશે ? ટેવ પડી જશે ? આવા પ્રશ્નોના વમળમાં અટવાયેલું મન હરહંમેશ કુદરતી અને નુકશાન ન કરે તેવો ઉપાય શોધે છે.આજ ના બદલતા સમય માં અને બદલતી લાઈફ સ્ટાઇલ ના લીધે  ઘણી બીમારીઓ ઘર કરી ગઈ છે.

આ બીમારીઓ ધીમે ધીમે આપણા શરીરમાં થઇ જાય છે. અને પછી આપણા જીવનમાં તેનો ઘાતક પ્રભાવ દેખાય છે. જો સમય થી પહેલા ખબર પડી જાય તેના વિષે તો આ બીમારીઓ થી બચી શકાય છે. આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમારા શરીર ની બધી જ ગંદકી નીકળી જશે. તેનો ઉપયોગ કરવાથી શરીરની બધી જામેલી ગંદકી થી છુટકારો મળશે.જો તમને સુસ્તી, આળસ આવવી, મોઢા ઉપર ખીલ, વાળ ખરવા, અપચા જેવી સમસ્યાઓ હોય તો તેનો એ મતલબ છે કે તમારા શરીરમાં ગંદકી ભેગી થઇ ગઈ છે.

તેને સાફ કરવી ખુબ જ જરૂરી છે. ખરાબ લાઈફ સ્ટાઇલ ના લીધે  આ બધી બીમારીઓ શરીર માં ઘર કરી જાય છે. આ બધી બીમારીઓ એટલે જ થાય છે કારણકે બરાબર પેટ સાફ નથી થતું. આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે તમારે હરડે નો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ.કબજીયાત મટાડવા માટે ગરમ પાણી નરણા કોઠે પીવું, ઈસબગુલ લેવું, ત્રિફળા કે હરડે ચૂર્ણ લેવું એ ખૂબ સામાન્ય બની ગયું છે તેવામાં હરડેની ઉપયોગિતા અને સુરક્ષિતતા બાબતે હરડે દરરોજ લેવાથી નુકશાન કરે કે કેમ તેવી શંકા સેવાતી હોય છે.

હરડે દ્વારા પેટ સાફ થઇ જાય છે. સાથે તેના દ્વારા બવાસીર ની બીમારી પણ ઠીક થઇ જાય છે. આતરડા માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. તે આતરડા ને સંકુચિત કરી અને રક્ત સ્ત્રાવ ઓછો કરી દે છે. હરડે એક ખુબ જ સારી જીવાણું રોધક પણ સાબિત થાય છે. પેટ સબંધિત રોગો થી મુક્તિ મેળવવા માટે  હરડે નું ચૂર્ણ પીવું જોઈએ. કબજિયાત ના ઈલાજ સાથે હરડેના પાઉડર માં ઘી, મધ અને નમક ઉમરી ને ખાવું જોઈએ. આવું કરવાથી કબજિયાત ખતમ થઇ જશે.હરડે નિયમિત લઇ શકાય તેવું ઔષધ છે.

આ વિશે આયુર્વેદમાં ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખ છે. હરડેનાં વિવિધ ગુણો જેવા કે તેનાં રસ, વીર્ય, વિપાક, પ્રભાવ વગેરેના વર્ણન ઉપરાંત તેનાં નિયમિત લઇ શકાય તે બાબત સ્પષ્ટ કરતી બે મુખ્ય વાત ઘણી પ્રચલિત છે. એક તો હરડે વિશે ઉક્તિ છે; ‘નાસ્તિ યસ્ય ગૃહે માતા, તસ્ય માતા હરિતકી’ હરડેને માતા સાથે સરખાવી છે. જેઓની મા ન હોય, તેઓ માટે હરડે મા જેવા ગુણ ધરાવે છે. મા જે રીતે બાળકનું પોષણ, સંવર્ધન, રક્ષણ કરી લાલન-પાલન કરે છે, તેવું જ હરડેનાં સેવનથી અનુભવાયું છે.આ શિવાય હરડે સાથે દહીં મિક્ષ કરી અને તેનું સેવન કરવાથી પેટ સબંધિત રોગો થી હમેસ માટે છુટકારો મળે છે.

