મહાકાલી સિરિયલની પૂજા શર્મા હાલ માં દેખાય છે કઈ આટલી ગ્લેમર અને સ્ટાઈલિશ,અને હાલ જીવે છે આવી લાઇફ સ્ટાઇલ….

0
241

મિત્રો અત્યાર ચાલી રહેલા આ લોકડાઉંન મા આપણે ઘર મા રેહવા મજબુર બની ગયા છે મિત્રો પરંતુ આપણે ઘર મા રેહવાથી આપણે કંટાળી ગયા હશો પરંતુ આ સ્થિતિ મા દૂરદર્શન દ્વારા મહાભારત નુ રી ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ છે કેમ કે મિત્રો આ ચાલી રહેલા લોકડાઉન મા કોઈપણ નવા શૉ નુ શુટીગ તો નથી ચાલી રહ્યુ ત્યારે બધી ચેનલોએ પોતાની ટીઆરપી વધારવા પોતાની ધાર્મિક સિરિયલો ને રી ટેલીકાસ્ટ કરવા લાગ્યા છે.

મિત્રો દૂરદર્શન ના માધ્યમ થી બી આર ચોપડાની મહાભારત ને પણ રિટેલીકાસ્ટ કરવામાં આવી છે અને આ જોઇ ને સ્ટાર પ્લસ એ પણ 2013 મા આવેલી મહાભારત નુ પ્રસારણ પણ ચાલ્યુ કર્યુ છે મિત્રો આજે આપણે વાત કરીશુ મહાભારત મા દ્રૌપદિ ના પાત્ર ને ભજવનાર પૂજા શર્મા વિશે તો આવો જાણીએ પૂજા શર્મા ના અંગત જીવન વિશે.

મિત્રો સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી સિરિયલ મહાભારત મા દ્રૌપદિ નુ પાત્ર જેણે ભજવ્યું છે તેમનુ નામ પૂજા શર્મા છે તેમનો જન્મ 12 જુલાઇ 1989 ના રોજ નવી દિલ્લી ખાતે થયો હતો તેમના પિતાનું નામ સુરેશ શર્મા છે દિલ્લી મા જન્મેલી પૂજા શર્મા એ મોડેલિંગ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી ટીવી ધારાવાહિક મહાભારત મા દ્રૌપદિ નુ પાત્ર ભજવનાર પૂજા નો સ્વભાવ હશ્મુખ અને જીવંત છે પૂજા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે તે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે પૂજા ના દર્શકોને પૂજાની સ્માઈલ ખૂબ ગમે છે.

મિત્રો એક ઈન્ટરવ્યુ મા પૂજા શર્મા એ જણાવ્યુ કે દ્રૌપદીનુ પાત્ર મેળવવુ એ સ્વપ્ન સાકાર થવા જેવું હતું જોકે મેં પહેલાં ક્યારેય આ પ્રકારનુ પાત્ર ભજ્વાનુ ક્યારેય પણ નહતું વિચાર્યું પણ મને પેહલા થી જ થી થિયેટર અને કલા પ્રદર્શન કરવાનો શોખ હતો મારા કોલેજના દિવસો દરમિયાન મને રમતોના આધારે ટોક શો માટે પસંદ કરવામાં આવી હતી અને તેમાં પ્રદર્શન કર્યા પછી મને લાગ્યું કે હું શોમાં ખૂબ જ ખરાબ છું પરંતુ ટીમમાં કોઈએ કહ્યું કે મેં એન્કર તરીકે સારી કામગીરી કરી છે.

પછી કેટલાક એન્કરિંગ કર્યા પછી મેં ઓડિશન્સની પસંદગી કરીઅને ત્યારબાદ એક એંકર તરીકે મારી પસંદગી કરવામા આવી અને એન્કરિંગ કર્યા પછી મેં કેટલાક ટીવીસી અને રેમ્પ વૉક કર્યા પછી મને લાગ્યું કે દિલ્હીથી મુંબઇ સુધીની મારી મુસાફરી સરળ હતી કેમ કે મને ટેલીવીઝનમાં જોડાવામાં ઘણી મુશ્કેલી નહોતી મળીઆ બધું ખૂબ જ સરળતાથી થઈ ગયું હતુ મને ખુશી છે કે મને મહાભારતમાં કામ કરવાની તક મળી છે.

