ગઈ કાલ રાતે ફેસબુક, વોટ્સએપ કલાકો સુધી બંધ રહેતા માર્ક ઝકરબર્ગ આટલા હજાર કરોડ નો પડયો ફટકો….

0
154

થોડા કલાકો માટે ઠપ થયેલા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ અને એક વ્હિસલબ્લોઅરના ખુલાસાએ કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગને 600 કરોડ ડૉલરનું (ભારતીય કરન્સી મુજબ લગભગ 4,47,34,83,00,000 રૂપિયા) નુકસાન વેઠવું પડ્યું છે. રિપોર્સ્ન જણાવે છે કે થોડાક જ કલાકોની પરેશાની દરમિયાન અમીરોની યાદીમાં પણ ઝકરબર્ગ એક સ્થાન નીચે ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી ગયા છે.સોમવારે લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સટાગ્રામ અને WhatsApp નું સર્વર આખી દુનિયામાં ડાઉન થયું હતું.

સર્વર ડાઉનની ઘટના બાદ ફેસબુકનાં શેર પણ જોરદાર રીતે ધોવાયા હતા અને કંપનીનાં માલિક તથા CEO માર્ક ઝકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે. દુનિયાના સૌથી અમીરોની લીસ્ટમાં પણ ઝકરબર્ગ ચોથા સ્થાન પરથી એક સ્થાન નીચે આવી ગયા છે. સર્વર ડાઉનની ઘટના બાદ સોમવારે જ ફેસબુકનાં શેર 4.9 ટકા ધોવાઈ ગયા અને સપ્ટેમ્બર મહિના બાદથી કંપનીના શેર 15 ટકા ઘટી ગયા છે. Bloomberg Billionaires Index અનુસાર ફેસબુકનાં શેરમાં પછડાટ બાદ 122 અબજ ડોલર રહી ગઈ છે જે થોડા દિવસ પહેલા 140 અબજ ડોલર હતી. હવે ઝકરબર્ગની સંપત્તિ બિલ ગેટ્સ કરતાં પણ ઓછી છે, બિલ ગેટ્સની સંપત્તિ 124 અબજ ડોલર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સર્વિસિઝ અનેક કલાકો સુધી પ્રતિબંધિત રહી. મેસેજિંગ એપ્સે ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં અનેક કલાકો સુધી કામ કરવાનું બંધ કરી નાંખ્યું હતુ. જો કે કંપનીએ તાત્કાલિક નિવેદન જારી કરતા જણાવ્યું કે તે આને બરાબર કરવામાં લાગી છે અને જલ્દી તેને કાર્યરત કરવામાં આવશે. ભારતમાં મંગળવારે લગભગ 4 વગ્યે 3 મખ્ય એપે ફરી કામ કરવાનું શરુ કરી દીધું. જ્યાં સુધી એપ્સ ડાફન રહી યુઝર્સ ઘણા હેરાન થયા.ભારતમાં ગત રાત લગભગ 9 વાગે આ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતુ.

વોટ્સએપ પર લોકો મેસેજ નહોંતા મોકલી શકતા તો ઈન્સ્ટાગ્રામ પર કોઈ નવી પોસ્ટ નહોતી દેખાઈ. આ ઉપરાંત ફેસબુક પર યુઝર્સ પોસ્ટ કરવામાં અસમર્થ હતા. ફેસબુક અને તેમના સહયોગી એપ્સના ડાઉનની પાછળનું કારણ હજું જાણી શકાયુ નથી. સોશિયલ મીડિયા યુઝર્સે એપ્સની સમસ્યા અંગે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપવાનું શરુ કરી દીધું હતુ. ટ્વિટર પર ફેસબુક, વોટ્સએપ અને ઈન્ટાગ્રામ સંબંધિત હૈશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા. તો મિમ્સ પણ ખૂબ વાયરલ થયા. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરી ચાલુ કરવાની જાણકારી ફેસબુક અને તેમના સીઈઓ માર્ક ઝકરબર્ગે આપી હતી.

જો કે ઝકરબર્ગે લોકોને આ દરમિયાન અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યુ. ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ માટે અફસોસ છે. મને ખબર છે કે તમે જે લોકોની કેર કરો છો તેમની સાથે જોડાઈ રહેવા માટે અમારી સર્વિસ પર ભરોસો રાખો છે. ત્યારે ફેસબુકે નિવેદન જારી કરતા કહ્યું કે દુનિયાભરના લોકો અને વ્યવસાયોના વિશાળ સમુદાય માટે જે અમારા પર નિર્ભર છે તેમના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમે ફરીથી સેવાઓ કાર્યરત કરવા પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને એ જણાવતા ખુશી મળી રહી છે કે એપ્સ ઓનલાઈન થઈ ગઈ છે.

ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક શ્રોએફરે ટ્વીટક પર કહ્યું કે હાલ ફેસબુક અને અન્ય સેવાઓના બંધ થવાથી અસરગ્રસ્ત તમામ લોકોની ઈમાનદારીથી માફી માંગુ છું. ફેસબુકની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે.DNS Routing એટલે ડોમેન નેમ સિસ્ટમ જેના દ્વારા યુઝર જે તે વેબસાઈટના નામ દ્વારા તેને ઓપન કરી શકે છે. દરેક વેબસાઈટનું યુનિક આઇપી એડ્રેસ હોય છે પરંતુ તે નંબરમાં હોય એટલે તેને યાદ રાખવું મુશ્કેલ પડતું હોય છે, જેથી તેને ડોમેન નેમ આપવાની એક ટેકનોલોજી બનાવાઈ જેને DNS (DOMAIN NAME SYSTEM) કહે છે. આ સિસ્ટમમાં ગડબડી થઈ હોવાના કારણે યુઝર આ ત્રણેય સોશ્યલ મીડિયાની સર્વિસ કે વેબસાઈટ સુધી પહોંચી શક્યા ન હતા.

ઇન્સ્ટાગ્રામ અને દોસ્તોને અત્યારે થોડી તકલીફ પડી રહી છે અને આપને તેનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી શકે છે. અમારી સાથે રહો, અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. ‘ફેસબુક તેમજ તેના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં મોટી સંખ્યામાં યૂઝર્સ છે. આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ, ભારતમાં 53 કરોડ વોટ્સએપ યૂઝર્સ, 41 કરોડ ફેસબુક યૂઝર્સ અને 21 કરોડ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ છે.