યુવતીના 15 વર્ષની વય લગ્ન થયા, પપ્પા કરતાં પણ મોટો પતિ મળ્યો હતો, રાત્રે સુતી તો પણ રડવું આવતું…, પતિ કરતો એવા એવા કામ કે..

યુવતીના 15 વર્ષની વય લગ્ન થયા, પપ્પા કરતાં પણ મોટો પતિ મળ્યો હતો, રાત્રે સુતી તો પણ રડવું આવતું…, પતિ કરતો એવા એવા કામ કે..

તેના લગ્ન થયા ત્યારે તે 15 વર્ષની હતી લગ્ન બાદ ખબર પડી કે તે તેના પપ્પા કરતાં પણ મોટી વયનો છે. લગ્ન બાદ એક એક રહસ્ય સામે આવતા ગયા અને ખબર પડી કે તે અંધ હતો અને કોઈ કામકાજ પણ કરી શકતો ન હતો. તેને સમાજમાં કોઈ મળતું હતું નહીં તેથી તેને મારા પપ્પા જોડે પૈસા નો સોદો કર્યો હતો અને મને ખરીદી હતી.

મારા પોતાના પપ્પાએ રૂપિયા માટે મને વેચી હતી. હું રડી પણ બધું વ્યર્થ હતું. હું એક પારો છું. ખરીદવામાં આવેલી દુલ્હન જેને બીજી ત્રીજી વાર પણ વેચી દેવામાં આવે કે જ્યાં સુધી શરીર સારું રહે. અટકતા અટકતા મુર્શીદાય તેની આ કહાની સંભળાવી. કેમેરા સામે જોઈને તે હસી પણ પડે છે પરંતુ તે હસી નથી હોતી પણ અંદરનું એક ભય હોય છે. તેનો ઉંમરથી ઢળી ગયેલો ચહેરો અને ગભરાયેલી તથા ઉતરેલું મોઢું.

આ હરિયાણાના નુહ નું એક સત્ય છે જે ત્યાંની સુખી જમીન કરતા પણ ડરામણું છે. દિલ્હી થી સીધા માર્ગે ચડીએ તો લગભગ અઢી કલાકમાં ત્યાં પહોંચી જવાય. જેમ જેમ મંઝિલ નજીક આવે છે તેમ તેમ તેનું દ્રશ્ય બદલાતું જાય છે. વૃક્ષોની જાળીઓને બદલે કાંટા વાળી જાળીઓ દેખાય છે અને ખાણીપીણીની વસ્તુઓમાં ઘટાડો થતો જાય છે.

જ્યારે ગાડીમાંથી નીચે ઉતરો છો ત્યારે ગરમ પવનની લહેર આવે છે. જા એક એવી પણ બાબત છે કે દુલ્હન ખરીદવામાં આવી. ગણતરી અનુસાર જોવા મળ્યું છે કે દર 1000 પુરુષોએ ફક્ત 912 મહિલા છે એટલે કે ટોટલ 88 છોકરીઓ ઓછી છે. જેની અછત અન્ય રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમ કે બંગાળ બિહાર અને આસામ.

આ રાજ્યોમાંથી છોકરીઓને ખરીદેને અહીં લાવવામાં આવે છે અને વાંઢા પુરુષો જોડે લગ્ન કરાવવામાં આવે છે. 13 થી 25 વર્ષની આ છોકરીઓને પારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેને ખરીદવામાં આવેલી એક આ મુર્શીદા. નું ગામમાં કાચા પાકા મકાન જોવા આવે છે. તમે જ્યારે ત્યાં પહોચીએ છીએ ત્યારે તે પોતાના મકાનની બદલે બીજી જગ્યાએ મળવાનું કહે છે.

સાંભળવામાં આવ્યું છે કે ત્યાં મન ખોલીને વાત કરવામાં આવતી નથી. મુર્શિદા ત્યાં ઓરેન્જ કલરનો દુપટ્ટો લઈને બે બાળક સાથે ત્યાં આવી હતી. તે જણાવે છે કે મારા અંધ પતિને એક મિનિટ માટે પણ છૂટો મૂકાતો નથી તેથી મારા બાળકો તેનું ધ્યાન રાખે છે. મુર્શિદા ને તેના પતિ પર બહુ જ ગુસ્સો આવે છે કેમ કે તેની જુવાની ને ઘડપણમાં બદલી નાખે છે.

દસ વર્ષ પહેલા બિહારના કટીહારથી આવેલી મુર્શીદા તેના બાળપણની બધી જ ભાષા ભૂલી ગઈ છે. અંગીકા તેને યાદ કરાવે છે પરંતુ મુર્શિદા કહે છે મને હિન્દી યાદ નથી. જાની મુર્શિદા બધું જ ભૂલી ગઈ છે પોતાની જાતને તેના ગામની નદી તેની નાત જાત ભાષા બધું જ.