લીવર ના રોગો અને કૃમિ ના ઈલાજ માટે બે અઠવાડિયા સુધી રોગ ત્રણ ગ્રામ હરડે નું ચૂર્ણ પીવું જોઈએ. આ શીવાય શરીરની નબળી નાડીઓ ને મજબુત કરવા માટે પણ તે ઉપયોગી છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો પેટ ની ગંદકી ને સાફ કરવા માટે હરડે નું સેવન કરો.આયુર્વેદ ઔષધોનાં બે મુખ્ય કાર્ય જણાવે છે. ૧.રોગને મટાડવાનું ૨.આરોગ્યને જાળવી રાખવાનું. આરોગ્યની જાળવણીમાં મદદ કરતાં ઔષધોને રસાયન ઔષધો કહે છે.

રસાયનએ એવું કાર્ય છે કે જથી વ્યક્તિનાં સ્વાસ્થ્યની જાળવણી સાથે તેનાં ઓજસ્કર ભાવો જેવા કે તેનાં બળ, વીર્ય, ત્વચાની કાંતિ, વ્યાધિક્ષમત્વ, પ્રજનન શક્તિની ગુણવત્તાનો વધારો થાય છે.આધુનિક સંશોધનોની નજરે હરડે પરંપરાગત આયુર્વેદિય દવામાં વપરાતી હરડે તેનાં દ્વારા મળતાં પરિણામોથી સ્વયં પ્રતિષ્ઠિત છે. પરંતુ આધુનિક વિશ્લેષ્ણાત્મક વિજ્ઞાન વિવિધ ઔષધો-વનસ્પતિનાં સંઘટનોનાં પૃથ્થકરણ, રસાયણો તથા તેનાં ટેસ્ટ ટ્યૂબ, ઉંદર પર તથા હ્યુમન ટ્રાયલ પર થતાં રિસર્ચથી અભ્યાસ-તારણોથી મૂલવે છે.

હ્રદયરોગ માટે સંશોધનથી હરડેમાં કાર્ડિયોપ્રોટેક્વી ગુણ તેનાં ખાસ તત્વોમાં રહેલાં રાસાયણિક સંઘટનને કારણે નોંધવામાં આવી છે.હરડેના ગુણો વિશે ઘણી વિગતોથી સંશોધનો થયા છે.હરડે (હરીતકી) કાયમી વપરાશ (જેને ક્યારેય છોડવી ના જોઈએ) છે. માતા ની જેમ સારું કરવા વાળી છે. માતા ક્યાર ક્યારે ગુસ્સે થાય છે પરંતુ સેવન કરેલ હરડે ક્યારેય નુકશાન કરતી નથી, કાયમ ફાયદો જ કરે છે.હરડે એક દિવ્ય ઔષધી છે, જે સદીઓ થી ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

જેને સંસ્કૃત માં હરીતકી પણ કહેવામાં આવે છે. હરડે બે પ્રકારની હોય છે, નાની અને મોટી હરડે જેનું ઝાડ સીધું અને પહોળું હોય છે. જો તેના રંગ અને સ્વાદ ની વાત કરીએ તો ,તે કાળા અને પીળા રંગ ની હોય છે, જેનો સ્વાદ ખાટ્ટો અને મીઠો હોય છે.હરડેના ૩૨ વિશેષ ગુણ,મીઠા સાથે હરડે ખાવાથી પેટ કાયમ સાફ રહે છે. હરડેના ચૂર્ણમાં ચોથા ભાગ નું જ મીઠું નાખવું જોઈએ તેનાથી વધુ ઝાળા જેવુ થઇ શકે છે.ઘી સાથે હરડેનું ચૂર્ણ ચાટવાથી ક્યારેય હ્રદય રોગ નહી થાય.

