મહા હવસખોર નીકળ્યો વડોદરાનો આ યુવક,યુવતી સાથે વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ,અને પછી કહ્યું કે આપણા વચ્ચે લગ્ન ની વાત ક્યાં થઈ છે….

0
311

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વડોદરામા બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપ્યા બાદ સગાઈ કરીને પાદરા ખાતે રહેતા યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને 86 હજાર રૂપિયા તથા સોના દાગીના પડાવી લીધા હતા અને ફરવાના બહાને અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરીને યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મકરપુરા પોલીસે આ અંગે દુષ્કર્મ, છેતરપિંડી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્નનો દિલાસો આપીને વિદ્યાર્થિની સાથે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું, મૂળ પાદરાની રહેવાસી અને હાલ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વર્ષ 2017 દરમિયાન પાદરા ખાતે રહેતા પરિમલ પરમાર સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાયો હતો. સગાઈ અગાઉ પરિમલે આપણી સગાઈ નક્કી જ છે અને લગ્ન પણ થવાના છે તેવો દિલાસો આપીને યુવતીને વિશ્વાસમાં લીધા બાદ કારવણ ખાતે આવેલા પ્રવાસી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું.

સગાઈ બાદ મુંબઈ, શિરડી અને નાસિકમાં દુષ્કર્મ આચર્યું, વર્ષ 2019 દરમિયાન બંને પરિવારોની સંમતિથી યુવતીની પરિમલ સાથે સગાઈ કરવામાં આવી હતી, જેમાં સગાઈ પેટે રોકડા રૂપિયા 11,111, બીજીવાર રોકડા રૂપિયા 75 હજાર, સોનાની ચેઇન, સોનાની વીંટી અને શુટ આપીને વિધિ પૂર્ણ કરી હતી. સગાઈ બાદ મુંબઈ, શિરડી અને નાસિક સહિતનાં સ્થળોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની તારીખ નક્કી થતાં પરિમલે યુવતીને લગ્નની ના પાડીને જણાવ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી, તારાથી થાય એ કરી લેજે.

હવે હું તારા પપ્પાને બતાવીશ કે સમાજમાં તમારી શું ઈજ્જત રહે, જેથી સીધી રહેજે,નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.પોલીસે આરોપી પરિમલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં, યુવતીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે દુષ્કર્મ, છેતરપિંડી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી પરિમલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરત ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીએ ફેસબુક ફ્રેન્ડને પ્રેમજાળમાં ફસાવી હતી. મળવાનાં બહાને વારંવાર બોલાવીને લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવકે લગ્નની ના પાડતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. વરાછામાં રહેતી વાસંતી (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસિયા, જી. ભાવનગર) ના પરિચયમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે સમયાંતરે ફેસબુક અને ત્યાર બાદ વ્હોટ્સએપ થકી પરિચયમાં આવ્યા હતા.

વાસંતીનો જન્મ દિવસ તેને પ્રપોઝ કરી હતી. બંન્ને ફરવા માટે સુવાલી બીચ ગયા હતા અને ત્યાં ઝાડીમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંન્ને એકબીજાને સમયાંતરે મળતા રહેતા હતા. આ દરમિયાન સુવાલી બીચ અને ડુમ્મલ બીચ પર ફરવા માટે જતા હતા. અને ઝાડીમાં શરીર સંબંધ બાંધતા હતા. બંન્ને અવાર નવાર ફરવા માટે જતા હતા. જ્યા બંન્ને વારંવાર સંબંધો બાંધતા હતા. વાસંતીને વારંવાર લગ્નની સાંત્વના આપતો રહેતો હતો.

હરપાલસિંહે વાસંતીને લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ ત્યાં પણ બંન્ને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. જો કે ત્યાર બાદ અચાનક તેણે વાસંતી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતા વાસંતીને ખબર પડી હતી કે તેણે અન્ય કોઇ યુવતી સાથે સગાઇ કરી લીધી છે. જેના કારણે વાસંતીએ પોતાનાં હવસખોર પ્રેમી વિરુદ્ધ હજીરા પોલીસ મથકમાં દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.