તે મેવાથી ભાષામાં યાદ કરે છે અને કહે છે કે ભાઈ ભાભી એ પપ્પાને કહ્યું હતું કે અમે દીકરીને પરણાવી દઈશું એ જવાબદારી અમારી પરંતુ લગ્ન થયા એ પણ મારા કરતાં 30 વર્ષ મોટા પુરુષ જોડે. જે અંધ છે કંઈ કરી પણ શકતું નથી કે જોઈ પણ શકતું નથી અનિલ લંગડાતો લંગડાતો ચાલે છે.

આજુબાજુના વિભાગમાં તેની સાથે પરણવા કોઈ તૈયાર હતું નહીં તેથી તેને મારા પપ્પાને 15000 રૂપિયા રોકડા આપીને મને ખરીદી લીધી હતી. આ બધી વાત મને લગ્ન પછી ખબર પડી મારી માતા અબુ જોડે ઝઘડો પણ કરી રહી હતી કે મારી દીકરીને આની સાથે પરણાઈ એના કરતા નદીમાં ફેંકી દીધી હોત તો પણ સારું હતું.

અબ્બુ ગુસ્સે પણ થયા હતા તે કઈ કઈ શકતા હતા નહીં પરંતુ પૈસા માટે તેમની દીકરીને વેચી હતી પરંતુ સાચી વાત તો એ છે કે એક ગરીબ માણસ માટે 15000 રૂપિયા વધારે નહીં પરંતુ બે ત્રણ મહિનાનું ખર્ચો નીકળી જાય. આટલું કહેતા મુરશીદા અટકાઈ જાય છે.

તે કહે છે કે મારો જન્મ મારા પિતાના બે ત્રણ મહિના નો ખર્ચ કાઢવા માટે થયો હતો. મુર્શિદા નો ફેસ જાણે ગભરાયેલો અને અનેક જાતની ફરિયાદો કરતો જણાતો હતો. કબરમાં રહેલો માણસ કોઈ સામે ફરિયાદ કરતો નથી ફક્ત તેનું મોઢું બંધ રાખે છે. ત્યારબાદ હું એને પૂછું છું કે તારો પતિ તને પ્રેમ કરે છે કે નહીં? મર્શિદા જણાવે છે કે હવે ઈદ આવી રહી છે આખા ગામની લેડીઝો ખરીદી કરે છે નવા કપડાં પહેરે છે જ્વેલરી પહેરે છે શણગાર કરે છે પરંતુ મારી પાસે કંઈ જ નથી.

હું નવી હતી પરણીને આવી હતી ત્યારે પણ એક પારો જ હતી. પતિ એ મને વચન કર્યું હતું કે સોનાના કુંડળ લઈ આપશે ત્યારબાદ મેં તેમને યાદ કરાવ્યું તો કહે છે તારા બાપની ઘરે જતી રહે તે જ તને પહેરાવશે. તે કહે છે મારી પાસે જે છે તે જ હું પહેરું છું પરંતુ મેં તેની પગમાં પાયલ જોયા તો મેં તેને ઇશારો કર્યો તો તે જણાવે છે કે તે નકલી છે.

હવે તે ઘરે પરત થવા ઈચ્છે છે કહે છે પતિ ગુસ્સો કરશે અને બાળકોને મારશે. હું તેને જતા જતા પૂછું છું કે જો તમારી જોડે એક ફોટો હોય તમારા પતિ સાથે નો તો મોકલી આપશો તે હશે છે અને કહે છે ના કોઈ ફોટો નથી અમારી પાસે અને બાળકને ખેંચીને જતી રહે છે. ત્યારબાદ હું બહાર નીકળીને મુરશીદાનું ઘર જોવું છું તો અડધું કાચું પાકું અડધું પ્લાસ્ટર. અરવલ્લીની ટેકરીથી ઘેરાયેલા આ ગામ પછીનું ગામ મઢી છે.

મારા ગામના એક મિત્ર મને ઘણી બધી વાતો કહે છે. મારા મિત્ર રાજુ દીનું કહેવું છે કે ગરીબ ઘરમાં જો દીકરી ન મળે તો તે બીજા રાજ્યમાંથી દીકરીને ખરીદી લે છે. અને આ યુવતીઓને એકવાર નહીં પરંતુ ઘણીવાર વેચવામાં પણ આવે છે. તેમને ઘણીવાર તો છ થી સાત વાર પણ વેચવામાં આવે છે અને નિકાહ પણ કરાય છે જેથી તે પતિની સેવા કરે. તેની જવાબદારી રસોઈ બનાવી પશુઓને સાચવવા બાળકોની સંભાળ રાખવી અને સાથે સુવા સુધી.