સવારે મધ સાથે હરડેનું ચૂર્ણ ચાટવા થી શરીરમાં બળ અને શક્તિ વધે છે.માખણ મિશ્રી ની સાથે હરડેનું ચૂર્ણનું સેવન કરવાથી યાદ શક્તિ અને બુદ્ધિ વધે છે એટલે વિદ્યાર્થીઓ એ તેનું સેવન જરૂર કરવો જોઈએ.પાંચગવ્યની સાથે હરડેનું ચૂર્ણ સેવન કરવાથી ઉંમર વધે છે.આના સેવનથી ઘણી નાની મોટી બીમારીઓ મૂળ માંથી દુર થઇ જાય છે, તે મગજને સ્ફૂર્તિમાં રાખવામાં અને આંખો માટે સૌથી ગુણકારી ઔષધ છે. જે શરીરને શક્તિ આપીને નીરોગી બનાવે છે.

ફક્ત એટલું જ નહિ તે આપના શરીરને કબજિયાતમાં છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ છે. તો આજ થી તેનું સેવન શરુ કરો, તેનું ચૂર્ણ અને ગોળીઓ સરળતાથી બજારમાં મળી રહે છે.હરડે એનીમા થી અલ્સેરીક કોલાઇટીસ જેવા રોગો ને પણ ઠીક થઇ શકે છે. આ બધા રોગોના ઉપચાર માટે હરડે નું ચૂર્ણ ત્રણ થી ચાર ગ્રામની માત્રામાં દિવસમાં બે થી ત્રણ વખત સેવન જરૂર કરવો જોઈએ. કબજિયાત ના ઈલાજ માટે હરડેને વાટીને પાવડર બનાવીને કે ઘી માં શેકીને હરડેની દોઢ થી ત્રણ ગ્રામ માત્રામાં મધ કે સિંધાલુ મીઠા માં ભેળવીને આપવું જોઈએ.

હરડે લીવર, સ્પ્લીન વધવા તથા ઉદરસ્થ કૃમિ જેવા રોગો ના ઈલાજ માટે લગભગ બે અઠવાડિયા સુધી લગભગ ત્રણ ગ્રામ હરડેનું ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. હરડે આપણા માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ છતાં પણ નબળા શરીર વાળા વ્યક્તિ, અવસાદગ્રસ્ત વ્યક્તિ કે પછી ગર્ભવતી મહિલાઓ આનો ઉપયોગ ન કરવો જોઈએ.આંખના રોગોમાંથી મુક્તિ,હરડે આંખો માટે સૌથી ફાયદાકારક હોય છે.

તેનું સેવન કરવા માટે પહેલા હરડેને શેકી લો, પછી ઝીણો ભૂકો કરીને તેનો સારી રીતે લેપ બનાવીને આંખો ની ચારે બાજુ લગાવી દો. આવું કરવાથી આંખો નો સોજો અને બળતરા જેવી તકલીફ દુર થાય છે.કબજિયાત માટે, બબાસીર અને કબજિયાત માટે હરડે નું ચૂર્ણ ખુબ જ લાભદાયી હોય છે. એટલા માટે હરડે માં થોડો ગોળ ભેળવીને ગોળી બનાવી લો, છાશ માં શેકેલું જીરું ભેળવી ને તાજી છાશ ની સાથે સવાર સાંજ લેવાથી બબાસીર કે મસા નું દર્દ અને સોજો ઓછો થવા લાગે છે.

નવજાત શિશુ માટે,જો નવજાત શિશુ ને આંખો પાર ભ્રમર નથી તો હરડે ને લોઢા પર ઘસીને સરસોના તેલ સાથે ભેળવીને નવજાત શિશુના ભ્રમર ઉપર લગાડો અને ધીમે ધીમે માલીશ કરતા રહેવાથી તે ઉગવા લાગે છે. તે સાથે જ એક અઠવાડિયા સુધી બાળક ને હરડે વાટીને ખવરાવવાથી તેનાથી કબજીયાતની ફરિયાદ રહેતી નથી.દમમાં રાહત,અને જે લોકોને દમની તકલીફ છે, તો તે રાત્રે હરડેને ચૂસે કે આંબળા ના રસમાં હરડે ભેળવીને સેવન કરવાથી આ બીમારીમાં રાહત મળે છે.

