મામી પસંદ આવી જતાં ભાણા એ કરી નાખી એવી હરકત, જે જાણી દંગ થઈ જશો…..

0
595

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે મામી સાથે આંખ મળી જતાં તેણે પામવા માટે ભાણાએ મામાના સાડા ચાર વર્ષના પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં શનિવારે પરોઢે નોંધાઈ છે. ગુરૂવારે સાંજે 4.30 વાગ્યે મેમનગરના જાદવનગર શાકમાર્કેટમાં સાડા ચાર વર્ષના પુત્ર સાથે આવેલી મામીને રોકીને ભાણાએ તું મારી સાથે ચાલ તેમ કહેતાં મામીએ સ્પષ્ટ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પગલે આરોપી સાડા ચાર વર્ષના પુત્રનું અપહરણ કરી રિક્ષામાં બેસી ફરાર થયો હતો.

મળતી માહિતી મુજબ આરોપીએ ફોન કરી પુત્રને કાળુપુર રેલ્વે સ્ટેશન અને મુંબઈ આવી લઈ જવાની ખોટી વાતો કરી ફોન બંધ કર્યો હતો.મેમનગરના શ્રીરંગ એપાર્ટમેન્ટમાં રહેતાં અને લો ગાર્ડન ખાતે ફાસ્ટફૂડ ફર્મમાં ફરજ બજાવતાં વિજય પ્રતાપ બુંદેલાએ તેની મોટી બહેનના પુત્ર જેક્કી ગોપાલ પરમાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ ગુનાઈત ભુતકાળ ધરાવતાં ભાણા જેક્કીને તેઓ ઠરીઠામ કરવા અને નોકરી અર્થે શહેરમાં પોતાની સાથે રહેવા માટે ત્રણ વર્ષ અગાઉ લાવ્યા હતા. જેક્કી પોતાની પત્ની સંજુને પરેશાન કરતો હોવાની શંકાને પગલે ચાર મહિના પહેલા તેણે વતન મોકલ્યો હતો. દરમિયાન ગુરૂવારે શાકમાર્કેટમાં જેક્કીએ સંજુને રોકીને પોતાની સાથે આવવા દબાણ કર્યું જો કે, સંજુએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા જેક્કીએ સંજુના સાડા ચાર વર્ષના પુત્ર વંશનું અપહરણ કર્યું હતું.

સંજુને ફોન કરી જેક્કીએ તું કાળુપુર રેલ્વે સ્ટેશન મારી પાસે આવ અને વંશને લઈ જા તેમ જણાવ્યું હતું. વિજયસિંગ અને સંજુ બંને રેલ્વે સ્ટેશન ગયા પણ તે ત્યાં ન હતો. તે પછી ફોન કરતાં આરોપીએ સંજુને જણાવ્યું કે, તારા પુત્રને લઈને હું મુંબઈ જવા નીકળી ગયો છું, તું મારી પાસે મુંબઈ આવ અને છોકરાને લઈ જા. બાદમાં આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દેતાં વિજયસિંગએ પોલીસ ફરિયાદ કરી હતી. ઘાટલોડીયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ક્રાઈમબ્રાંચની મદદથી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના કાનપૂરની છે જ્યાં મામાને મેળવવા માટે ભાણી એ હદ સુધી ગઈ કે તમે વિચારી પણ ન શકો. પ્રેમના નશામાં ચકચૂર થઈ ગયેલી કુંવારિકાએ મામા સાથે સંબંધો બાંધ્યા. તેની સાથે રહેવા લાગી અને જ્યારે તેના પ્રેમની ભનક લાગી ત્યારે તેણે પોતાના માતા પિતાને જ રહેંસી નાખ્યા અને પ્રેમી મામા સાથે ભાગી ગઈ.

સંગીતાના તેના મામા પરવેન્દ્ર સાથે લગભગ બે વર્ષથી અનૈતિક સંબંધ હતા. જે પરવેન્દ્રની ભાણી હતી. આઠ ઓક્ટોબર 2018માં રમેશની પત્ની ઉષા દોહરે એ પોતાના ભાઈ પરવેન્દ્ર સાથે તેને ખરાબ હાલતમાં જોઈ લીધી. એ પછી પિતા અને માતાએ મામાને ઘરમાંથી ખદેડી મુક્યો હતો. ક્રોધમાં આવી ભાણી સાથે સાંસારિક જીવન ગુજારવા માટે તેણે બહેન અને તેના પતિની હત્યા કરી નાખી હતી. જેમાં તેમની પોતાની દિકરીનો પણ હાથ હતો.

