મહિલાઓ નાં ખાનગી ભાગના સાચા નામ તમે ભાગ્યજ જાણતાં હશો,એકવાર જરૂર વાંચોજો ખુબજ કામની છે માહિતી…..

0
335

અંગો વિશે લોકોમાં જાગરુકતા ઓછીઃલોકોને જાગરુક કરવાના હેતુ થી બ્રિટેનમાં એક સર્વે કરવામાં આવ્યો. જેના પરિણામો ખુબ જ ચોંકાવનારા આવ્યાં. સર્વેમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્ટના અંદરના અંગોના નામ પૂછવામાં આવ્યાં. જેના પરિણામ ચોંકાવનારા આવ્યાં.આ સર્વેમાં મહિલાઓ અને પુરુષો બન્નેને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ સ્ટડીને International Urogynecology Journal માં પ્રકાશિત કરવામાં આવી. સર્વેનો હેતુ લોકોને માનવ શરીરની રચના અંગે જાણકારી આપવાનો હતો.

મહિલાઓ પણ નહોંતી જાણતી પોતાના બધા અંગોના નામ,સ્ટડીમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે પુરુષો તો ઠીક પણ ખુબ મહિલાઓને જ પોતાના અમુક અંગોના નામ નહોંતા ખબર. એ જ કારણે તેમને ડોક્ટર પાસે જ્યારે કોઈ સલાહ તેવી હોય ત્યારે ખુબ મુશ્કેલી પડતી હોય છે.પોતાના પ્રાઈવેટ પાર્ટ્સના નામ ન જણાવી શક્યા લોકોઃઈંગ્લેંડ સ્થિત મેનચેસ્ટરની એક હોસ્પિટલમાં Outpatient appointments માં ભાગ લેવા આવેલાં લોકોને એક પ્રશ્નાવલિ આપવામાં આવી. જેમાં તેમણે ચિત્ર જોઈને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સના નામ જણાવવાના હતાં. અડધાથી પણ ઓછા લોકો આમાં સાચો જવાબ આપી શક્યાં હતાં.

સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી વાતો,રિસર્ચરોએ જોયુંકે, આડધાથી વધારે લોકો ચિત્રમાં મૂત્રમાર્ગ ને ન ઓળખી શક્યાં. 37 ટકા લોકો Clitoris ને ન ઓળખી શક્યા. એવા લોકોમાં મહિલાઓ પોતે પણ સામેલ હતી. સર્વેમાં સામેલ લોકોને વલ્વા નો એક ડાયગ્રામ આપવામાં આવ્યો અને તેના પાટ્સનું નામ લખવાનું કહેવામાં આવ્યું. તેમાંથી મોટાભાગના લોકોએ આ ડાયગ્રામ ખાલી છોડી દીધો. રિસર્ચરોએ કહ્યુંકે, લોકો મૂત્રમાર્ગમાં શું ફેર છે એ પણ ન જણાવી શક્યાં.

લોકો પાસે શરીરની રચનાની સાચી જાણકારી નથીઃવૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કઢ્યો કે લોકોને મહિલાઓના જનનઅંગો વિશે સાચી જાણકરારી નથી. જે મહિલાઓના સ્વાથ્ય માટે ખરાબ બાબત છે. જોકે, ધ સનમાં છપાયેલાં રિપોર્ટ મુજબ સર્વેમાં મહિલાઓએ પુરુષોની સરખામણીએ વધારે જવાબ આપ્યાં હતાં.ઘણી બધું કરવાની છે જરૂરઃમેનચેસ્ટરની સેંટ મેરી હોસ્પિટલના સલાહકાર યૂરોલોજિસ્ટ અને અધ્યયનના સહ લેખક ફિયોના રીડ એ જણાવ્યુંકે મહિલાઓના શરીરની રચનાની લોકોને સમજણ થાય તેની જરૂર છે. આ મુદ્દે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.લેબીયાની સાથે કેસ્પર બ્રાથોલિન કેમ જોડાઈ ગયા છે? અર્ન્સ્ટ ગ્રેફનબર્ગે દાવો કર્યો કે તેમણે જી-સ્પોટ શોધી કાઢ્યું છે, તો આપણે માની લેવાનું.

તમે કદાચ નહીં જાણતા હો પણ આ લોકોનાં નામો આ અંગો સાથે જોડાઈ ગયાં છે – પાઉચ ઑફ ડગ્સાસ, બાર્થોલિન્સ ગ્લૅન્ડ, ફેલોપિયન ટ્યુબ્સ અને ગ્રેફનબર્ગ પરથી જી-સ્પોટ.સાચી વાત એ છે કે નારીના સમગ્ર શરીર પર પુરુષો વળગેલા છે – એટલે કે ઉપર સીધાવી ગયેલા, શ્વેત પુરુષ એનેટોમિસ્ટ્સ, પણ તેમનાં નામો રહી ગયાં છે, જાણે કે તેમણે મહિલાઓના બસ્તિપ્રદેશ પર કાયમી કબજો કરી લીધો હોય.

મહિલાનાં શરીર પર દેવનાં નામના થપ્પા પણ લાગી ગયા છે. ગ્રીકનો લગ્નનો પૌરુષેય દેવ હાયમન, તેમના લગ્નના દિવસે જ મોત પામ્યો હતો, પણ તેમનું નામ મહિલાના ગુપ્તાંગના એક હિસ્સાને મળી ગયું છે.આમ તો ગ્રીક શબ્દ ‘hyalos’ એટલે કે ઝાળી પરથી હાયમન શબ્દ આવ્યો છે, પરંતુ આધુનિક એનેટોમીના પિતા ગણાતા વેસેલિયસે 16મી સદીમાં પ્રથમ વાર મહિલાના ગુપ્તાંગમાં રહેલા અંગને આ નામ આપ્યું હતું.

વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રમાં પુરુષોની (અને દેવતાઓની પણ) છાપ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પુરુષોએ હજારો પ્રજાતિઓને પોતાનાં નામ આપ્યાં છે.અમેરિકાના ડૉક્ટર ડેનિયલ સાલમન પરથી સાલ્મોનેલા બેક્ટેરિયાનું નામ પડ્યું છે, જ્યારે ફ્રેન્ચના ભૂતપૂર્વ પ્રમુખના નામ પરથી ખતમ થવાના આરે આવેલા grevy zebra ઝેબ્રાને નામ મળ્યું છે.ગત સદીમાં મહિલાઓ તબીબી અભ્યાસમાં પ્રવેશવા લાગી તે પહેલાં તેમની બિલકુલ ગેરહાજરી હતી, પરંતુ હજીય મોટાભાગે નર નામો વપરાતાં રહ્યાં છે.તેના કારણે તબીબી અભ્યાસમાં લિંગભેદ દેખાઈ આવે છે, એટલું જ નહીં, પણ તે કાયમી થઈ જાય તેમ લાગે છે.

અમુક પ્રકારની ભાષાના કારણે અમુક પ્રકારના વિચારો પેદા થાય છે કે કેમ તે મુદ્દો હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે.જોકે, એવા કેટલાય દાખલા મળે છે, જેમાં કોઈ વસ્તુને અમુક રીતે વર્ણવવાથી તેના વિશેનો આપણો અભિપ્રાય બદલાઈ જાય છે.ઍડિલેડ યુનિવર્સિટીના વિસરાઈ રહેલી ભાષાના નિષ્ણાત પ્રોફેસર ગીલાડ ઝકરમેન કહે છે કે જે ભાષામાં પુલ શબ્દ સ્ત્રીલિંગ છે, ત્યાં તેનું વર્ણન સુંદર એવી રીતે થાય છે. તેની સામે જે ભાષામાં પુલ શબ્દ પુલ્લિંગ છે, ત્યાં તેનું વર્ણન મજબૂત એવું થાય છે.તેનાથી સવાલ એ ઊભો થાય છે કે આપણા શરીર અને તેની અવસ્થા વિશે પણ આપણામાં લિંગભેદ આવી ગયો છે ખરો.

‘hysteria’ એ શબ્દ આપણે સૌ જાણીએ છીએ. તે ગ્રીક શબ્દ હિસ્ટેરિકા પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગર્ભાશય.ગર્ભાશયમાં થતી હલચલને કારણે થતી બીમારી માટે હિસ્ટિરિયા એવો શબ્દ પ્રથમવાર હિપ્પોક્રેટસે આપ્યો હતો.મહિલાની માનસિક અસ્થિરતા માટે પણ આ શબ્દ વપરાયો. બહુ પ્રાચીન સમયમાં ઇસ્વીસન પૂર્વે 1900માં પ્રાચીન ઇજિપ્તમાં આ શબ્દ વપરાયો હતો.ગર્ભાશય ખાલી રહે, બિનફળદ્રુપ રહે તો તેમાં હલનચલન થયા કરે અને તેમાંથી ગેસ ઉત્પન્ન થયા કરે એવી દલીલ ગ્રીક ડૉક્ટરોએ કરી હતી.તેથી મહિલાએ લગ્ન કરી લેવાં જોઈએ તે તેનો ઉપાય હતો. આ વિચાર સદીઓ સુધી ચાલતો રહ્યો.

19મી સદીમાં પણ પુરુષ આધારિત તબીબી વ્યવસાયમાં પણ આ વિચાર ચાલતો રહ્યો. ‘હિસ્ટિરિયાથી પીડાતી મહિલાઓ ક્લિનિકોમાં ઊભરાતી રહી અને તેમને જેનિટલ મસાજ દ્વારા ઉત્તેજનાનો અનુભવ કરાવાતો રહ્યો, જેના માટે સૌમ્ય શબ્દ ‘paroxysms’ વપરાતો રહ્યો.આખરે મસાજ દ્વારા ઉત્તેજનાનો અનુભવ કરાવવાના બદલે મિકેનિકલ ઉપાય શોધી કાઢવામાં આવ્યો, જેનું નામ વાઇબ્રેટર.આખરે 1952માં અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશને આધુનિક બીમારીઓની યાદીમાંથી હિસ્ટિરિયા શબ્દ દૂર કર્યો.

તે શબ્દ હવે પ્રાચીન થઈ ગયેલો લાગતો હશે, પરંતુ હજી પણ તબીબી ભાષામાં એવા કેટલાય શબ્દો છે, જે પૈતૃક વ્યવસ્થાને અનુરૂપ હોય.ઘણા બધા શબ્દો હજીય પુલ્લિંગ છે. વર્ણન પુરુષલક્ષી અને લડાયક હોય છે, જેમ કે હૃદય રોગ સામે લડાઈ, કેન્સર સામે યુદ્ધ વગેરે.કેટલાક હિણપત દર્શાવતા શબ્દો છે ,ગર્ભાશયના ડોક જેવો ભાગ માટે અસમર્થ શબ્દ અને અંડબીજ માટે કરમાઈ ગયેલા સ્ત્રીબીજ.એવું લાગે છે કે તબીબીશાસ્ત્રની પરિભાષા હિંસક અને નિંદાત્મક બની ગઈ છે.આપણે શરીરનો અભ્યાસ તેને સક્ષમ બનાવવા કરીએ છીએ, પણ શરીરને યુદ્ધભૂમિ બનાવતા આવા શબ્દો હોય ત્યારે નિયંત્રણ માટેનો ભાવ જાગે છે.