ઉજ્જડ રસ્તાઓમાંથી અમે પસાર થઈએ છીએ ત્યારબાદ પહોંચીએ છીએ બીજા સ્થળે ત્યાં અમારી મુલાકાત સલીમ સાથે થઈ. સલામ ના પિતા સરપંચ હતા. એક પછી એક વાત બહાર આવતી જાય છે અને અમને એવું થાય છે કે આ સ્ત્રીઓની જિંદગી કેવી રીતે પસાર થઈ જાય છે. દલાલ યુવતીના પરિવારને લાલચમાં પાડીને જિંદગી ખરાબ કરી નાખે છે. આ દીકરી તેર વર્ષની હતી અને દિલ્હી ફરવાના સપનામાં નીકળી હતી અને અહીંયા ગુલામ થઈને બંધાઈ ગઈ.

સલીમ કહે છે ક્યારેય તમે પશુ બજાર જોયું છે ત્યાં પશુને વેચવા માટે તેની કિંમત થાય છે એ જ રીતે અમને વેચવા માટે પણ અમારી બોલી બોલાય છે. જેટલી ઉંમર નાની હોય એટલી જ કિંમત વધારે. લોકો એવું માને છે કે આ યુવતી લાંબા ટાઈમ સુધી રહી શકશે અને યુવાન જળવાઈ રહેશે. 16 વર્ષની આ યુવતીના લગ્ન 80 વર્ષના પુરુષ સાથે થાય છે. જ્યારે પુરુષનુ મન ભરાઈ જાય છે ત્યારબાદ તેને બીજે વહેંચી દે છે. તે એક પુરુષ થી બીજા પુરુષની હાથમાં જતી રહે છે અને આ પારો ક્યારે તેના પિયરમાં જઈ શકતી નથી.

હું પૂછું છું કે નિકાહ તો થાય છે તો ત્યારબાદ પતિની જવાબદારી ન થાય ? સલીમ જણાવતા કહે છે કે નિકાહ તો થાય પણ અમે સામાન જેમ જ રહીએ છીએ. જેમ કે જેને નવું શરીર જોઈશે તે રૂપિયા આપીને ખરીદશે અને જેને રૂપિયા જોઈએ છે તે વેચે છે. સલામ આ ચર્ચા બાદ મને તેના ગામ લઈ જાય છે ત્યાં ત્યાંના વ્યક્તિ કોઈ પારો વિશે વાત કરવા તૈયાર ન હતા.

છેવટે ત્યારબાદ અમે ફિરોજપુર કોર્ટમાં પહોંચીએ છીએ. ગૌસીયા ખાન અમારી રાહ જોઈ રહ્યા હતા. હૈદરાબાદ થી 14 વર્ષની વયે લગ્ન કરીને આવેલી ગૌસીયા નસીબદાર છે. જેને તેની બોલીમાં કોઈ જ પરિવર્તન લાવ્યું નથી પરંતુ હૈદરાબાદી લહેકાથી બોલે છે. અરવલ્લીની પર્વતો ને જોઈને તે યાદ કરે છે કે હું આ પહાડો જોઈને વિચારતી અને કહેતી કે કંઈ પણ કરીને હું અહીંથી ભાગી જાવ. ત્યાંથી ટ્રેન નો અવાજ સાંભળતી અને જોતી અને વિચારતી કે હું ટ્રેનમાં બેસીને અહીંથી ભાગી જવું અને કેટલીય વાર આવું થયેલું.

ઘણા વર્ષો બાદ હું એક છોકરાની માતા બની એ બે વર્ષનો થયો ત્યારબાદ મને મારી માતાના ઘરે જવાની મંજૂરી મળી. ત્યાં કુરાન પર હાથ મૂકીને વચન લેવડાવવામાં આવ્યું હતું કે હું અહીં આ પાછી આવીશ. પરંતુ મારા નસીબ હતા કે હું મારી માતા ને મળી ગઈ. મોટાભાગની છોકરીઓ અહીં આવે છે પણ તે ક્યારેય પાછી જઈ શકતી નથી તેમનું મૃત્યુ પણ અહીં જ થઈ જાય છે અને કોઈ પરિવારજનોને ખબર પણ પડતી નથી. ગૌસીયા જતી વખતે છેલ્લે બોલે છે પંખી મરી જશે તો પણ આના કરતાં વધારે અવાજ આવતો હશે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial