મહિલાઓ આ 2 દિવસે હાથ માં પહેરી લો કાચ ની બંગડી,રાતોરાત ચમકી જશે તમારી કિસ્મત,એક વાર જરૂર કરો આ કામ….

0
396

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને જણાવીશું અગત્ય ની માહિતી જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો મિત્રો જાણીએ.બંગડીઓ ભારતીય સ્ત્રીઓના સોળ શૃંગારનો એક ભાગ છે. નવવધૂ તથા પરણિત સ્ત્રીઓ માટે બંગડીઓ પહેરવી અનિવાર્ય છે તથા તે કાંચ અથવા સોના અથવા અન્ય ધાતુઓની બનેલી બંગડીઓ પહેરી શકે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બંગડીઓ પહેરે છે તથા તેને ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

પરંપરાગત રીતે બંગડીઓ તૂટવી અશુભ ગણવામાં આવે છે.માન્યતા એવી પણ છે કે સવારે ઘરમાંથી બહાર નીકળતી વખતે જો આ રીતે શણગાર સજેલી સ્ત્રી સામી મળે તો તે દિવસના દરેક કામમાં સફળતા મળે છે. ત્યારે આજે જાણી લો સ્ત્રીઓ હાથમાં પહેરે છે તે બંગડીના મહત્વ વિશે. સ્ત્રીઓ જે સોળ શણગાર કરે છે તેનું ખાસ મહત્વ હોય છે. એટલા માટે જ જ્યોતિષ શાસ્ત્રમાં સ્ત્રીઓ માટે વર્ણન મળે છે કે તેમણે ગળું, હાથ અને કપાળ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ.દેશના વિભિન્ન રાજ્યોના લોકો આ બંગડીઓને અલગ-અલગ નામોથી બોલાવે છે.

પરંતુ આ ભૌગોલિક સીમાઓ છતાં ભારતીય લગ્નોમાં તેનું મહત્વ એક સમાન છે.આ સિવાય શુક્ર સ્ત્રીને સૌંદર્ય અને આકર્ષણ પ્રદાન કરે છે. એટલા માટે મહિલાઓ જો કાચની બંગડી પહેરે તો તેમને ખાસ લાભ થઈ શકે છે. આ કારણે જ વર્ષોથી મહિલાઓ કાચની બંગડીઓ પહેરતી આવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાચની બંગડીનું ખાસ મહત્વ છે. આ બંગડી ચંદ્ર અને શુક્ર સાથે સંબંધ ધરાવે છે.દરેક વિસ્તારમાં આ બંગડીઓ પહેરવાની પરંપરા અનોખી છે.

નવવધૂ સ્ત્રીને બંગડીઓ પહેરાવવામાં આવે છે જેથી તેની આગામી જીંદગી પ્રેમ તથા સ્નેહથી ભરેલી રહે. અત: પહેરાવતી વખતે બંગડી તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.સ્ત્રીઓ પર સામાન્ય રીતે ચંદ્રનો પ્રભાવ વધારે રહેલો હોય છે. એટલા માટે જ તેઓ સ્વભાવે ભાવુક અને કોમળ હોય છે. જો કે આજના આધુનિક સમયમાં વેસ્ટર્ન પોષાક સાથે સ્ત્રીઓ બંગડી પહેરવાનું ટાળે છે. જો કે તેમ છતાં સપ્તાહના કેટલાક દિવસોમાં જો સ્ત્રીઓ હાથમાં કાચની બંગડી પહેરે તો શુક્ર અને ચંદ્ર અનુકૂળ સ્થિતી બનાવી અને જીવનમાં સકારાત્મક ફેરફાર કરી શકાય છે.

દક્ષિણ ભારતમાં સોનાને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. કેટલાક સમુદાયના લોકો, કન્યાના હાથોમાં સોનાની બંગડીઓ સહિત લીલા રંગના કાચની બંગડીઓ પહેરાવે છે કારણ કે લીલો રંગ ઉર્વરતા તથા સમૃદ્ધિનું પ્રતિક છે.સાત દિવસમાંથી માત્ર બે દિવસ એટલે કે ગુરુવાર અને સોમવારે હાથમાં કાચની બંગડી પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવનમાં સુખની અનુભૂતિ પણ થશે.જો કોઈ કાયમ માટે હાથમાં કાચની બંગડી પહેરતાં હોય તો મંગળવારે કેસરી કે લાલ, બુધવારે લીલી, શુક્રવારે સફેદ, શનિવારે કાળી, રવિવારે ગુલાબી રંગની બંગડીઓ પહેરવાથી લાભ થાય છે.

ગુરુવારે સ્ત્રીઓએ પીળી કાચની બંગડી હાથમાં પહેરવી જોઈએ. પીળો રંગ બૃહસ્પતિ સાથે મળી ગજકેસરી યોગ બનાવે છે અને તેના કારણે મહિલાને કામમાં સફળતા અને સન્માન મળે છે. આ રીતે સોમવારે સફેદ અથવા બ્લૂ રંગની બંગડી પહેરવાથી પણ લાભ થાય છે. તેનાથી સ્ત્રીની સર્જનાત્મકતા અને કાર્યક્ષમતા વધારે છે. ઉપરાંત સ્ત્રીને માનસિક રીતે મજબૂત બનાવે છે.બંગાળી લગ્નમાં, કન્યાને છીપલામાંથી બનેલી કોરલ રંગની બંગડીઓ પહેરાવવામાં આવે છે. આ બંગડીઓને સ્થાનિક લોકો શાખા તથા પોલા કહે છે.

આ ઉપરાંત જ્યારે કન્યા પોતાની સાસરીમાં પ્રવેશ કરે છે તો સાસૂ વહૂને લોખંડની બંગડીઓ આપે છે જેના પર સોનાનું પાણી ચઢાવેલું હોય છે.રાજસ્થાની તથા ગુજરાતી લગ્નમાં, કન્યાને હાથીના દાંતમાંથી બનાવેલા ચૂડા પહેરાવવામાં આવે છે. ગુજરાતી લગ્નમાં મામેરાનો રિવાજ હોય છે જેમાં છોકરીના મામા છોકરીને લાલ બોર્ડરવાળી રેશમી સાડીની સાથે ચૂડો આપે છે.પંજાબી લગ્નમાં પણ, કન્યાને હાથી દાંતમાંથી બનાવેલી લાલ રંગનો ચૂડો પહેરાવવામાં આવે છે. આ ચૂડો છોકરીના મામા લાવે છે.

લગ્ન બાદ આ ચૂડાને ઓછામાં ઓછા 40 દિવસ સુધી પહેરવો અનિવાર્ય છે. કેટલીક પારિવારિક પરંપરાઓ અનુસાર તેને એક વર્ષ સુધી પણ પહેરે છે.મહારાષ્ટ્રમાં, બંગડીને પહેરાવાની પરંપરા થોડી અલગ છે. કન્યા પોતાના હાથમાં લીલા રંગની કાચની બંગડીઓ પહેરે છે. કારણ કે લીલો રંગ રચનાત્મક, નવા જીવન તથા પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. આ લીલા રંગની બંગડીઓ સોનાની બનેલી પતિયા નામની બંગડીઓ સાથે પહેરવામાં આવે છે તથા સાથે તોડા નામનું નક્શીદાર કડું પણ પહેરવામાં આવે છે.

સામાન્ય રીતે સોનાની બંગડીઓને વરપક્ષના પરિવાર દ્વારા ભેટના સ્વરૂપે કન્યાને આપે છે.રંગોનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં દરેક રંગની બંગડીઓને એક ભિન્ન શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. જ્યાં લાલ રંગને ઉર્જા તથા સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે, તો બીજી તરફ લીલા રંગને ભાગ્ય તથા પ્રજનન ક્ષમતાનું પ્રતિક ગણવામાં આવે છે. પીળા રંગને આનંદનું, સફેદ રંગને નવી શરૂઆતનું તથા નારંગીને સફળતાનું પ્રતિક ગણવામાં આવે છે. ચાંદીની બંગડીઓને શક્તિનું તથા સોનાની બંગડીઓને ભાગ્ય તથા સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

દરેક પરીવારમાં નાના-મોટાં ઝઘડા તો થતાં જ હોય છે. આવા ક્લેશનું કારણ પરીવારના સભ્યો વચ્ચેનો મતભેદ હોય શકે છે. પરંતુ આવી સમસ્યાઓનું સમાધાન સમય જતાં આપમેળે જ થઈ જતું હોય છે. પરંતુ પરીવાર માળાને એક કરનાર દંપતિ વચ્ચે જો મતભેદ સર્જાય અને તેના કારણે તેમના સંબંધો સતત વણસતાં રહે તો પરીવારની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે જો નાની-નાની બાબતોમાં અણબનાવ કે કંકાશ થાય તો તેમના સંબંધમાંથી પ્રેમ, કાળજી અને સ્નેહ દૂર થઈ જાય છે અને તેના બદલે શંકા, અપેક્ષાઓ, ક્રોધ લઈ લે છે.

આવું ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે પણ થઈ શકે છે. જ્યારે આવી વિકટ સ્થિતી જીવનમાં સર્જાય ત્યારે માત્ર ઈશ્વર શરણ જ એકમાત્ર ઉપાય હોય છે. તો આજે જાણો તૂટતાં દાંપત્યજીવનને પણ ફરીથી સુમધુર બનાવવાના ત્રણ ચમત્કારી ઉપાય વિશે.જો પતિની નારાજગીના કારણે ઘરમાં કંકાસ થતો હોય, પતિએ પોતાની પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું હોય તો પત્નીએ કૃષ્ણ પક્ષની ચોથનાં દિવસે ઘરમાં સવારે પૂજા કરતી વખતે દુર્ગામાતા સમક્ષ થોડું સિંદૂર, બાર લાલ બંગડી, મંગળસૂત્ર તથા ધૂપ-દીપ અર્પણ કરીને પતિની નારાજગી દૂર થાય તેવી પ્રાર્થના કરવી.

ત્યારપછી માતાને ધરાવેલા સિંદૂરમાંથી એક ચપટી ભરી અને સેંથો પુરવો અને બંગડીઓ હાથમાં પહેરી લેવી. વધેલા સિંદૂરને રોજ ઉપયોગમાં લેવાતા સિંદૂર સાથે ભેળવી દેવું. આ ઉપાય કરવાથી પતિની નારાજગી દૂર થશે. દર ગુરુવારે પત્નીએ શિવ-પાર્વતી પાસે સારા દાંપત્ય જીવનની પ્રાર્થના કરી અને જળાભિષેક કરવો.સફેદ ચંદનથી બનાવેલી મૂર્તિ અથવા કોઈ વસ્તુ ઘરમાં એવી જગ્યાએ રાખવી કે જેથી ઘરના બધાં સભ્યોની નજર આવતાં જતાં તેના પર પડે. આ ઉપાયથી ઘરનો કંકાસ સમાપ્ત થઈ જશે.