અપચાની ફરિયાદ,હરડે નું સેવન પાચનક્રિયા ને બરોબર કરવામાં અસરકારક હોય છે, તે માટે ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ, ગોળ કે સિંધાલુ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.ચક્કર આવવા,લજો તમને અચાનક ચક્કર આવવાની તકલીફ છે, તો પીપર (જે ગરમ મસાલામાં મળે છે) સુંઠ એટલે સુકું આદુ, વરિયાળી અને હરડે ૨૫-૨૫ ગ્રામ લઈ લો. હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળ આકારની ગોળીઓ બનાવી લો.

૧-૨ ગોળી દિવસ માં ૩ વખત લેવાથી ચક્કર આવવાના, માથું ભમવું બંધ થઇ જશે.હરડેનું સેવન સતત કરવાથી શરીરમાં થાક નો અનુભવ નથી થતો અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.હરડે ના ટુકડા ને ચાવીને ખાવા થી ભૂખ વધે છે.હરડેના સેવનથી ખાંસી કે કબજિયાત જેવા રોગો પણ દુર થઇ જાય છે.હરડેને વાટીને તેને મધમાં ભેળવીને ચાટવાથી ઉલટી આવવાની બંધ થઇ જાય છે, જો શરીરમાં ક્યાય ઘા થયો હોય તો હરડેથી તે ઘા ને ભરી દેવો જોઈએ.

એક ચમચી હરડેનું ચૂર્ણ માં બે કિશમિશ(સુકીદ્રાક્ષ) ની સાથે લેવાથી એસીડીટી માં સારું થઇ જાય છે.હેડકી આવે ત્યારે હરડે પાવડર અને અંજીર ના પાવડરને હુફાળા પાણી સાથે લેવાથી લાભ થાય છે.નાની હરડેને પાણીમાં પલાળી દો. રાત્રે ભોજન કર્યા પછી ચાવી ચાવીને ખાવાથી પેટ સાફ થઇ જાય છે અને ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે.હરડે ને શેકીને ખુબ ઝીણો વાટી લો અને લેપ બનાવીને આંખોની ચારે બાજુ લગાવો.તેનાથી દરેક પ્રકારમાં આંખના રોગો માં સારું થઇ જાય છે.

હરડે નો ઉકાળો ચામડી ને લગતી એલર્જી માં ફાયદાકારક છે.હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને તેનું સેવન દિવસમાં બે વખત નિયમિત રીતે કરવાથી જલ્દી આરામ મળે છે.એલર્જી વાળા ભાગ ની સફાઈ પણ આ ઉકાળા થી જ કરી શકાય છે.ફંજલ એલર્જી કે સંક્રમન થાય તો હરડેના ફળ અને હળદર થી તૈયાર કરલ લેપ પ્રભાવિત ભાગ ઉપર દિવસમાં બે વખત લગાવો, ત્વચા બરોબર થાય ત્યાં સુધી લેપ નો ઉપયોગ લગાવાનું ચાલુ રાખો.મોઢામાં સોજો થાય તો હરડેના કોગળા કરવાથી ફાયદો થાય છે.

હરડે નો લેપ પાતળી છાશ સાથે ભેળવીને કોગળા કરવાથી પેઢા ના સોજમા પણ આરામ મળે છે.હરડેનું ચૂર્ણ દુઃખતા દાંત ઉપર લગાવવાથી તકલીફ ઓછી થાય છે.હરડે સ્વસ્થ્યવર્ધક ટોનિક હોય છે જેના ઉપયોગથી વાળ કાળા, ચમકતા અને સુંદર લાગે છે.હરડેના ફળને નારીયેલ તેલમાં ઉકાળીને (હરડે પૂરી રીતે ભળી જાય ત્યાં સુધી) લેપ બનાવો અને તે વાળ માં લગાવો કે પછી રોજ ૩-૫ ગ્રામ હરડેનો પાવડર એક ગ્લાસ પાણી સાથે સેવન કરો.