12 ઓક્ટોબરે મુંબઈના એક રિક્ષા ચાલક શમશાદને એક હજાર રૂપિયા આપ્યા અને તેના ઘરમાં રોકાયા હતા. અહીં મોંઘવારી વધારે હતી જેના કારણે 15 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના હુગલી જનપદમાં પહોંચ્યા હતા. આરબીએસ રોડ અંગૂશ થાના ભદરેશ્વર જનપદ હુગલીમાં રહેવા લાગ્યા. મામા અને ભાણી હત્યા બાદ ભાગતા ફરતા રહ્યા પણ આખરે હુગલીમાંથી પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

એસપી અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે, બંન્નેની ધરપકડ પર 25-25 હજાર રૂપિયા ઈનામ પણ રાખેલું હતું. ઝુપડપટ્ટીમાં મામા અને ભાણી એક સાથે રહેવા લાગ્યા. પરવેન્દ્ર દિવસે મજૂરી કરતો હતો. એક દિવસ તેણે 300 રૂપિયાની મજદૂરીમાંથી જે રૂપિયા મળ્યા તેનાથી તેણે મોબાઈલ ખરીદ્યો. જે પછી આધારકાર્ડથી સીમ કાર્ડ ખરીદ્યું.

પોલીસને જ્યારે સીમ કાર્ડની માહિતી મળી ત્યારે તેણે લોકેશન ટ્રેસ કર્યું અને બંન્નેની ધરપકડ કરી લીધી. બે વર્ષ પહેલા સંગીતાના ભાઈ યોગેન્દ્ર પ્રતાપના લગ્ન થયા હતા. લગ્નમાં પરવેન્દ્ર પણ આવ્યો હતો. એ પછી પરવેન્દ્ર સંગીતાના કહેવા પર ખેતી કામમાં તેની મદદ કરવા લાગ્યો. આ માટે દિલ્હીથી ગૌરિયાપૂરમાં તે બહેનના જ ઘરે રહેવા લાગ્યો અને ભાણી સાથે અવૈધ સંબંધ બાંધ્યા.

બીજી એક એવી ઘટના સામે આવી છે અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક કૌટુંબિક સંબંધોને જ લજવતી એક શરમજનક ઘટના એ પોલીસ ખાને નોંધાઈ છે. કારણ કે મા કરતા પણ વધુ સ્નેહ તેને આપે તેવા મામાએ જ સગી ભાણી પર તેની નજર બગાડી અને તેના પર દુષ્કર્મ એ આચરી અને તેણી ને ગર્ભવતી બનાવી હતી. અને આ સગીરાએ બાળકને જન્મ આપતા જ પરિવાર દ્વિધામાં મુકાયો છે.

અને આ શહેર કોટડા વિસ્તારમાં માતાની માસીના દીકરા એટલે કે ૨૭ વર્ષીય મામાએ એક ૧૫ વર્ષીય ભાણી પર ૧ વર્ષ સુધી વારંવાર તેની પર દુષ્કર્મ ગુજારતો હતો. અને વારંવાર આ દુષ્કર્મના કારણે તે સગીરા એ તાજેતરમાં ગર્ભવતી થતા અને તેણે બાળકનો જન્મ આપ્યો હતો. અને આ બાળકનો જન્મ એ થતા મામાએ તેને ધમકી આપી કે આ કરેલા દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. અને આ અંગે શહેર કોટડા પોલીસે આ શનિવારે ગુનો નોંધી અને આ આરોપીની ધરપકડ એ કરી તપાસ હાથ ધરી છે.

હાલ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને એ હાલ શહેર કોટડા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય પિતા તે સિક્યુરિટીમાં નોકરી કરી અને પોતાના પરિવારનું ગુુજરાન એ ચલાવે છે. અને તેમના પત્નીની માસીનો દીકરો એ પણ તેમની સાથે જ રહેતો હતો. અને આ સિક્યોરિટી ગાર્ડને સંતાનમાં પુત્ર અને ૧૫ વર્ષીય પુત્રી છે. જે ગત ૧૮ મી જુલાઈના રોજ આ સગીરાને પેટમાં દુઃખાવો થયો હતો અને તેને એક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અને આ સારવાર દરમિયાન સગીરાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

અને આ જોઈને એ ચોંકી ઉઠેલા માતા અને પિતાએ આ સગીરાની પૂછપરછ એ કરતા તેણે તેના આંખમાં આંસુ સાથે આપવિતી જણાવતા કહ્યું કે આ સાથે રહેતા મામા એ છેલ્લા એક વર્ષથી મારી સાથે દુષ્કર્મ આચરતા હતા. અને તેમજ આ અંગે જો મેં કોઈને જાણ કરે તો માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતા હતા. અને તેના કારણે હું ગભરાયેલી સગીરા એ મૂંગા મોઢે આ ત્રાસ એ સહન કરતી હતી. અને બીજી તરફ આ મામા એ વારંવાર દુષ્કર્મ આચરતા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.માં પછી મામાનું માણસના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. પણ મહેસાણામાં એક એવા મામાનો કિસ્સો સામે આવ્યો છે. જેણે પોતાની બે સગીર ભાણીઓના માતાની જાણ બહાર લગ્ન કરાવી દીધા. માતા પોતાની બે પુત્રીઓને પાછી મેળવવા ભાઈને કરગરતી રહી, પણ ભાઈ એકનો બે ન થયો. છેવટે થાકેલી માતા પોલીસના શરણે ગઈ તો પોલીસે પણ માતાની વાત ન સાંભળી.

