મારી પત્નીનો યોનિમાર્ગ પહોળો થઈ ગયો છે.હું જ્યારે પણ સેક્સ માણું ત્યારે મને મજા આવતી નથી,શુ કરવું?..

0
784

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ.હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.

જવાબ.તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.

સવાલ.કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.

જવાબ.હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.

સવાલ.મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ.દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.

જવાબ.મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

સવાલ.પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.

જવાબ.સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.

જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.

સવાલ.મને સંભોગમાં સંતોષ નથી થતો કારણ કે મારી પત્નીનો યોનિમાર્ગ પહોળો થઈ ગયો છે. હું જ્યારે પણ તેની સાથે સેક્સ માણું છું ત્યારે ત્યારે મને મજા આવતી નથી હું સેક્સનો આનંદ કઈ રીતે મેળવી શકું? મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ.આપે આપની ઉંમર નથી જણાવી પરંતુ આપની સમસ્યા પરથી ધારી શકાય કે આપના લગ્નને દસ કે પંદર વર્ષ વીતી ગયા હશે. તેમજ આપને એક અથવા બે બાળક પણ હશે. લગ્નના આટલા સમય બાદ સામાન્ય રીતે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. સ્ત્રીને એક-બે નોર્મલ ડિલીવરી બાદ તેનો યોનીમાર્ગ પહોળો થઈ જાય છે. જે દરેક સ્ત્રી સાથે બનતી સામાન્ય સ્થિતિ છે.જોકે આનો ઉપાય પણ છે. આપ જ્યારે આપની પત્ની સાથે સંભોગ કરતા હોવ ત્યારે કેટલાક આસનનો ઉપયોગ કરશો તો તમે સંભોગ દરમિયાન આનંદ મેળવી શકશો. સંભોગ દરમિયા આપ તમારી પત્નીને ઉપર રાખીને સંભોગ કરો. અથવા તમારી પત્નીનો એક પગ બીજા પગની ઉપર ચડાવીને સેક્સ કરો જેનાથી યોની માર્ગ સાંકળો થશે અને તમને સેક્સ દરમિયાન સંતોષ પણ થશે.