પૂજાએ કહ્યું જ્યારે મને કાસ્ટિંગ ડિરેક્ટર દ્વારા ઓડિશન માટે બોલાવવામાં આવી હતી ત્યારે હું ઓડિશન આપવા ગઈ અને બીજા જ દિવસે મારા લુકનુ ટેસ્ટ કરવામા આવ્યુ અને તે સમયે મેં જોયું કે ટીમના લોકો મારા કપડા વિશે વાત કરી રહ્યા હતાત્યારે મેં તેમને કહ્યું હતું કે મેં હજી સુધી શો સાઈન કરી નથી આ માત્ર દેખાવની કસોટી છે પરંતુ કદાચ તેઓએ મારુ સિલેક્શન કરી દિધુ હતુ પૂજાએ જણાવ્યું કે જ્યારે પહેલા દિવસના શૂટિંગ કર્યુ તો તે બિલકુલ નર્વસ નહોતી પરંતુ તે ત્યારે તે ખૂબ ઉત્સાહિત હતી અને તેણે દરેક સીનનો આનંદ માણ્યો હતો.

પૂજા શર્મા એ આગળ જણાવતા કહયુ કે દ્રૌપદીના લાંબા વાળથી હુ ખુબજ પ્રભાવિત થઈ હતી અને તેથી જ હું દરેક વખત મારા વાળ ને ધોતી હતી અને કંડીશનર પણ કરતી હતી અને ત્યારબાદ વાળ મા તેલ પણ લગાવતી હતી મારા પાત્ર માટે મારે લાંબા સમય સુધી મેકઅપ કરવાનુ હતુ તેથી મારે મારા મેકઅપને સારી રીતે દૂર કરવો અને દરરોજ સફાઇ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે હું માનું છું કે તમારો ચહેરો તમારા વ્યક્તિત્વનો અરીસો છે તેથી હું જમવાનું અને ઘણું પાણી પીવા પર ધ્યાન આપું છું.

પૂજા શર્મા મહાભારત સિરિયલ પેહલા મહાકાલી સિરિયલ મા પણ કામ કરી ચૂકી છે મહાકાળી શો થી પૂજા શર્મા વધુ ચર્ચામાં આવી છે તેથી મોટાભાગે તે તેના પાત્રમાં ફોટા મૂકવાનું પસંદ કરે છે સીરીયલ મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા મેળવવી એ મારા જીવનની ખુશીની ક્ષણ છે અને મારા માતાપિતાને મારા પર ગર્વ છે. જ્યારે હું તેમના ચહેરા પર સ્મિત જોઉં છું ત્યારે તે પળ મારા માટે ખૂબ ખુશ અને સુંદર હોય છે.

હું ટીવી ઇન્ડસટ્રીઝ માં નવી છું તેથી હું કોની નજીક છું તે કહી શક્તી નથી. પરંતુ હા હું મહાભારત ટીમના કેટલાક સભ્યો સાથે મિત્રતા જરુર થઈ ગઈ છે મને વાચવાનો ખુબજ શોખ છે અને તે દરમિયાન હું પુસ્તકો વાંચું છું આ સિવાય હું મિત્રો સાથે મસ્તી કરું છું અને મૂવીઝ પણ જોઉં છું સારા સાહિત્ય, મિત્ર અથવા સારી ફિલ્મ મારા તનાવ ને સારી રીતે દુર કરે છે.

મિત્રો પૂજા શર્મા એ દ્રૌપદીના ચિરહરણ ના સીન અંગે પૂજાએ કહ્યું કે આ સીન ને શુટ કરવામા 20 દિવસ જેટલો સમય લાગ્યો હતો છે અને મારાથી એ કેહવુ ઘણુ મુશ્કેલ છે કે આ શૂટિંગ મારા માટે કેટલુ મુશ્કેલ હતું કારણ કે લેખકોએ ગ્રાઉન્ડ વર્ક ખૂબ સારું કર્યું હતું તેમજ વાર્તા એટલી સારી રીતે લખી હતી કે હુ એક ક્ષણમાટે પણ નબળી નહતી પડી