આખરે મહિલાઓના હક્ક માટે લડતી એક NGO આગળ આવી અને 16 વર્ષની કિશોરીને તેના પતિના ઘરેથી કબજો મેળવ્યો હતો. જો કે 13 વર્ષની અન્ય બીજી એક કિશોરીનો હજુ સુધી સંસ્થા પણ પત્તો નથી મેળવી શકી.લગ્ન માટે આપણે ત્યાં દીકરી માટે 18 વર્ષ અને દીકરા માટે 21 વર્ષની વય નિયત કરાઈ છે. આ પહેલા કોઈ પણ વ્યક્તિના લગ્નને કાયદાકીય માન્યતા નથી મળતી. તો વળી સગીરા સાથે લગ્ન કરવા કે તેના લગ્ન કરાવવા બંને કાનૂની અપરાધ છે.

પરંતુ મહેસાણામાં સહેલી નામની એક NGOએ એક એવી સગીરાને છોડાવી છે. જેના 15 વર્ષની વયે લગ્ન કરી દેવાયા. તે પણ તેની માતાની જાણ બહાર આ લગ્ન કરાવનાર બીજું કોઈ નહીં પણ ખુદ સગીરાના મામા વાઘાજી ઠાકોર છે.મહેસાણાના જમનાપુર ગામે રહેતા મામાએ પોતાની બે ભાણીઓને પોતાના ઘરે રહેવા બોલાવી. ત્યારબાદ 13 વર્ષ અને 15 વર્ષની કિશોરીઓના લગ્ન પણ કરાવી દીધા.

આ લગ્નની મામાએ લગ્ન કંકોત્રી પણ છપાવી. જો કે તેની માતાને આ લગ્નની જાણ થાય તે પહેલાં મોડું થઈ ગયું. માતા પોતાની બે દીકરીઓ પાછી આપવા ભાઈ સામે કાકલૂદી કરતી રહી, પણ ભાઈ એકનો બે ન થયો. છેવટે માતા પોલીસ મથકે પહોંચી. પોલીસે પણ માતા ને કોઈ મદદ ન કરી. આખરે સહેલી નામની એક NGO આગળ આવી અને NGOએ અભયમની મદદથી કિશોરીનો કબજો મેળવ્યો.વારાહી તાલુકાના પોયડા ગામમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાના અગાઉ તેના ભાઈના સાટામાં લગ્ન થયા હતા. આ લગ્નજીવન દરમિયાન મહિલાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો.

જોકે કેટલાંક વર્ષો બાદ મહિલા અને તેના પતિ સાથે મનમેળ નહીં આવતા તેણે તેના પતિથી છુટાછેડા લીધા હતા. ભાઈ વાઘજી ઠાકોરના લગ્ન પણ સાટામાં થયા હોવાથી બહેનના લગ્ન તૂટતા ભાઈ વાઘજી ઠાકોર મોટો સામાજિક દંડ આપવો પડ્યો હતો. આ દંડ વસૂલવા માટે વાઘાજી ઠાકોર તેની બહેન પાસે ઉઘરાણી કરતો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બહેન આ રકમ આપી શકી ન હતી. દરમિયાન જ્યાં સુધી ૮૦ હજાર રૂપિયા ન આપે ત્યાં સુધી બે ભાણીને પોતાના ઘરે રાખવાનું કહીને વાઘજી ઠાકોર લઈ ગયો હતો.

દરમિયાન વાઘજી ઠાકોરે પોતાની બંને ભાણીના સગીર હોવાનું જાણતા હોવા છતાં લગ્ન કરાવી દીધા હતા.આ ઘટનામા પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. તો બીજી તરફ 13 વર્ષ ની દીકરી હજુ પણ ગાયબ છે. ત્યારે આ મામલે પોલીસ ગંભીરતા દાખવે તે ખૂબ જરૂરી છે. કિશોરીના લગ્ન કરવા એ પણ કાનૂની અપરાધ છે. પોલીસને કિશોરીના જન્મના પ્રમાણપત્ર આપવા છતાં કોઈ પગલા નથી લેવાયા.