માલામાલ બનાવી શકે છે તમને આ નાનકડો ઉપાય,હંમેશા મા લક્ષ્મી બનાવી રાખશે કરોડપતિ,જાણી લો ઉપાય….

0
210

વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

વર્તમાન સમયમાં ધન સાથે જોડાયેલી તકલીફો સામાન્ય વાત છે, દરેક વ્યક્તિ વધુમાં વધુ ધન કમાવા માંગે છે, પરંતુ સફળ નથી થઇ શકતા, પરંતુ તમે થોડા ઉપાયો કરીને ધન પ્રાપ્તિ કરી શકો છો, લાલ પુસ્તકમાં થોડા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિ કરે તો ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે અને દેવા માંથી છુટકારો મળે છે, આ ઉપાય ઘણા જ અસરકારક માનવામાં આવ્યા છે અને તે કરવા પણ ઘણા સરળ છે, આજે અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ધન લાભ પ્રાપ્ત કરી શકો છો,અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

જીવનમાં ધનની કમીને દૂર કરી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જીવનમાં પૈસાને લગતી કેટલીક સમસ્યાઓ છે, તો પછી કેટલાક ઉપાય છે જેને લઈને ધનના અભાવને દૂર કરી શકાય છે.જીવનમાં પૈસાના અભાવે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાને કારણે ધન નષ્ટ થવા લાગે છે, પરંતુ તેની ખબર પડી શકતી નથી. જ્યારે ખબર પડે છે, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોઈ છે. તેથી, કેટલાક ઉપાય છે જેને અપનાવીને આ પ્રકારની સમસ્યામાંથી બચી શકાય છે.

નકારાત્મક ઉર્જા સંચિત મૂડીને ખોટ તરફ દોરી જાય છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે, ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નકારાત્મક ઉર્જાને કારણે પૈસાની ખોટ થાય છે. વ્યક્તિની સંચિત મૂડી ખતમ થવા લાગે છે. ઘરના કોઈ સભ્યની અચાનક તબિયત બગડે છે. ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા લોન લેવી પડે છે. વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને ૠણ ચુકવવામાં મુશ્કેલી આવે છે. આવી સમસ્યાઓ ફક્ત નકારાત્મક ઉંર્જાના કારણે આવે છે.

મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો.વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમને નકારાત્મક ઉર્જાના કારણે મુશ્કેલી આવી રહી છે, તો ઘરના મુખ્ય દરવાજા પાસે સાંજના સમયે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે દરરોજ દીવો પ્રગટાવો છો, તો તે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

દીવો પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે. પૌરાણિક માન્યતા છે કે જ્યારે ઘરના મુખ્ય દરવાજા પર સૂર્ય અથમ્યા પછી ઘરના દરવાજા આગળ ઘીનો દીવો પ્રગટાવીને માં લક્ષ્મીમાં આશીર્વાદ મળે છે. એવું કહેવામાં આવે છે કે સાંજે લક્ષ્મીજી ભ્રમણ કરવા નીકળે છે અને તેમના આશીર્વાદ આપે છે. સવાર-સાંજ ઘરમાં રોજ પૂજા કરવી જોઈએ. આ સાથે દરરોજ સાંજે પૂજામાં લક્ષ્મી આરતીનો પાઠ કરવો જોઈએ.

જો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.

જેમ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે, જો તમે તમારું નસીબ ચમકાવવા માગો છો તો કોઈપણ શુક્રવારે તાળાની દુકાન ઉપર જઈને ત્યાંથી એક સ્ટીલ કે પછી લોખંડનું તાળું ખરીદી લો, પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખૂલું ન હોવું જોઈએ અને ન તો તે તાળું તમે ખરીદતી વખતે ખોલો અને ન તો દુકાનદારને ખોલવા દો.

તમે બંધ તાળું ખરીદીને તમારા ઘરે લઈને આવી જાવ અને શુક્રવારની સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તમે તાળું ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન ઉપર મૂકી દો, તમે તાળું મૂકતી વખતે કાંઈપણ ન બોલો અને ન તો પાછા વળીને જુવો, સીધા તમારા ઘરે પાછા આવી જાવ, જ્યારે કોઈ વ્યક્તિ આ તાળું ખોલશે તમારું નસીબ પણ ખુલી જશે, આ ઉપાય ઘણો જ અસરકારક માનવામાં આવે છે.

ઉપર થોડા જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઉપાય જણાવવામાં આવ્યા છે, જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનની ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દુર થશે અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે,જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાય ઘણા અસરકારક માનવામાં આવે છે, તેનાથી તમારું નસીબ ચમકી શકે છે.